Monday 19 September 2016

એચ.આઈ.વી અને એઇડ્સ શું છે?

એચ.આઈ.વી. એક વાયરસ છે. જે ફક્ત માનવ શરીરઅને તેના અંગો માં જ જીવિત રહી શકે છે. એચ.આઈ.વી. વાયરસ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે. ઓછી રોગ પ્રતિકારક શક્તિને કારણે વ્યક્તિ પોતાને અન્ય ચેપ જન્ય રોગો સામે બચાવી શકતી નથી. જયારે એચ.આઈ.વી.ને કારણે રોગ પ્રતિકારક શક્તિ અને સી.ડી. ૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઘટી જાય અને શરીરમાં અન્ય ગંભીર પ્રકારની બીમારી થાય ત્યારે એઇડ્સ થયો છે એમ કહેવાય. દરેક એચ.આઈ.વી. ગ્રસ્ત વ્યક્તિને એઇડ્સ છે એમ ન કહી શકાઈ. પણ દરેક એઇડ્સ ધરાવતા વ્યક્તિને એચ.આઈ.વી.નો ચેપ લાગેલ હોય છે.
       
એચ.આઈ.વી ના વાયરસ અન્ય વાયરસ કરતા અલગ હોય છે. સામાન્ય રીતે મોટા ભાગના વાયરસ સામે લડવા માટે શરીર સક્ષમ હોય છે. થોડા સમય માં સામાન્ય વાયરસ સામે લડીને આપણું શરીરઆપણને વાયરસ મુક્ત કરતું હોય છે પરંતુ એચ.આઈ.વી.ના વાયરસ ખુબ શક્તિશાળી હોય છે. જેની સામે આપણું શરીર લડવા માટે સક્ષમ નથી હોતું. આથી એક વખત એચ.આઈ.વી.નો ચેપ લાગ્યા બાદવ્યક્તિ જીવનભર એચ.આઈ.વી. ગ્રસ્ત રહે છે.
       
એચ.આઈ.વી. ના વાયરસ દાખલ થયા પછી સામાન્ય રીતે ૮ થી ૧૦ વર્ષ સુધી કોઈ પણ પ્રકારના લક્ષણોઉત્પન્ન કર્યા વગર શરીર માં છુપાયેલા રહે છે. આ સમયગળા દરમ્યાન એચ.આઈ.વી. ના વાયરસ અવિરતપણે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિના કણ (સી.ડી. ) ને મારતા રહે છે. જયારે સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી થઈ જાય ત્યારે ધીમે ધીમે આપણું શરીર અન્ય રોગોનાં જંતુ સામે લડવા માટેની ક્ષમતા ગુમાવી બેસે છે. જેને કારણે આપણું શરીર અનેક બીમારી નો ભોગ બને છે. આ અંતિમ તબક્કા ને એઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે.


હાલમાં એચ.આઈ.વી. ને સંપૂર્ણ પણે મટાડી શકે તેવી કોઈ પણ સારવાર ઉપલબ્ધ નથી. પરંતુ યોગ્યા સારવાર થી વ્યક્તિ જીવનભર સ્વસ્થ અને સંપૂર્ણ પણે પોતાનું જીવન જીવી શકે છે.

No comments:

Post a Comment