Monday 19 September 2016

એચ.આઈ.વી સાથે સ્વસ્થ રહેવા માટે મિત્ર અને પરિવાર ની મદદ લો


(૧) શું કોઈને એચ.આઈ.વી (HIV) હોય તો નવા બાળકને જન્મ આપી શકેછે ?

હા, જે લોકો માતા કે પિતા બનવા માંગતા હોય તોએચ.આઈ.વી (HIV) તેમને રોકી શકે નહિ.

આ માટે એચ.આઈ.વી (HIV) સાથે  જીવતા સ્ત્રી અને પુરુષો માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

જો કોઈ એચ.આઈ.વી (HIV) સાથે જીવતી સ્ત્રી હોય અને એ સ્ત્રી સગર્ભા હોય કે સગર્ભા બનવા માટે વિચારી રહ્યા હોય તો તમારા ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

આ પ્રકારની દવા (MEDICINE) ઉપલબ્ધ છે કે જેને સગર્ભાવસ્થા, પ્રસુતિ, અને ત્યારબાદ સ્ત્રીને અને બાળકને તેના જન્મ પછી શરૂઆતના ૬ અઠવાડિયા થી ૧૨ અઠવાડિયા સુધી લેવાથી બાળકને એચ.આઈ.વી (HIV)થવાની શકતા ૪૦% થી ૨% કરતા ઓછી કરી શકાય છે.
જો કોઈ એચ.આઈ.વી (HIV) સાથે જીવતા પુરુષ હોય અને તે પિતા બનવા માંગતા હોયતો બાળક રાખવાના સમયગાળા માં તેમના સાથી ને ટૂંક સમય માટે દવા (MEDICINE)(કે જે પ્રે- એક્સપોઝર પ્રોફાઈલેક્ષિસ તરીકે ઓળખાઈ છે તે) તેમના પત્ની ને આપવા થી તેમના માં  એચ.આઈ.વી (HIV) થતો અટકાવી શકાશે. જેથી નવા આવનાર  બાળકને પણ એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા ઘટાડી શકાય છે.

(૨) એચ.આઈ.વી (HIV) અને ગર્ભાવસ્થા વિષે શું જાણવું જોઈએ ?

કોઈસ્ત્રી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોય અને ગર્ભાવસ્થા ધારણ કરે તો તેમણેએચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર ની તુરંત મુલાકાત લેવી જોઈએ.

એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત ગર્ભવતી સ્ત્રીને એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ ન હોય તો તે સ્ત્રી એ એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) શરૂ કરી દેવી જોઈએ.

જે સ્ત્રીની દવા (MEDICINE) શરૂહોય અને ગર્ભાવસ્થા ધારણ કરે તો તેમણે ડોક્ટર ને વહેલી તકે જાણ કરવી જરૂરી છે.

વ્યક્તિ જ્યાં પ્રસુતિ કરાવવા માંગેછે ત્યાં ડોક્ટર ને પોતેએચ.આઈ.વી (HIV) હોવાનીજાણ કરવી કે જેથી જન્મ સમયે ડોક્ટર નવા આવનાર બાળકને એચ.આઈ.વી (HIV) નાં ચેપ થી બચાવી શકાય તે માટેની દવા (MEDICINE) સમયસર શરૂ કરી શકે.

પત્ની એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોય અને પતિ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત ન હોય તો બાળક રાખવા માટે અમુક તકેદારી રાખી અમુક પ્રકારની પદ્ધતિ અપનાવી બાળક રાખી શકાય કે જેથી પતિ ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો પણ અટકાવી શકાય અને બાળક પણ ધારણ કરી શકાય. વધુ માહિતી માટેએચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) નાં ડોક્ટર નો સંપર્ક કરવો.
પતિ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોય અને પત્ની ને એચ.આઈ.વી (HIV) નો ચેપ ન હોય તો બાળક રાખતા સમયે પત્નીને અમુક સમય માટે અમુક દવા (MEDICINE) કે જે પ્રિ- એક્સ્પોઝર પ્રોફાઈલેક્સીસ  તરીકે ઓળખાય છે. તે લેવી જરૂરી હોય છે કે જેથી પત્ની ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવી શકાય અને બાળક રાખી શકાય.

(૩) કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ છે અને તે વ્યક્તિ લગ્ન કરી શકે કે નહિ?
         
 હા, તે વ્યક્તિ લગ્ન કરી શકે છે.

એ વાતસત્ય છે કે એચ.આઈ.વી (
HIV) અને સારીરિક સબંધ વિષે વ્યક્તિઓ થોડા ચિંતિત હશે. પરંતુ થોડી ચોક્કસ તકેદારી રાખવી. જેમ કે, દરેક શારીરિક સંબંધ રાખતી વખતે નિયમિત નિરોધ નો ઉપયોગ કરવો, એક બીજા ઉપર વિશ્વાસ રાખવો અને એક બીજા પ્રત્યે ની પોતાની જવાબદારી નિભાવવી. એચ.આઈ.વી (HIV) સાથે પણ દાંપત્ય જીવન શક્ય છે. જેમ અન્ય બીમારી નાં દર્દી જેમ કે ડાયાબીટીસ, અસ્થમા જેવી બીમારીના દર્દી અમુક કાળજી રાખીને સુખી દાંપત્ય જીવન માણી શકે છે. તેવી જ રીતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ પણ અમુક કાળજી રાખીને સુખદ દાંપત્ય જીવન માણી શકે છે.

(૪) સિરોસોર્ટીંગ એટલે શું ?

        સિરોસોર્ટીંગ નો અર્થ થાય છે કે સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ પોતાના જીવનસાથી ની પસંદગી વખતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ ની શોધ કરતા હોય છે. જો બંને વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) હોય તો પણ નિયમિત નિરોધ નો ઉપયોગ કરવો જરૂરી છે. જે અન્ય ગુપ્ત રોગો સામે રક્ષણ મેળવવા માટે જરૂરી છે.

        પોતે અને પોતાના જીવનસાથી ને સ્વસ્થરહેવા માટે પોતાના જીવનસાથી સાથે સુરક્ષિત જાતીય સબંધ વિષે ચર્ચા કરવી જોઈએ. તેને માટે જરૂરી પગલાં લઇ શકાય છે.આ બાબતે મુંજવતા સવાલો માટે પોતાના ડોક્ટર કે કાઉન્સેલર સાથે ચર્ચા કરો.


(૫) મિક્સ સ્ટેટ્સનનો શું અર્થ થાય છે ?

        મિક્સ સ્ટેટ્સ કપલનો અર્થ થાય છે કે પતિ પત્ની બે માંથી કોઈ એક ને એચ.આઈ.વી (HIV) નો ચેપ હોય અને બીજા ને એચ.આઈ.વી (HIV) નો ચેપ ન હોય. મિક્સ સ્ટેટ્સ ને સિરો ડીસ્કોરડન્ટ કપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિક્સ સ્ટેટ્સ કપલ ને અમુક અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને શારીરિક સબંધ રાખવા બાબતે.

        દરેક કપલે એક બીજાને ગુપ્ત રોગો થી મુક્ત રાખવાની જરૂર છે. તેમને એચ.આઈ.વી (HIV) નો ચેપ હોય કે ન હોય. મિક્સ સ્ટેટ્સ કપલ માં આ માટે સતત જોખમ રહેલું છે. જો પુરતી કાળજી ન રાખવામાં આવેતો તે બંને વ્યક્તિ વચ્ચે ચિંતા નો વિષય બની જાય છે.

(૬) બંને જીવનસાથી વચ્ચે ચર્ચા ની શું જરૂરીયાત હોય છે ?

        કોઈ કપલ મિક્સ સ્ટેટ્સ કપલ હોય તો તે અત્યંત જરૂરી છે કે આ બંને વચ્ચે શારિરીક સબંધ બાબતે અને તેની સાથે જોડાયેલ ચિંતા કે મુંજવણો વિષે નિયમિત સમયાંતરે ચર્ચા થાય. જો કોઈ એક નાં એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત આવવાને કારણે બંને એક બીજા સાથે શારીરિક સબંધ બાંધવામાં પહેલા જેટલા સહજ ન પણ રહી શકો. તેનું મુખ્ય કારણ છે ચિંતા અને અમુક ગેરસમજ. આમ છતાં પણ  કોઈ પણ પ્રકારની ચિંતા વગર એક બીજાનો સ્પર્શ, ભેટવું કે ચુંબન કરી શકાય છે. જેમાં ચેપ લાગવાનું કોઈ જોખમ નથી હોતું અને એક બીજાની નિકટતા પણ જળવાઈ રહેશે. ઘણા લોકો એચ.આઈ.વી (HIV) ના ડર થી સંપૂર્ણ પણેશારીરિક સબંધ, સ્પર્શ, ભેટવું કે ચુંબન થી દુર રહેતા હોય છે. પરંતુ આવું કરવાથી સબંધો માં નુકશાન થઇ શકે છે. સમય જતા એક બીજાની શારીરિક સબંધ વિશેની સમજ કે જરૂરીયાત બદલાઈ પણ શકે છે. ઘણી વાર આવી સમસ્યાઓનો ઉકેલ એક બીજા સાથે ચર્ચા કરવાથી આવી જતો હોય તો અમુક કિસ્સાઓ માં ડોક્ટર ની મદદ પણ લઇ શકાય છે.

(૭) સુરક્ષિત શારીરિક સબંધ એટલે શું ?


વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે નિયમિત નિરોધનો યોગ્ય રીતે ઉપયોગ કરી શારિરીક સબંધો રાખી શકે છે. નિરોધ એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ આપશે. નિયમિત અને યોગ્ય રીતે નિરોધ નો ઉપયોગ કરવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ ફેલાવાનું જોખમ નહીવત કરી શકાઈ છે. કોઈ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ  દવા (MEDICINE) નિયમિત રીતે લેતા હોય તો તેમના લોહી માં વાયરસનું પ્રમાણ ખુબ ઓછુ થઇ જાય છે. જેના કારણે તેમના થી બીજા વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) ફેલાવાની શક્યતા ૯૬% જેટલી ઘટાડી શકાય છે. જો નિયમિત દવા (MEDICINE) અને નિરોધ બંને ની મદદ લેવામાં આવે તો એચ.આઈ.વી (HIV) નો ચેપ ફેલાવાની કોઈ શક્યતા નથી રહેતી.

No comments:

Post a Comment