Monday 19 September 2016

એચ.આઈ.વી નું નવું નિદાન : કોને જાણ કરશો

એચ.આઈ.વી (HIV)વ્યક્તિઓ અને તેમના બાળકો

        એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિ પોતાન બાળકોને એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત હોવા ની જાણ કઈ રીતે કરશે?

        આ માટે નો કોઈ એક ચોક્કસ રસ્તો આદર્શ રસ્તો નથી. દરેક બાળકો અલગ અલગ રીતે આ વાત સાંભળીને અલગ અલગ પ્રતિક્રિયા આપતા હોય છે અમુક સંજોગો બતાવે છે કે વ્યક્તિ એચ.આઈ.વી (HIV)નાં ચેપની પોતાના બાળકોને જાણ કરવી વધારે ફાયદા કારક છે નહી કે છુપાવવી. જો કોઈ વ્યક્તિ બીમાર રહેતા હોય તો તેમના બાળકોને પહેલા થી અંદાજો હોય જ છે કે તમને કઈંક બીમારી છે. પોતાના  બાળક થી એચ.આઈ.વી (HIV)નો ચેપ વ્યક્તિને વધારે ચિંતા યુક્ત બનાવશે. પોતાના બાળકોને કહેવું કે તે પરિવાર નાં અન્ય સભ્યો થી વાત છુપાયેલ રાખે તે પણ નુકશાન કારક સાબિત થાય શકે છે. અને અમુક વખત આને કારણે તેમના વર્તન અને સ્વભાવ માં ફેરફાર થતો જોવા મળતો હોય છે. ઘણા બાળકો સ્વાભાવિક રીતે જ કોઈ પણ તકલીફ વગર આરામથી આ વાત સ્વીકારી શકતા હોય છે. જયારે અમુક બાળકોને આ સમાચાર સાથે અનુકુળ થવા માટે થોડો સમય લાગતો હોય છે.

બાળકોને એચ.આઈ.વી (HIV)વિષે જાણ કરવી

        બાળકોને એચ.આઈ.વી (HIV)સામે રક્ષણ આપવા એચ.આઈ.વી (HIV)ની જાણ કરવી જરૂરી  છે. મોટાભાગ ના બાળકોએ એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) વિષે સાંભળેલું હોય છે પરંતુ તેમના વિષે ચોક્કસ માહિતી હોતી નથી. એચ.આઈ.વી (HIV)હોય કે ન હોય પરંતુ પોતાના બાળકો સાથે એચ.આઈ.વી (HIV)વિષે ચર્ચા કરવી તે બાળકોને એચ.આઈ.વી (HIV)સામે બચાવવા માટે મહત્વનો ફાળો આપશે. જો પોતાના બાળકને વ્યક્તિએ એચ.આઈ.વી (HIV)વિષે ની જાણ કરવાનું વિચારે તો એ વ્યક્તિ અને તે બાળક માટે ઉત્તમ તક છે કે બાળક એચ.આઈ.વી (HIV)થી કઈ રીતે સુરક્ષિત રહી શકે અને એચ.આઈ.વી (HIV)થી બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તેનાં વિષે માહિતગાર થશે.

સાથી કર્મચારી અને કાર્ય સ્થળે

વ્યક્તિએપોતાના સાથી કર્મચારીને પોતાનાએચ.આઈ.વી (HIV)નાં ચેપ વિષે કહેવું તે સંપૂર્ણ રીતે પોતાની અંગત બાબત છે. સાથી ને કહેવું કે ન કહેવું તેના બંને ના ફાયદા અને ગેરફાયદા રહેલા છે. આથી પોતાના કર્મચારીને કહેતા પહેલાવ્યક્તિએ આ બાબતે ગંભીર રીતે વિચારવું અત્યંત જરૂરી છે. જાણ કરવાનો ફાયદો એ થઇ શકે છે કે વ્યક્તિને પોતાના સહકર્મચારી તરફ થી સાથ અને સહકાર મળે અને વ્યક્તિની સારવાર (TREATMENT) અને કાળજી માં મદદરૂપ થઇ શકે છે. જયારે બીજી તરફ એ પણ જોખમ  રહેલું છે કે સહ કર્મચારી તરફ થી વ્યક્તિ પ્રત્યે તેમનું વર્તન બદલાય જાય અને વ્યક્તિની અવગણના કરે. આ માટે વ્યક્તિ પોતેજ યોગ્ય નિર્ણય લઈ શકે કે વ્યક્તિએ પોતાના સાથી કર્મચારીઓને કહેવું જોઈએ કે નહિ. જો વ્યક્તિએ વિચારેલ હોય કે પોતાના સાથી કર્મચારીને જાણ કરવી છે તો શાંતિ થી વિચારવું કે કોને અને કેવી રીતે કહેવું જોઈએ તે નક્કી કરવું. શું વ્યક્તિએ પોતાના બોસ ને કહેવું જોઈએ?કાર્ય સ્થળ નાં દરેક લોકોને કહેવું જોઈએ કે અમુક લોકોને જ કહેવું જોઈએ? કોઈ ને પણ કહેતા પહેલા મનમાં આ વિષે આયોજન કરવું જરૂરી છે. જેથી બીજા વ્યક્તિને સાદી રીતે અને સરળતા થી વાત કરી શકાય.

શું પોતાના એચ.આઈ.વી (HIV)ચેપ વિષે કોઈ ને કહેવું જોઈએ ?

        વ્યક્તિએ પોતાનાએચ.આઈ.વી (HIV)ચેપ વિષે દરેક જાતીય સબંધ ધરાવતા સાથીદાર ( હાલના અને જુના ) ને જાણ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિને આ જાણ કરવામાં સંકોચ થતો હોય તો તમારા ડોક્ટરને વાત કરી શકો છો. ડોક્ટર જે તે વ્યક્તિને તમારા નામ ની જાણ કર્યા વગર તમારી સાથે જાતીય સબંધ ધરાવનાર સાથીદાર ને જાણ કરશે. વ્યક્તિએ પોતે સાથીદાર ને જાણ કરવી એ સહેલું નથી માટે વ્યક્તિએ ડોક્ટર ની મદદ લેવી જોઈએ. આપના ડોક્ટર મદદ કરશે.

એચ.આઈ.વી (HIV)વિષે પોતાના વિશ્વાશું લોકો જેમ કે પરિવારના સભ્યો, મિત્રો કે બાળકોને કહો ત્યારે કોઈ ને તમારા એચ.આઈ.વી (HIV)ના ચેપ વિષે ખબર પડી જશે તે પ્રકારની ચિંતા માંથી મુક્ત થઈ જવાય છે. જે વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય માટે મદદરૂપ થશે. એચ.આઈ.વી (HIV)ના ચેપ વિષે કોઈ વ્યક્તિ  જે જે ડોક્ટર પાસે થી વિવિધ બીમારી માટે વિવિધ નિષ્ણાંતો ની સલાહ કે સારવાર (TREATMENT) લેતા હોય તેમને પોતાના એચ.આઈ.વી (HIV)ની બીમારી વિષે જાણ કરવી ખુબ જ જરૂરી છે. જેથી વિવિધ ડોક્ટર યોગ્ય નિદાન કરીને યોગ્ય સારવાર (TREATMENT) આપવામાં મદદરૂપ થઈ શકે.

વ્યક્તિએ પોતાના એચ.આઈ.વી (HIV)ની તકલીફ વિષે કોઈને જાણ કરતાં પહેલા નીચે મુજબ ની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

·         જેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય અને પોતાની તકલીફ માં મદદ કરી શકે તેવા વ્યક્તિઓને કહી શકાય જેમ કે આપના જીવનસાથી, પરિવારના અન્ય સભ્ય, મિત્ર કે સહ કર્મચારી.

·         આ વ્યક્તિ સાથે પોતાના કયા પ્રકારના સંબંધો છે? એમને કહેવાના ફાયદા અને ગેરફાયદા શું શું થઈ શકે છે.

·         શું આ બાબત મહત્વની છે કે જેથી તે આપની કેટલી અને કયા પ્રકારની મદદ કરશે તે માટે નિર્યણ કર્તા છે.

·         તમે આ વ્યક્તિ ને શું અને કેટલી બાબતો જણાવવા માંગો છો. અને આ વ્યક્તિ પાસેથી તમે કયા પ્રકારની મદદ ની આશા રાખો છો.

·         આ વ્યક્તિનું એચ.આઈ.વી (HIV)વિશે કેટલું જ્ઞાન છે અને એચ.આઈ.વી (HIV)વિશે માટે તેમનો દ્રષ્ટિકોણ શું છે?

·         જે લોકો ને પોતે કહેવા માંગાતા હોઈ તેમના માટે વિચારવું કે એ વ્યક્તિને અત્યારે કહેવું જોઈએ કે પછી.

(૧) પરિવાર

પરિવાર ને કહેવા માટે નો કોઈ એક ચોક્કસ આદર્શ માર્ગ નથી. દરેક પરિવારમાં વાત-ચીત અને ચર્ચા કરવા માટે ની પદ્ધતિ અલગ-અલગ હોય  છે. દરેક પરિવારમાં મુશ્કેલી સામે લડવાની પદ્ધતિ અલગ-અલગ હોય  છે. જો કોઈનો પરિવાર ધારણા કે માન્યતા કરતા વિરુદ્ધ દિશામાં વર્તે તો યાદ રાખવું  કે પહેલી પ્રતિક્રિયા કાયમી નથી હોતી. સમય સાથે તેમાં બદલાવ આવશે અને મદદરૂપ થવાની શક્યતા ખુબ વધારે હોયછે. પોતાના પરિવારના સભ્યોની પોતાના એચ.આઈ.વી (HIV)વિષેની લાગણીને સ્વીકારવી લાભ દાયક થશે કારણ કે એ એક હકીકત છે કે પોતે અને પોતાના પરિવારને આ સત્ય સાથે આગળ જીવન ચલાવવાનું છે.

વ્યક્તિએ પોતાના પરિવારને એચ.આઈ.વી.વિશે જાણ કરવું બહુ અઘરૂ હોય શકે પરંતુ સંશોધનો કહે છે કે જે લોકો તેમની એચ.આઈ.વી (HIV)ના ચેપ વિશે પોતાના પરિવારને કહે છે તેમના માં એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) ની અસર વઘુ સારી જોવા મળે છે અને વધુ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે છે. આનું કારણ એ છે કે જે લોકો પોતાના પરિવારને જાણ કરે છે તેમને પોતાના પરિવાર તરફથી સારવાર (TREATMENT) માં અને માનસિક રીતે આધાર મળી રહે છે. એચ.આઈ.વી (HIV)જેટલી મોટી વાત છુપાવવી કોઈ પણ વ્યક્તિ માટે તથા પરિવાર માટે સંબંધો ને સરળ અને આગળ ચલાવવા બહુ જ મુશ્કેલ હોય છે. પોતાના પરિવારને જાણ કરવી એ સૌથી વધારે લાભદાયી નિવડી શકે છે. આના કારણે પરિવાર સાથેની એક-બીજા માટેની સમજણ અને સ્વીકૃતિ માં વધારો થશે.

આ માટે વ્યક્તિએ ડોક્ટર, કાઉન્સેલર કે કોઈ વ્યક્તિ કે જેમને આપના એચ.આઈ.વી (HIV)વિશે ની જાણ છે તેમની મદદ લઈને પોતે પોતાના પરિવાર ના સભ્ય ને સરળતા પૂર્વક જાણ કરી શકાય.

(૨) મિત્રોને

        મિત્રો મિત્ર  વિશે ઘણું જાણતા હોય  છે. શું પોતાના મિત્રને એચ.આઈ.વી.ની જાણ કરવી જોઈએ?

મિત્ર સૌથી મોટો આધાર સાબિત થઇ શકે છે. વ્યક્તિએ એચ.આઈ.વી (HIV)સાથે ના જીવન માટે વ્યક્તિને એવું પણ લાગશે કે એચ.આઈ.વી (HIV)વિશેની જાણ કર્યા પછી પોતાની મિત્રતા વધુ ગાઢ બની છે. એ પણ ફક્ત વ્યક્તિ પોતે જ નક્કી કરી શકે છે કે પોતે કયા મિત્ર ને અને ક્યારે કહેવું જોઈએ. વ્યક્તિ જયારે કોઈ મિત્રને કહેવા માટે નું વિચારી રહ્યા હોય  ત્યારે વ્યક્તિએ નક્કી કરવું જોઈએ કે પોતે  શા માટે મિત્રને કહેવું છે. જો પોતાને ખુબ અંગત બાબતમાં વિશ્વાસ દાખવી આપણે મદદ કરી હતી. જો કોઈ વ્યક્તિને એવું લાગતુ હોય કે મારો આ મિત્ર મને મદદ કરી શકશે. અને વ્યક્તિના મનનો જવાબ હા હોય તો જ વ્યક્તિએ પોતાના મિત્રો ને કહેવું જોઈએ.

જયારે પણ કોઈ મિત્ર ને પહેલી વાર વાત કરવામાં આવે ત્યારે ધ્યાન રાખાવું કે શાંત ચિત્તે, શાંત જગ્યા પર આરામથી પૂરતા સમયની સાથે એક બીજા સાથે વાતચીત અને ચર્ચા કરવી શક્ય હોય ત્યારે જ વાત કરાવી જોઈએ. પોતાના મિત્રની પ્રતિક્રિયા માટે તૈયાર રહેવું પણ જરૂરી છે. મિત્ર ની પ્રતિક્રિયા પણ આપ જયારે પ્રથમ વખત નિદાન સમયે જે પ્રતિક્રિયા આપેલ તેજ પ્રકાર ની હોય શકે. મિત્ર નાં પ્રશ્નોના જવાબ માનસિક રીતે તૈયારી રાખવા. આ વ્યક્તિ માટે પણ એક તક છે કે મિત્રને પણ એચ.આઈ.વી (HIV)સબંધિત સામાન્ય જ્ઞાન વિષે માહિતગાર કરી શકાય છે અને તેમની ચિંતા માં પણ ઘટાડો કરવામાં પણ મદદરૂપ થઇ શકાય છે.

વ્યક્તિ પોતાની સાથે એચ.આઈ.વી (HIV)સબંધિત આર્ટીકલ્સ કે પુસ્તક પણ સાથે રાખી શકે છે. જો  મિત્રના દરેક સવાલ નાં જવાબ માટે તૈયાર નથી એવું અનુભવતા હોય તો પોતાના મિત્રને પણ ડોક્ટરની મુલાકાત દરમ્યાન સાથે લઈ જઈ શકાય છે.

(૩) અન્ય ડોક્ટરને

        એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિને એક કરતા વધારે તકલીફ માટે એચ.આઈ.વી (HIV)ના નિષ્ણાંત ડોક્ટરની સાથે અન્ય કોઈ ડોક્ટરની પણ મુલાકાત લેવા માટેની જરૂરીયાત પણ ઉભી થઈ શકે છે.  વ્યક્તિને જ્યારે પણ અન્ય કોઈ ડોક્ટર ની સારવાર (TREATMENT) માટે મુલાકાત લેવાનુ થાય ત્યારે ડોક્ટર ને પોતાના  એચ.આઈ.વી (HIV)ની બીમારી માટે અને અન્ય તકલીફ માટે હાલમાં ચાલતી દરેક દવા (MEDICINE)ઓ સાથે લઇ જવી જોઈએ. એચ.આઈ.વી (HIV)ના ડોક્ટર ની ફાઈલ, રીપોર્ટ અને દવા (MEDICINE) સાથે લઈ જવા ઉત્તમ રહેશે.વ્યક્તિએ પોતે  હાલની બીમારીના નિદાન માટે પોતાના જુના એચ.આઈ.વી (HIV)ના ચેપ અને તેને સબંધિત ચાલતી દવા (MEDICINE) વિશે ડોક્ટરને જાણ કરવી જરૂરી છે. જેનો ઉપયોગ કરી ડોક્ટર વ્યક્તિની હાલની બીમારીનું યોગ્ય નિદાન કરી શકે અને  નવી દવા (MEDICINE) આપતી વખતે એ વાતનો પણ ખ્યાલ રાખી શકે કે આ વ્યક્તિની એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) ચાલે છે. તેમાં કોઈપણ રીતે બાધારૂપ ન થાય. કોઈ પણ દર્દી એ પોતાના એચ.આઈ.વી (HIV)નું નિદાન કોઈ પણ પ્રકારના ડોક્ટરની સારવાર (TREATMENT) દરમ્યાન  છુપાવવું જોઈએ નહિ.

(૪) પોતાનાજીવનસાથી અથવા પોતાની સાથે જાતીય સબંધ ધરાવતા સાથીદારને
       
·         એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિએ પોતાના જીવનસાથી અથવા અન્ય કોઈ સાથે જાતીય સબંધ ધરાવતા સાથીદારને એચ.આઈ.વી (HIV)વિશે જાણ કઈ રીતે કરશો.

·         મોટા ભાગના એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિ ને ભય હોય છે કે જો તે તેમના સાથીને તેમના એચ.આઈ.વી (HIV)ના ચેપ ની જાણ કરે તો પોતાનું મહત્વ ઓછુ થઇ જશે અથવા તો તેમના સાથી તેમને છોડી દેશે. આ એક સર્વ સામાન્ય પ્રકારની લાગણી અને ભય જોવા મળે છે. વ્યક્તિને તેમના સાથી સાથે પછતાવા, શરમ કે તેમની પ્રતિક્રિયા વિષે ચિંતા હોય શકે.

·         પોતાના સાથીને જાણ કરવી તે કોઈ એક ક્ષણ માં ન થઇ શકે. આ માટે પોતે અનેક વખત એક બીજા સાથે વાર્તાલાપ કરવો જરૂરી છે. સમય જતા વ્યક્તિને તેમના સાથી એચ.આઈ.વી (HIV)ના ચેપ વિશે યોગ્ય રીતે સમજી શકશે અને વ્યક્તિને આ તકલીફમાં મદદરૂપ થશે. શક્ય હોય ત્યાં સુધી કોઈપણ માહિતી વ્યક્તિએ પોતાના સાથી સાથે છુપાવવી જોઈએ નહિ.
·         વ્યક્તિએ પોતાનાજીવનસાથી સાથે એકાંતમાં, શાંત પરંતુ બંને માટે અનુકુળ જગ્યા અને સમય હોય તે રીતે વાત કરવી જોઈએ.

·         પોતાના સાથીને કહો કે તમારે તેમની સાથે એક મહત્વ પૂર્ણ વિષય પર વાત કરવી છે.
·         પોતાના એચ.આઈ.વી (HIV)ના નિદાન વિશે ચોખ્ખા શબ્દોમાં વાત કરવી જોઈએ અને એચ.આઈ.વી (HIV)સાથે જીવન નો શું અર્થ થાય તે સમજાવવો જોઈએ.

·         જ્યાં સુધી પોતે એચ.આઈ.વી (HIV)અને તેની સાથે જીવન નો અર્થ પૂરી રીતે સમજ્યા ન હોય ત્યાંસુધી પોતાનાજીવનસાથી સાથે આ મુદ્દા પર વાત ન કરવી જોઈએ.

·         વ્યક્તિ પોતાની પાસે એચ.આઈ.વી (HIV)સબંધિત પ્રિન્ટેડ આર્ટીકલ કે કોઈ પુસ્તક સાથે રાખી શકે છે કે જે પોતાના સાથી ને મુંજાવતા પ્રશ્નો નો જવાબ આપવા માં ખુબ મદદરૂપ થઇ શકે છે.
·         પોતાના કોઈ સાથી ને પણ અસુરક્ષિત જાતીય સબંધથી એચ.આઈ.વી (HIV)લાગેલ હોય તેની ખાત્રી કરવા માટે તેમનો એચ.આઈ.વી (HIV)નો રીપોર્ટ કરાવવા ના મહત્વ વિષે સમજાવો. અને તેનો રીપોર્ટ કરવામાં મદદરૂપ થવું જોઈએ.

·         પોતાના સાથીને જાણ કરવામાં વ્યક્તિ પોતાને અસક્ષમ માનતા હોય તો વ્યક્તિએ પોતાના  ડોક્ટરની કે કાઉન્સેલર ની મદદ લેવી જોઈએ.

·         વ્યક્તિએ પોતાના સાથીને અચૂક પણે એચ.આઈ.વી (HIV)ની જાણ કરવી જ જોઈએ. જો પોતાના  સાથી પણ એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત હોય તો તેમની પણ સમયસર સારવાર (TREATMENT) શરૂ થઈ શકે.


·         પોતાના સાથી ને એચ.આઈ.વી (HIV)ન હોય તો તેમને એચ.આઈ.વી.થી બચવવા ના જરૂરી પગલાઓ પર વિચારી ને તેમને લાગુ કરી શકે. જો સાથી નો રીપોર્ટ એચ.આઈ.વી (HIV)નેગેટીવ આવે તો પણ ૩ મહિના પછી ફરીથી તેમનો એચ.આઈ.વી (HIV)નો રીપોર્ટ કરાવવો જોઈએ. વ્યક્તિના  એચ.આઈ.વી (HIV)ના નિદાન પછી દરેક શારીરિક સબંધ વખતે દરેક વ્યક્તિઓ સાથે કોન્ડોમ (CONDOM)નો ઉપયોગ કરવો જોઈએ.પોતાના કોઈ પણ સાથી એચ.આઈ.વી (HIV)પોઝીટીવ આવે કે એચ.આઈ.વી (HIV)નેગેટીવ આવે તો પણ દરેકવખતે નીયમિત કોન્ડોમ (CONDOM)નો ઉપયોગ કરવો જ જોઈએ.

No comments:

Post a Comment