Monday 19 September 2016

એચ.આઈ.વી નું નવું નિદાન અને લેબોરેટરી તપાસ

સી.ડી.૪ ની સંખ્યા, સી.ડી.૪ એટલે શું ?

        સી.ડી.૪ ની સંખ્યા એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ દર્શાવે છે. જયારે આપના શરીર માં કોઈ પણ પ્રકાર ના સુક્ષ્મ જીવો જેવા કે બેક્ટેરિયા, વાયરસ કે અન્ય જીવણું પ્રવેશે છે ત્યારે આ સી.ડી.૪ નાં કણો કાર્યરત થઇ આ સુક્ષ્મ જીવો સામે લડે છે અને આપણા શરીરને બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. સાદી ભાષામાં કહીએ તો આ સી.ડી.૪ કણ આપણા શરીર નાં સૈનિકો છે. અને આ સુક્ષ્મ જીવો આપણા શરીર નાં દુષ્મનો છે.

        એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) માં સી.ડી.૪ કણ ની સંખ્યાનું ખુબ મહત્વ છે. સામાન્ય વ્યક્તિમાં સી.ડી.૪ ની સંખ્યા ૪00 થી ૧૫૦૦ હોય છે. જયારે સી.ડી.૪ ની સંખ્યા ૫૦૦ થી ઓછી થવા માંડે છે ત્યારે વ્યક્તિને એચ.આઈ.વી (HIV)સબંધિત લક્ષણો અને બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. સી.ડી.૪ ની સંખ્યા ૫૦૦ કરતા ઘટે ત્યારે જો કોઈ પણ પ્રકારની તકલીફ કે લક્ષણો ન હોય તો પણ વ્યક્તિએ એચ.આઈ.વી (HIV)માટેની દવા (MEDICINE) શરૂ કરી દેવી જોઈએ. હાલના સંસોધન બતાવે છે કે સી.ડી.૪ ની સંખ્યા કોઈ પણ હોય છતાં પણ દરેક એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિ એ એચ.આઈ.વી (HIV)નું નિદાન થતા એચ.આઈ.વી (HIV)માટે ની સારવાર (TREATMENT) ચાલુ કરી દેવી જોઈએ.

·         જયારે સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી થઇ જાય અને અન્ય કોઈ ગંભીર બીમારી લાગુ પડે તો વ્યક્તિને એઇડ્સ (AIDS) થયો તેમ કહેવાય.

·         સી.ડી.૪ ની સંખ્યા દરરોજ બદલતી હોય છે એક જ દિવસ માં સવાર, બપોર અને સાંજ ના સમયે  પણ સી.ડી.૪ ની સંખ્યા બદલતી રહે છે.

·         અન્ય પ્રકારની બીજી બીમારીની હાજરી કે ગર્ભાવસ્થા દરમ્યાન પણ સી.ડી.૪ ની સંખ્યા સામાન્ય કરતા પણ ઘટી જાય છે.

·         દરેક એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિએ પોતાના સી.ડી.૪ દર ૩ થી ૬ મહિના ના સમયગાળા ના અંતરે કરાવવી જોઈએ.

·         સારવાર (TREATMENT) ની સાથે જો સી.ડી. ૪ ની સંખ્યા વધતી જતી હોય તો તે બતાવે છે કે સારવાર (TREATMENT) યોગ્ય દિશા માં જઈ રહી છે. અને દવા (MEDICINE) અસર કરી રહ્યી છે, અને એચ.આઈ.વી (HIV)ની બીમારી પર કાબુ આવી રહ્યો છે.

·         જો સી.ડી.૪ ની સંખ્યા ઘટતી જતી હોય અને દવા (MEDICINE) શરૂ ન હોય તો તુરંત એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) શરૂ કરી દેવી જોઈએ.

·         જો સી.ડી.૪ ની સંખ્યા દવા (MEDICINE) શરૂ હોવા છતાં પણ ઘટતી જતી હોય  તો દવા (MEDICINE)નું રેસિસ્ટીંગ ( Drug Resistance ) અથવા સારવાર (TREATMENT) ફેઇલર ( Treatment Failure ) વિષે ચકાસણી કરવી જરૂરી છે.

·         જો સી.ડી.૪ ની સંખ્યા ૨૫૦ કરતા ઓછી હોયતો અમુક ગંભીર બીમારી થી બચી શકાય તેવી કો-ટ્રાઇમેક્ઝોઝલ ( co- trimaxozale ) નામની દવા (MEDICINE) આપવામાં આવે છે.

રેસિસ્ટન્સ ટેસ્ટ (TEST)
       
અમુક કિસ્સા માં દવા (MEDICINE) લેવા છતાં પણ શરીર માં વાયરસ પર કાબુ મેળવી શકતો નથી. અને વાયરસ ની સંખ્યામાં સતત વધારો થતો રહે છે અને સી.ડી.૪ ની સંખ્યામાં સતત ઘટાડો થતો રહે છે. જેનું  કારણ એ છે કે એચ.આઈ.વી (HIV)ના વાયરસ પર દવા (MEDICINE)ની અસર ઓછી થાય જવી કે બિલકુલ બંધ થઇ જવી. જેને વૈજ્ઞાનિક ભાષમાં રેસિસ્ટન્સ કહેવામાં આવે છે. આ રેસિસ્ટન્સ ને ચકાસવા માટે જે રીપોર્ટ કરવામાં આવે છે તેને રેસિસ્ટન્સ ટેસ્ટ (TEST) કહેવામાં આવે છે. આ ટેસ્ટ (TEST) માં આશરે ૨૦ જેટલી દવા (MEDICINE)ઓનું વાયરસ પર લેબોરેટરી (LABORATORY) માં પરીક્ષણ કરવામાં આવે છે. એ તપાસ (TEST)વામાં આવે છે કે આ ૨૦ દવા (MEDICINE)ઓ માંથી કઈ દવા (MEDICINE) વાયરસ પર અસર કરે છે અને કઈ દવા (MEDICINE) વાયરસ પર અસર કરતી નથી.આ રીપોર્ટના આધારે જે દવા (MEDICINE) એચ.આઈ.વી (HIV)ના વાયરસ પર અસર કરતી હોય છે. તેમાંથી ત્રણ કે તેથી વધુ દવા (MEDICINE) ની પસંદગી કરીને દર્દી ને આપવામાં આવે છે. દવા (MEDICINE)નું રેસિસ્ટન્સ આવાવાના મુખ્યત્વે બે કારણો હોય છે.

. સારવાર (TREATMENT) યોગ્ય રીતે પૂરતા સમયમાં કે નિયમિત ન લેવાના કારણે

. એચ.આઈ.વી (HIV)ના વાયરસ સતત પોતાનું રૂપ બદલતા રહે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં મ્યુટેશન કહેવામાં આવે છે.

રેસિસ્ટન્સ થતું અટકાવવું

        રેસિસ્ટન્સ થવાની શક્યતા ઘટાડી શકાય છે. આ માટે વાયરસ ની સંખ્યામાં વૃદ્ધિ  થતી અટકાવવી જોઈએ. આ વાયરસ ની વૃદ્ધિ અટકાવવા માટેનો સૌથી સરળ અને અસરકારક રસ્તો એન્ટી રીટ્રોવાયરલ દવા (MEDICINE)નું સેવન નિયમિત અને સમયસર કરવું જરૂરી છે.

        રેસિસ્ટન્સ ટેસ્ટીંગ  (TESTING) થોડી ખર્ચાળ તપાસ (TEST) છે જેનો સામાન્ય રીતે ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ રૂપિયા નો ખર્ચ થતો હોય છે. આ ટેસ્ટ (TEST)નો રીપોર્ટ આવવા માટે ૧૫ થી ૨૦ દિવસ નો સમય લાગે છે.

અન્ય જરૂરી લેબોરેટરી (LABORATORY) ની તપાસ (TEST)

જો એચ.આઈ.વી (HIV)નો રીપોર્ટ પોઝીટીવ આવે તો ડોક્ટર નીચે જણાવેલ તપાસો માંથી અમુક જરૂરી તપાસો કરાવવાનું કહેશે.

(૧) સી.ડી.૪ કણ ની સંખ્યા

સી.ડી.કણ ની સંખ્યાના આધારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વિષે અનુમાન લગાવી શકાય છે. સામાન્ય વ્યક્તિમાં એચ.આઈ.વી (HIV)ની ગેર હાજરીમાં આ સી.ડી.૪ ની સંખ્યા ૫૦૦ થી ૧,૫૦૦ હોય છે. આ સી.ડી.૪ ની સંખ્યા જેટલી વધારે તેટલી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી અને એચ.આઈ.વી (HIV)ના વાયરસ ઓછા. આ સી.ડી.૪ ની સંખ્યા જેટલી ઓછી તેટલી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી અને એચ.આઈ.વી (HIV)ની બીમારી વધારે. જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તકવાદી ચેપ લાગવાની શક્યતા ઘણી વધી જાય છે. જો આ સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી હોય અને અન્ય કોઈ ગંભીર બીમારી જેવી કે ટી.બી. કે કેન્સર હોય તો તેને એઇડ્સ (AIDS) છે એમ કહેવાય.

સી.ડી.૪ નું મહત્વ

·         સી.ડી ૪ ની સંખ્યાના આધારે બીમારી નું સ્ટેજ જાણવામાં મદદરૂપ થાય છે.

·         સી.ડી.૪ ની સંખ્યાના આધારે દવા (MEDICINE)ની શરૂઆત કરવાનો ખ્યાલ આવે છે.

·         દવા (MEDICINE)નું શરૂઆત કર્યા પછી દવા (MEDICINE)ની અસર અને બીમારી પર કાબુ વિષે ખ્યાલ મેળવી શકાય છે.
·         જો દવા (MEDICINE) શરૂ હોય અને સી.ડી ૪ ની સંખ્યા ઘટતી જતી હોય તો સારવાર (TREATMENT) ફેઈલયર હોય શકે છે. આમ સારવાર (TREATMENT) ફેઈલર વિષે અનુમાન લગાવી શકાય છે.

·         સી.ડી.૪ ની સંખ્યા ને આધારે એઇડ્સ (AIDS) છે કે નહિ તે નક્કી કરી શકાય છે.

·         સી.ડી.૪ ની સંખ્યાને આધારે અન્ય શક્ય તકવાદી ચેપો અને બીમારી વિષે અંદાજો લગાવી શકાય છે.

સી.ડી.૪ ની ટકાવારી

આ રીપોર્ટ થી જાણી શકાય છે. કુલ શ્વેત કણો માંથી કેટલા શ્વેત કણો સી.ડી.૪ છે. સી.ડી.૪ ની ટકાવારીમાં બે ટેસ્ટ (TEST) વચ્ચે દિવસના અલગ અલગ સમયની અસર ઓછી થાય છે.
ખાસ કરીને બાળકો કે જેમની ઉંમર પાંચ વર્ષ થી નાની છે તેમાં સી.ડી.૪ ની સંખ્યા ની જગ્યા પર સી.ડી.૪ ની ટકાવારી ને આધારે સારવાર (TREATMENT) અને અન્ય જરૂરી નિર્ણયો લેવામાં આવે છે.

(૨) વાયરલ લોડ
       
વાયરલ લોડ નો અર્થ થાય છે કે કોઈ એક એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિના એક મી.લી. (મિલી લીટર) લોહી માં સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV)ના કેટલા વાયરસ રહેલા છે. સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV)ના નિદાન સમયે વાયરલ લોડ ની સંખ્યા ૫૦ હજાર થી ૫ લાખ સુધીની જોવા મળે છે. અને એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) શરૂ કર્યાનાં ૬ મહિનાની અંદર વાયરલ લોડ undetectableએટલે લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST)માં વાયરસ દેખાશે નહિ. એનો અર્થ એવો બિલકુલ નથી કે વ્યક્તિ એચ.આઈ.વી (HIV)થી મુક્ત થઇ ગયો પરંતુ undetectable viral loadનો અર્થ ફક્ત એવો થાય છે કે વ્યક્તિ ના એક મી.લી. લોહીમાં વાયરસની સંખ્યા ૫૦ કરતા ઓછી થઇ જાય છે. જયારે એક મી.લી. લોહી માં વાયરસની સંખ્યા ૫૦ કરતા ઓછી થઈ જાય ત્યારે લેબોરેટરી (LABORATORY) રીપોર્ટ માં undetectable એમ દર્શાવવામાં આવે છે.





(૩) સી.બી,સી Complete Blood Count (CBC)
           
સી.બી.સી. નો રીપોર્ટ સામાન્ય રીતે સૌથી વધારે વખત કરવામાં આવતો રીપોર્ટ છે. આ રીપોર્ટ થી લોહીમાં રહેલ વિવિધ કણો જેમ કે શ્વેત કણો, રક્ત કણો, અને ત્રાક કણો ની તપાસ (TEST) કરાવવા માં આવે છે. આ ઉપરાંત હિમોગ્લોબીન ની તપાસ (TEST) જેનાથી લોહીની ટકાવારી જાણી શકાય. સી.બી.સી. નાં રીપોર્ટ ની મદદ થી શરીર માં લાગેલ ચેપ, પાંડુરોગ (લોહી ની ઉણપ) અને અન્ય બીમારી વિષે જાણી શકાય છે.

(૪) લીવર ફંકશન ટેસ્ટ  Liver Function Test (LFT)

આ ટેસ્ટ (TEST)ની મદદ થી લીવર ની ક્ષમતા વિષે ખ્યાલ આવે છે. આ તપાસ (TEST) થી લીવરની બીમારી તથા દવા (MEDICINE) ની આડ-અસરને લગતી માહિતી મેળવી શકાય છે.

(૫) રીનલ ફંકશન ટેસ્ટ Renal Function Test ( RFT )
       
આ તપાસ (TEST) ની મદદ થી કીડની ની કાર્ય ક્ષમતા વિષે ખ્યાલ આવે છે. આ તપાસ (TEST) થી કિડની ની બીમારી તથા દવા (MEDICINE) ની આડ-અસરને લગતી માહિતી મેળવી શકાય છે.

(૬) સીરમ કેમિસ્ટ્રી પેનલ Serum Chemistry Panel
           
જેમાં બ્લડ સુગર, ઇલેક્ટ્રોલાઈટ સોડીયમ, પોટેશિયમ અને ક્લોરીન જેવા રિપોર્ટનો સમાવેશ થાય છે. જેના આધારે શરીરમાં વિવિધ બીમારી અને દવા (MEDICINE) ની આડ-અસર વિષે ખ્યાલ આવી શકે છે.

(૭) ગુપ્ત રોગો Sexually Transmitted Disease  (STD)
           
આ ટેસ્ટ (TEST) થી ગુપ્ત રોગો જેવા કે સીફીલીસ , ગોનોરિયા અને કળેમડિયાજેવા રોગો ની તપાસ (TEST) કરવામાં આવે છે.

ગુપ્ત રોગોની હાજરીમાં તમારા થી તમારી સાથે જાતીય સબંધ ધરાવતા સાથીદાર ને ગુપ્ત રોગ ઉપરાંત એચ.આઈ.વી (HIV)લાગવા ની શક્યતા વધારે રહેલી છે.

(૮) પેપ સ્મીયર

        આ તપાસ (TEST) થી યોની માર્ગ અને ગુદા માર્ગની તપાસ (TEST) કરવામાં આવે છે.

        આ તપાસ (TEST)ની મદદ થી યોની માર્ગ અને ગુદા માર્ગ નાં કેન્સર થયા પહેલા અંદાજો લગાવી શકાય છે. શરૂઆતના તબક્કા માં જ તેની સારવાર (TREATMENT) કરવાથી કેન્સર થતું અટકાવી શકાય છે.એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત લોકોમાં યોની માર્ગ અને ગુદા માર્ગ નો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે.

(૯) Hepatitis A, B and C (કમળો)

        લોહીની તપાસ (TEST) થી હાલના કે જુના કામળા ના વિવિધ પ્રકાર એ, બી અને સી વિષે જાણી શકાય છે.

        એચ.આઈ.વી (HIV)ના દર્દીઓમાં  કમળા ની બીમારી નો ચેપ પણ વધારે જોવા મળે છે. આ તપાસ (TEST) ને આધારે કમળા માટેની સારવાર (TREATMENT) કરવાની જરૂર છે કે નહિ તે પણ જાણી શકાય છે.

(૧૦) લીપીડ પ્રોફાઈલ ( કોલેસ્ટેરોલ અને હાઈ ગ્લિસરાઈડ )

        આ ટેસ્ટ (TEST) ના આધારે લોહીમાં કોલેસ્ટેરોલ અને હાઈ ગ્લિસરાઈડ નું પ્રમાણ જાણી શકાય છે. જે હૃદય અને બ્લડ પ્રેશર માટે જોખમ કારણ છે.અમુક એચ.આઈ.વી (HIV)ની દાવાને કારણે કોલેસ્ટેરોલ અને હાઈ ગ્લિસરાઈડ માં વધારો થઇ શકે છે. જેના માટે સારવાર (TREATMENT) કરવાની જરૂરિયાત પડી શકે છે. અથવા તો દવા (MEDICINE) માં બદલાવ કરવો જરૂરી બને છે.


(૧૧) બ્લડ સુગર ( ડાયાબિટીશ )

આ રિપોર્ટ થી ડાયાબિટીશ છે કે નહિ તે જાણી શકાય છે. એચ.આઈ.વી (HIV)ની અમુક દવા (MEDICINE)થી અમુક દર્દી ઓ ને બ્લડ સુગર વધી શકે છે. તેમના માટે સારવાર (TREATMENT) કરવાની જરૂર ઊભી થઈ શકે છે





(૧૨) વાયરલ લોડ ( Viral Load )
       
વાયરલ લોડ નો અર્થ થાય છે કે એક મી.લી. ( મિલી લીટર ) લોહીમાં કેટલા વાયરસ રહેલા છે. વાયરલ લોડના રિપોર્ટ ને આધારે નક્કી કરવામાં આવે છે.વ્યક્તિને એચ.આઈ.વી (HIV)ની બીમારી કયા તબક્કામાં છે, ક્યારે એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ કરવી જોઈએ, અને વ્યક્તિની એચ.આઈ.વી (HIV)ની જે  દવા (MEDICINE) ચાલી રહ્યી છે. તે બરાબર કામ કરી રહ્યી છે. કે નહિ તેનું અનુમાન લગાવી શકાય છે. સી.ડી.૪ અને વાયરલ લોડ ને એક બીજા સાથે સીધો સંબંધ છે. જો વાઈરોલ લોડ ની સંખ્યા વધે તો રોગપ્રતિકારક શક્તિ સી.ડી.૪ ની સંખ્યા ઘટે તો અને જો વાઈરોલ લોડ ની સંખ્યા ઘટે તો રોગપ્રતિકારક શક્તિ સી.ડી.૪ ની સંખ્યા વધે. એક તંદુરસ્ત વ્યકિતે અને સફળ સારવાર (TREATMENT) માટે વાઈરલ લોડ નો રિપોર્ટ undetectabal એટલે એક મિ.લી. (મિલી લીટર ) લોહીમાં વાયરસ ની સંખ્યા ૫૦ હજાર કરતા ઓછી અને સી.ડી.૪ ની સંખ્યા શક્ય તેટલી વધારે એટલે કે ઓછામાં ઓછી ૫૦૦ હોવી જોઈએ.

વાઈરલ લોડ માં બદલાવ

        સમય સાથે વાઈરલલોડ માં બદલાવ થતો હોયછે. વાયરસ એચ.આઈ.વી (HIV)ના ચેપ લાગ્યા ને તરત પછી ટુંક સમયમાં વાઈરલ લોડ ની સંખ્યા લાખો જેમ કે ૫ થી ૧૦ લાખ દર ૧ મિલી (મિલી લીટર) લોહી માં હોયછે. જેની સામે વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિ (સી.ડી.૪ ના કણ) લડીને વાયરસ ની સંખ્યા શક્ય તેટલી ઓછી કરી દે છે. ચેપ લાગ્યા ના શરૂઆત નાં વર્ષો ઉદાહરણ તરીકે ૫ થી ૮ વર્ષ માટે તે તેની ન્યુનતમ સંખ્યા પર રહે છે. ત્યાર પછી વાયરસ ની સંખ્યામાં વધારો થવા લાગે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવા લાગે છે. અને નવા તકવાદી ચેપો અને અન્ય ગંભીર બીમારીની શક્યતા વધી જાય છે. આ તબક્કે એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ કરવી અત્યંત જરૂરી છે. નહિતર સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતાં ઘટી જશે અને અન્ય ગંભીર બીમારી જેમ કે ટી.બી. કે અન્ય બીમારી લાગી એઈડ્સની પરિસ્થિતિ ઉદ્દભવવાની શક્યતા રહે છે.

વાયરલ લોડ નો રીપોર્ટ ક્યારે ક્યારે કરાવવો જોઈએ

·         સૌ પ્રથમ એચ.આઈ.વી (HIV)નું નિદાન થાય ત્યારે
·         દર ૩ થી ૬ મહિના ના અંતરે
·         નવી દવા (MEDICINE) શરૂ કરતી વખતે
·         નવી દવા (MEDICINE) શરૂ કર્યાના ૨ થી ૮ અઠવાડિયા પછી
કોઈ એક વાયરલ લોડ ના રીપોર્ટ કરતા અમુક સમયના અંતરે કરાવેલ વાયરલ લોડ ના રીપોર્ટ માં વધારો કે ઘટાડો દર્શાવતા એક કરતા વધારે રીપોર્ટ દર્દીની સારવાર (TREATMENT) માટે વધારે ઉપયોગી છે.

વાયરલ લોડ નો રીપોર્ટ અને દવા (MEDICINE)ની શરૂઆત

        સામાન્ય રીતે દવા (MEDICINE) શરૂ કરવાનો નિર્ણય શરૂઆતનાસી.ડી.૪ ની સંખ્યાના આધારે કરવામાં આવતો હોય છે પરંતુ અમુક કિસ્સાઓ માં વાયરલ લોડ ના રીપોર્ટ નાં આધારે કરવામાં આવતા હોય છે. નવી શોધ પ્રમાણે એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) એચ.આઈ.વી (HIV)નું નિદાન થાય ત્યાર થી જ ચાલુ કરી દેવી જોઈએ. સી.ડી.૪ કે વાયરલ લોડ ને ધ્યાન માં રાખ્યા વગર. જેથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ને શક્ય તેટલું ઓછામાં ઓછુ નુકશાન થાય.

વાયરલ લોડ અને ચેપ


વૈજ્ઞાનિક સંસોધન બતાવે છે કે વાયરલ લોડ અને ચેપ ફેલાવાની શક્યતા વચ્ચે સીધો સબંધ હોય છે. વાયરલ લોડ જેટલો ઓછો હોય છે તેટલી જ બીજા વ્યક્તિ ને જાતીય સબંધ કે અન્ય રીતે ચેપ લાગવાની શક્યતા ઓછી હોય છે. વાયરલ લોડ નો રીપોર્ટ Undetectable હોય તો પણ એચ.આઈ.વી (HIV)નો ચેપ નહિ જ ફેલાય તેવી કોઈ ગેરેંટી હોતી નથી. કારણ કે વાયરલ લોડ નો રીપોર્ટ undetectable એટલે લેબોરેટરી (LABORATORY) ની તપાસ (TEST) માં પકડી શકાય તેમ ન હોય પણ વાયરસ વીર્ય, યોની સ્ત્રાવ અને માતાના દૂધમાં જોવા મળતા હોય છે. જેનાથી એચ.આઈ.વી (HIV)ફેલાવાની શક્યતા રહેલી હોય છે. આથી એચ.આઈ.વી (HIV)ન ફેલાય તેની તકેદારી વાયરલ લોડ Undetectableહોય તો પણ રાખવી પડતી હોય છે.

No comments:

Post a Comment