Monday 19 September 2016

PEP પોસ્ટ એક્સપોઝર પ્રોફાલેક્સીસ અંગે વારંવાર પૂછાતા સવાલો અને તેના જવાબ

પી..પી. નો ઉપયોગ કોઈ એક જ વખતની જોખમી ઘટનાને કારણે એચ.આઈ.વી (HIV) ના ચેપ સામે રક્ષણ આપે છે. પી..પી શક્ય તેટલી વહેલી શરુ કરી દેવી જોઈએ. પરંતુ જોખમી પ્રવૃત્તિ ના ૭૨ કલાકની અંદર કરવી જરૂરી છે. તેના કરતા વધારે સમય પછી કરેલી પી..પી. થી કોઈ ફાયદો શક્ય નથી.
       
જો કોઈ વ્યક્તિને લાગતું હોય કે છેલ્લા ૭૨ કલાક માં એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતી કોઈ જોખમી પ્રવૃત્તિ કે ઘટના બનેલ હોય તો પી..પી. ની સારવાર (TREATMENT) તેમના માટે ઉપયોગી છે. પી..પી ની સારવાર (TREATMENT) લેવા માટે એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) નાં નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

(૧) પી..પી. એટલે શું ?

પી..પી. નો અર્થ પોસ્ટ એક્સપોઝર પ્રોફાલેક્સીસ થાય છે કે જેમાં શક્ય તેટલી વહેલી એચ.આઈ.વી (HIV)માટેની દવા (MEDICINE) લેવામાં આવે છે. પરંતુ કોઈ પણ જોખમી પ્રવૃત્તિ નાં ૭૨ કલાક ની અંદર એટલે કે જેથી વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ નહિવત કરી શકાય. આ દવા (MEDICINE) શરીર માં એચ.આઈ.વી (HIV) નાં વાયરસની વૃદ્ધિ અને ફેલાવો થતો અટકાવે છે. આમાં ત્રણ પ્રકારની દવા (MEDICINE)ઓ આપવામાં આવે છે જે ૨૮ દિવસ માટે લેવાની હોય છે. પી..પી થી ૧૦૦% રક્ષણ મળતું નથી. આથી પી..પી. દવા (MEDICINE) લેવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ નહિ જ લાગે તેવી ગેરેંટી આપવી શક્ય નથી.

(૨) શું પી..પી. કોઈ પણ લઈ શકે છે?

·         પી..પી. કોઈ પણ વ્યક્તિ લઇ શકે છે. કે જે ૭૨ કલાકની અંદર કોઈ ઘટના કે જેને કારણે એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ હોય. પી..પી. એવા લોકો માટે નથી કે જેને નિયમિત રીતે એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ રહેલ હોય. આ માટે એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર મદદ કરશે કે પી..પી. ની દવા (MEDICINE) લેવી જોઈએ કે નહિ.

·         સ્વાસ્થય સેવાથી જોડાયેલ કર્મચારીઓ જ્યારે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ નાં લોહી કે અન્ય જોખમી પ્રવાહીના સંપર્ક માં આવે છે ત્યારે પી..પી. આપવાની જરૂર છે કે નહિ તે ચકાસવામાં આવે છે. આના દ્વારા એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ ૧૦૦૦ માંથી ૩ વ્યક્તિઓને હોય છે. જે પી..પી. ની દવા (MEDICINE) લેવાથી નહીવત કરી શકાય છે. પરંતુ શૂન્ય માટે ગેરેંટી આપી શકાતી નથી.

·         પી..પી. સ્વાસ્થ્ય સેવા ઉપરાંત કોઈ એક જોખમી ઘટના કે જેમ નિરોધ વગર રાખેલ જાતીય સબંધ, નશાકારક દવા (MEDICINE)ઓ માટે સોય કે સિરીંજની અદલા બદલી કરવી કે બળાત્કાર જેવી દુ:ખદ ઘટના નો ભોગ બનેલ વ્યક્તિ ઓ માટે કરી શકાય છે. યાદ રાખો કે પી..પી નો ઉપયોગ ફક્ત સંભવિત જોખમી ઘટના પછી યોગ્ય સમયે જ કરી શકાય.

·         પી..પી. નો ઉપયોગ અન્ય અસરકારક વિષય વસ્તુઓ જેમ કે નિયમિત નિરોધ નો ઉપયોગ કરવો, દરેક સમયે નવી સિરીંજ કે સોય નો ઉપયોગ ના બદલામાં ન કરી શકાય.

·         જો સંભવીત જોખમી ઘટના પછી પી..પી. નો ઉપયોગ કરેલ હોય તો પણ એ ઘટનાનાં એક, ત્રણ અને છ મહિના પછી એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો જરૂરી છે. કારણ કે પી..પી દવા (MEDICINE)થી એચ.આઈ.વી (HIV) ની સામે ૧૦૦% રક્ષણ ની ગેરેંટી નથી હોતી.

·         જ્યાં સુધી છ મહિના નો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી વ્યક્તિ એ અસુરક્ષિત જાતીય સબંધો થી દુર રહેવું, રક્તદાન કરવું નહિ, માતા એ તેના બાળકને સ્તનપાન કરાવવું જોઈએ નહિ, ગર્ભાવસ્થાથી બચવું જોઈએ. અને સોય કે સિરીંજ નો તમારા માં ઉપયોગ થયા પછી અન્ય કોઈ વ્યક્તિમાં ઉપયોગ ન કરવો જોઈએ.

(૩) પી..પી. ક્યારે લેવી જોઈએ ?

પી..પી. શક્ય તેટલી વહેલી પરંતુ જોખમી પ્રવૃત્તિ કે ઘટના નાં ૭૨ કલાકની અંદર શરૂ કરી દેવી જોઈએ. જો પી..પી. ૭૨ કલાક પછી લેવામાં આવે તો તેનાથી નહીવત અથવા કોઈ પણ ફાયદો થતો નથી. એચ.આઈ.વી (HIV) ના વાયરસ શરીરમાં દાખલ થયા પછી તે અંગો માં ૭૨ કલાક સુધી તેમની સંખ્યામાં વધારો કરે છે. અને ૭૨ કલાક પછી શરીર નાં જુદા જુદા ભાગમાં ફેલાવો થાય છે.

જો એચ.આઈ.વી (HIV) ના વાયરસ થોડી સંખ્યામાં થોડા એવા કોષોમાં દાખલ થયા હોય તો પી..પી. તેને અટકાવી તેનો નાશ કરવામાં સક્ષમ છે. પરંતુ જો એચ.આઈ.વી (HIV) ના વાયરસ વધારે સંખ્યામાં વધારે કોષોમાં દાખલ થયા હોય તો પી..પી. નિષ્ફળ પણ થઇ શકે છે. એટલા માટે એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ પણ રહે છે.

(૪) શું પી..પી. ને કારણે કોઈ આડ-અસરો થવાનો ભય હોય છે ?
       
પી..પી. લેવી સુરક્ષિત છે. પી..પી. ને કારણે બિનગંભીર આડ-અસરો જેવી કે ઉલ્ટી, ઉબ્કા   કે એસીડીટી થઇ શકે છે. જેની દવા (MEDICINE) લઇ આ આડ-અસરો પર કાબુ મેળવી શકાય છે. પી..પી. ને કારણે કોઈ ગંભીર કે જીવલેણ આડ-અસરો થતી નથી.

(૫) પી..પી. ની દવા (MEDICINE) ક્યાંથી મળી શકે ?

પી..પી. ની દવા (MEDICINE) એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS)નાં નિષ્ણાંત ડોકટરો પાસેથી મેળવી શકાય છે.

(૬) જે લોકો વારંવાર નિરોધનો ઉપયોગ કર્યા વિના જાતીય સબંધ રાખતા હોય તો તેઓ વારંવાર પી..પી નો ઉપયોગ કરી શકે?


ના, જે લોકો વારંવાર જોખમી પ્રવૃત્તિ કરતા હોય તો વારંવાર પી..પી. નો ઉપયોગ કરવો યોગ્ય નથી. આવા કીસ્સાઓમાં નિતમિત પ્રેપનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે.

No comments:

Post a Comment