Monday 19 September 2016

એચ.આઈ.વી નું નવું નિદાન અને સારવાર


(૧) સારવાર (TREATMENT) નાં વિકલ્પો બિન એન્ટી રીટ્રોવાયરલ થેરાપી

·         એન્ટી રીટ્રોવાયરલ થેરાપીની સાથે અન્ય બિન એન્ટી રીટ્રોવાયરલ થેરાપી પણ એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિ ને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી થઇ શકે છે. જેમ કે પોષક તત્વો ની પુરતી, યોગા, પ્રાણાયામ,કસરત અને વ્યસન થી દુર રહેવું જોઈએ.

·         પોષક તત્વો (વિટામીન, મિનરલ અને અમાઈનો એસીડ).આ પોષક તત્વો ગોળી, સીરપ, ઇન્જેક્શન કે અન્ય રૂપ માં ઉપયોગ માં લેવામાં આવે છે.પોષક તત્વો માં મુખ્યત્વે ઝીંક, વિટામીન સી અને ઓમેગા-૩ ફેટી એસીડ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી થાય છે.

·         અમુક પોષક તત્વો તંદુરસ્તી જાળવવા અને બીમારી થી બચવા માટે ઉપયોગી થાય છે. જેમ કે જે સ્ત્રી ઓ બાળક ને જન્મ આપવાનું આયોજન કરતી હોય અને તે આવશ્યક અને પૂરતા પ્રમાણ માં ફોલિક એસીડ લેવામાં આવે તો આવનાર બાળકને જન્મ થી કરોડરજ્જુ ની બીમારી થતી અટકાવી શકાય છે.

·         દરેક દર્દી એ ખાસ યાદ રાખવું જોઈએ કે એચ.આઈ.વી (HIV)માટે વપરાતી એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ની સાથે અન્ય કોઈ પણ પ્રકારની દવા (MEDICINE) કે ઔષધી શરૂ કરતા પહેલા એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

ધ્યાન, યોગા, પ્રાણાયામ

·         ધ્યાન, યોગા અને પ્રાણાયામ થી એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિને પોતાના શરીર અને મનને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

·         કોઈપણ પ્રકારની દેશી, આયુર્વેદિક, હોમિયોપેથીક દવા (MEDICINE) કે ઘર ગથ્થું ઉપચાર કરતાં પહેલા વ્યક્તિએ એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) નાં નિષ્ણાંત ડોક્ટર કે જેમના દ્વારા એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ચાલતી હોય તેમને પૂછવું અતિ આવશ્યક છે. અન્યથા આ અન્ય ઉપચાર એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ની સારવાર (TREATMENT)માં બાધારૂપ થાય તો આપને નુકશાન કરી શકે છે. અને એચ.આઈ.વી (HIV)ની બીમારી ગંભીર રૂપ ધારણ કરવાની શક્યતા રહેલી છે.
·         દરેક ધર્મ માં ઉપયોગમાં લેવાતા જુદા જુદા મંત્રો થી વ્યક્તિની માનસિક તંદુરસ્તીમાં સુધારો થતો જોવા મળે છે. જે માનસિક આરોગ્ય માટે લાભકર્તા છે.

(૨) દવા (MEDICINE) બંધ કરવી અથવા તેમાં ફેરફાર કરવો

ચાલુ સારવાર (TREATMENT) માં ક્યારેક દવા (MEDICINE) બદલવાની જરૂર પડે છે. તેના મુખ્ય ૨ કારણો હોય છે.

·         દવા (MEDICINE)ની ગંભીર આડ-અસર અથવા
·         દવા (MEDICINE) લાગુ ન પડવી  એટલે કે દવા (MEDICINE)ની યોગ્ય અસર ન થવી.

દવા (MEDICINE) ની ગંભીર આડ-અસર નો અર્થ એ થાય છે કે દવા (MEDICINE)ને કારણે વ્યક્તિના શરીર માં થતા ફેરફાર કે જે વ્યક્તિની બીમારી માં ફાયદાકારક ન હોય અને વ્યક્તિએ પોતાનું સામાન્ય જીવન જીવવા માં ખુબ જ મુશ્કેલી પડતી હોય.

દવા (MEDICINE) લાગુ ન પડવાનો અર્થ થાય છે કે દવા (MEDICINE) લેતા હોવા છતાં પણ એચ.આઈ.વી (HIV) વાયરસ ની સંખ્યા એટલે કે વાયરલ લોડ વધતો જવો અને રોગ પ્રતિકારક શક્તિ એટલે કે સી.ડી.૪ ની સંખ્યામાં ઘટાડો થતો જવો.

·         દવા (MEDICINE) લાગુ ન પડવાના મુખ્ય કારણોમાં
·         નિયમિત દવા (MEDICINE) ન લેવી,
·         ગંભીર રીતે બીમાર હોવું,
·         કુદરતી રીતે જ વાયરસ ગંભીર પ્રકાર ના હોવા,
·         દારૂ અથવા અન્ય વ્યસન હોવું,
·         અન્ય પ્રકારની દવા (MEDICINE) ની આડ-અસર કે બાધારૂપ હોવું
·         અન્ય કોઈ પણ બીમારી હોવાનો સમાવેશ થાય છે.
       
જો એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર જરૂર પડે તો  એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) માં ફેરફાર કરવા માંગતા હોય તો એ વ્યક્તિએ ડોક્ટર સાથે નીચે જણાવેલ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.

·         ભૂતકાળ માં તમે લીધેલ એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT)
·         એચ.આઈ.વી (HIV)ની નવી દવા (MEDICINE) માટે આપની તૈયારી
·         નવી દવા (MEDICINE) થી થઇ શકતી આડ-અસરો
·         નવી દવા (MEDICINE) તમે કેટલી નિયમિત રીતે લઇ શકશો
·         નવી દવા (MEDICINE) માટે નો અંદાજીત માસિક ખર્ચ

દવા (MEDICINE) બંધ કરવી

        સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) ક્યારેય પણ બંધ કરવામાં આવતી નથી. દર્દી એ એચ.આઈ.વી (HIV)માટેની દવા (MEDICINE) જિંદગી ભર લેવાની જરૂર પડે છે. એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) અમુક જુજ કિસ્સાઓ કે જેમાં એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE)ની ગંભીર પ્રકાર ની આડ-અસર થઈ હોય તેવા કિસ્સાઓ માં એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા આપની એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) ખુબ જ ઓછા દિવસ માટે બંધ કરવામાં આવતી હોય છે. એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર ની સલાહ વગર ક્યારેય પણ બંધ કે શરૂ કરવી જોઈએ નહિ. અન્યથા ભવિષ્યમાં એ જ એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) કામ ન કરે અથવા અસર ન કરે તેવી શક્યતા રહેલ છે. જેના ગંભીર પરિણામો દર્દી એ ભોગવવા પડતા હોય છે. આમ, એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિએ ક્યારેય પણ પોતાની દવા (MEDICINE) બંધ ન કરવી જોઈએ. આ દવા (MEDICINE) જીવન પર્યત ડોકટરના સલાહ સૂચન પ્રમાણે શરૂ રાખવી અત્યંત આવશ્યક છે.

(૪) દવા (MEDICINE)માં નિયમિતતા અને એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE)નાં રેસિસ્ટન્સ વિષે

        જયારે સૌ પ્રથમ કોઈ વ્યક્તિમાં એચ.આઈ.વી (HIV)ની બીમારીનું નિદાન થાય છે. ત્યારે વ્યક્તિ નાં લોહી માં લાખોની સંખ્યામાં વાયરસ આવેલા હોય છે. આ વાયરસ સી.ડી.૪ નામના કણ સાથે જોડાયેલા હોય છે. આ વાયરસને કાબુ માં લેવામાં ક્યારેય પણ દર્દી એ કોઈ પણ પ્રકારની દવા (MEDICINE) ના લીધેલ હોય ત્યારે આ પ્રકારના વાયરસ ને વાઈલ્ડ વાયરસ ( Wild Virus ) તરીકે ઓળખવામાં આવે છે.

        જયારે આપણે નિયમિત રીતે દવા (MEDICINE) શરૂ કરીએ છીએ ત્યારે એચ.આઈ.વી (HIV)નાં વાયરસ ની સંખ્યામાં વધારો થતો અટકી જાય છે. પરંતુ જો એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) નિયમિત ન લેવામાં આવે અથવા બંધ કરી દેવામાં આવે તો આ અપ્રયાપ્ત માત્રા માં રહેલ દવા (MEDICINE)ની હાજરીમાં એચ.આઈ.વી (HIV)નાં વાયરસની સંખ્યામાં ફરીથી વધારો શરૂ થાય જાય છે. આ વાયરસ પોતાનું મૂળ સ્વરૂપ બદલી વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં મ્યુટન્ટ વાયરસ ( Mutant Virus ) તરીકે ઓળખવામાં આવે છે. જેનાં પર એચ.આઈ.વી.ની જે દવા (MEDICINE) શરૂ છે એ દવા (MEDICINE)ની કોઈ અસર થતી નથી અને આ પરિસ્થિતિ ને ડ્રગ રેસિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિ ને ચોક્કસ અને પૂર્ણ નિદાન કરવા માટે સી.ડી.૪ ની સંખ્યા, વાયરલ લોડ નો રીપોર્ટ અને ડ્રગ રેસિસ્ટન્સ નાં રીપોર્ટ કરવાની જરૂરિયાતો ઉભી થાય છે.

(૫) દવા (MEDICINE)ની યોગ્ય અસર શરૂ રાખવા માટે

·         આપના ડોક્ટર સાથે ચર્ચા કરો કે દવા (MEDICINE) તમે નિયમિત રીતે લઇ શકશો.
·         દરેક દવા (MEDICINE) ડોકટરે આપેલા ચોક્કસ સમયે લો.
·         ક્યારેય એક પણ ગોળી ન ચૂકો
·         એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર ને શક્ય હોય તો દર મહીને મળતા રહો, જો શક્ય ન હોય તો ઓછામાં ઓછી દર ૩ મહીને મુકાલાત અવશ્ય લો.
·         દર ૩ થી ૬ મહીને સી.ડી.૪ ની સંખ્યા અને વાયરલ લોડ નો રીપોર્ટ કરાવવો.
·         આ રિપોર્ટને આધારે વ્યક્તિની શરૂ સારવાર (TREATMENT) ની અસર કારક્તા જાણવામાં મદદ રૂપ થશે જો જરૂર જણાય તો સમયસર ડ્રગ રેસિસ્ટન્સ નો રીપોર્ટ કરાવી નવી દવા (MEDICINE) શરૂ કરી શકાય.
·         આપની દવા (MEDICINE)ના કાગળ, રીપોર્ટ અને ડોક્ટર ની ફાઈલ સાચવી ને રાખો.

(૬) દવા (MEDICINE) શરૂ કરવા માટે નું પ્રથમ પગથીયું
       
સૌ પ્રથમ વખત દવા (MEDICINE) શરૂ કરતી વખતે વ્યક્તિ નું થોડું ચિંતિત હોવું સર્વ સામાન્ય બાબત છે. વ્યક્તિની પ્રથમ મુલાકાત વખતે ડોક્ટર વ્યક્તિને જરૂરી સવાલ જવાબ કરશે, વ્યક્તિને તપાસ (TEST) કરશે  અને જરૂરી લોહીના રીપોર્ટ તથા અન્ય તપાસ (TEST) કરાવશે. વ્યક્તિ માટે આ સૌથી ઉત્તમ સમય છે કે વ્યક્તિને મુંજવતા દરેક સવાલ ડોક્ટરને પૂછી મુંજવણ દુર કરી શકશો.

જરૂરી રીપોર્ટ ને આધારે વ્યક્તિની બીમારી કેટલી આગળ વધેલ છે એટલે કે ક્યાં સ્ટેજ પર છે તે જાણવામાં મદદરૂપ થશે.

વ્યક્તિની દવા (MEDICINE) શરૂ કરતી વખતે અથવા વ્યક્તિનાશરૂઆતના તબક્કામાં તમને તમારા કેશ મેનેજર કે સહાયકનીચેના માંથી જરૂરી સેવાઓ મેળવવા માટે મદદરૂપ થશે.


·         સપોર્ટીવ કેર કે સંસ્થા
·         માનસિક સ્વસ્થતા માટે જરૂરી સેવાઓ
·         સપોર્ટ ગ્રુપ
·         આહાર
·         દવા (MEDICINE)

(૭) દવા (MEDICINE) ની નિયમિતતા

        દવા (MEDICINE)ની નિયમિતતાનો અર્થ થાય છે કે એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિ ડોક્ટરની સલાહ મુજબ દરરોજ ચોક્કસ સમયે કોઈ પણ દિવસ ભૂલ્યા વગર નિયમિત રીતે દવા (MEDICINE) લેવી, દવા (MEDICINE)ની નિયમિતતા વ્યક્તિની બીમારીને કાબુમાં લેવા માટે અત્યંત જરૂરી છે. જેના કારણે જ વ્યક્તિના લોહીમાં વાયરલ લોડ (વાયરસની સંખ્યા) ઘટાડી શકાશે અને રોગ પ્રતિકારક શક્તિ (સી.ડી.) ની સંખ્યા વધારી શકાશે .

        જયારેકોઈ વ્યક્તિનું  સૌ પ્રથમ વખત એચ.આઈ.વી (HIV)નું નિદાન થાય ત્યારે તેમના એક મી.લી. લોહી માં લાખોની સંખ્યામાં એચ.આઈ.વી (HIV)નાં વાયરસ રહેલા હોય છે. આ વાયરસ શરીર માં રહેલ રોગ પ્રતિકારક શક્તિ નાં સી.ડી.૪ નામના કણો સાથે જોડાઈ તેનો નાશ કરે છે. જયારે એચ.આઈ.વી (HIV)માટે કોઈ પણ પ્રકાર ની દવા (MEDICINE) ન લીધેલ હોય ત્યારે આ પ્રકાર નાં વાયરસને વાઈલ્ડ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે.

        જયારે એચ.આઈ.વી (HIV)માટે ની દવા (MEDICINE) શરૂ કરવામાં આવે છે ત્યારે સારવાર (TREATMENT) નું લક્ષ્ય એચ.આઈ.વી (HIV)ની વૃધ્ધિ થતી અટકાવી તેની સંખ્યામાં ઘટાડો કરવાનું હોય છે. જો અનિયમિત દવા (MEDICINE) ને કારણે એચ.આઈ.વી (HIV)ના વાયરસ પર સંપૂર્ણ કાબુ માં ન આવવા ને કારણે એચ.આઈ.વી (HIV)નાં વાયરસ ની વૃધ્ધિ ખુબ ઝડપ થી થાઈ છે. આ દરમ્યાન વાયરસ માં અમુક ફેરફાર થવાને કારણે આ દવા (MEDICINE) આ નવા પ્રકારના એચ.આઈ.વી (HIV)નાં વાયરસ પર અસર કરતી નથી.

ડ્રગ રેસિસ્ટન્સ થવાની શક્યતા ઘટાડવા માટે/ દવા (MEDICINE) જીવનભર કામ કરતી રહે તે માટે નીચે ની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.

·         ડોક્ટર સાથે ચર્ચા કરી એવી દવા (MEDICINE) ની પસંદગી કરવી કે જે નિયમિત લઈ શકાય અને અસરકારક પણ હોઈ.
·         દરરોજ દવા (MEDICINE) નિયમિત અને ચોક્કસ સમયે લેવી.
·         શક્ય તેટલી ઓછી દવા (MEDICINE) ચૂકવી.
·         શક્ય હોય તો દર મહીને અથવા ૩ મહીને તમારા એચ.આઈ.વી (HIV)ના નિષ્ણાંત ડોક્ટરની એક વખત મુલાકાત જરૂર લેવી જોઈએ.
·         આપના સી.ડી.૪ અને વાયરલ લોડ નો રીપોર્ટ દર ૩ થી ૬ મહીનાં ના અંતરે કરવા આ રીપોર્ટ ને આધારે દવા (MEDICINE) કામ કરતી બંધ થઇ ગઈ હોય તો શરૂઆત ના તબક્કામાંદવા (MEDICINE)ઓ માં યોગ્ય ફેરફાર કરીની વાયરસ પર સમયસર કાબુ મેળવી શકાય છે.
·         વ્યક્તિ જે પણ દવા (MEDICINE) લે તેના કાગળ અને તમામ લેબોરેટરી (LABORATORY) નાં રીપોર્ટ સાચવી ને રાખવા જેથી જરૂરિયાત નાં સમયે તે તપાસી દવા (MEDICINE)માં ફેરફાર કરવા માટે ઉપયોગ માં લઇ શકાય

(૮) એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT)

        ૧૯૮૭ માં સૌ પ્રથમ એચ.આઈ.વી (HIV)માટે ની દવા (MEDICINE) શોધાઈ. ત્યાર થી અત્યાર સુધી માં ૩૦ કરતા વધારે પ્રકાર ની દવા (MEDICINE)ઓ નું સંશોધન થઈ ચુક્યું છે અને અનેક દવા (MEDICINE)ઓ સંશોધન હેઠળ છે.

        .આર.ટી. એટલે કે એન્ટી રીટ્રોવાયરલ થેરાપી હાલમાં એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) ના મુખ્યત્વે ૬  પ્રકારના ગ્રુપ હોય છે. દરેક પ્રકારના ગ્રુપની દવા (MEDICINE) એચ.આઈ.વી (HIV)વાયરસ ને અલગ અલગ રીતે રોકે છે. સામાન્ય રીતે ત્રણ પ્રકાર ની દવા (MEDICINE) આપવામાં આવે છે. જે ઓછા માં ઓછા ૨ અલગ અલગ ગ્રુપની હોય છે. હાલમાં એવી કોઈ પણ પ્રકારની દવા (MEDICINE) નથી કે જે એચ.આઈ.વી (HIV)ને જડમૂળ માંથી મટાડી શકે પણ ચોક્કસ એવી દવા (MEDICINE) ઉપલબ્ધ છે કે જેનાથી એચ.આઈ.વી (HIV)ને કાબુમાં રાખી શકાય છે અને વ્યક્તિ પોતાની સંપૂર્ણ આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે છે. ફક્ત એક કે બે પ્રકારની દવા (MEDICINE) લેવી ખુબ જ જોખમી  કારક છે કારણ કે તેનાથી તે દવા (MEDICINE) થોડા સમય પછી અસર કરતી બંધ થવાની શક્યતા છે. આથી ઓછામાં ઓછી ૩ પ્રકારની દવા (MEDICINE) આપવાની જરૂર પડે છે આ ત્રણ પ્રકારની દવા (MEDICINE) એક જ ગોળી કે ટેબ્લેટ માં ઉપલબ્ધ હોય છે. જેથી દર્દીએ ફક્ત એક જ ગોળી લેવાની જરૂર પડે છે. જેમાં ત્રણ પ્રકારની દવા (MEDICINE)ઓનું મિશ્રણ હોય છે.





(૯) ક્યાં પ્રકાર ની દવા (MEDICINE) કોના માટે યોગ્ય છે. ?

        એચ.આઈ.વી (HIV)ના નિષ્ણાંત ડોક્ટર દવા (MEDICINE) આપતા પહેલા અનેક બાબતો ને આધારે નક્કી કરશે કે કોને માટે સૌથી વધારે કઈ દવા (MEDICINE) આપવી ફાયદાકારક છે.

·         વ્યક્તિની એકદિવસ માં કેટલી ગોળી ખાવા માટેની તૈયારી છે. એક બે કે તેથી વધુ
·         વ્યક્તિના સ્વાસ્થ્ય
·         સી.ડી.
·         શક્ય આડ-અસરો
·         વ્યક્તિએ ભૂતકાળમાં લીધેલ દવા (MEDICINE)
·         અન્ય બીમારી  માટે ચાલતી હાલની દવા (MEDICINE)
·         માનસિક પરસ્થિતિ નો સમાવેશ થાય છે. જેને ધ્યાન માં રાખી ડોક્ટર દરેક વ્યક્તિની દવા (MEDICINE)ની પસંદગી કરતા હોય છે.

દરેક વ્યક્તિએ ડોક્ટર સાથે દવા (MEDICINE) વિષે પોતાને મુંજવતા પ્રશ્નોની ચર્ચા કરવી જોઈએ.

(૧૦) એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) સાથે અન્ય દવા (MEDICINE)
      
જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સી.ડી.૪ ની સંખ્યા ૨૫૦ કરતા ઓછી હોય તો તેમને અન્ય પી.સી.પી. ( એક પ્રકાર નો ન્યુમોનિયા ), ટોક્ઝોપ્લાઝ્મોસીસ અને આંતરડા નાં ચેપ ને અટકાવવા માટે જ્યાં સુધી સી.ડી.૪ ની સંખ્યા ૨૫૦ કરતાં વધે નહિ ત્યાં સુધી ડોક્ટર વ્યક્તિને બીમારી થી બચાવવા માટે અમુક પ્રકાર ની દવા (MEDICINE) ઓ આપી શકે જે પ્રોફાલેક્સીસ તરીકે ઓળખવામાં આવે છે.
       
આ ઉપરાંત અમુક પ્રકારની આડ-અસર થતી અટકાવવા માટે પણ અન્ય કોય પણ દવા (MEDICINE) આપવામાં આવે છે. જેમ કે ઝાડા, ઉલ્ટી અને ઉબકા જેવી આડ-અસરો માટે.
       
જો એચ.આઈ.વી (HIV)ની સાથે વ્યક્તિનેઅન્ય કોઈ કાયમી બીમારી જેવી કે ડાયબીટીસ કે બ્લડ પ્રેશર ની બીમારી હોય તો તેના માટે જીવનભર એ બીમારી ને કાબુમાં રાખવાની દવા (MEDICINE) લેવી જોઈએ. આ બધીજ દવા (MEDICINE)ઓ વ્યક્તિનેઆ બીમારીઓ સામે રક્ષણ આપી વ્યક્તિને સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવવા માટે મદદરૂપ થશે.
       
એ અત્યંત જરૂરી છે કે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ દરેકે દરેક દવા (MEDICINE) ચોક્કસ સમયે લેવામાં આવે.
(૧૧) શા માટે એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) લેવી જોઈએ ? કઈ અને ક્યારે ?

        એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ કરવાની ક્યારેય ઈમરજન્સી નથી હોતી કહેવાનો અર્થ એ છે કે જરૂરી રીપોર્ટ કરાવવા તથા અન્ય તપાસ (TEST) કરી બીજી કોઈ બીમારી છે કે નહિ તે ચકાસવા માટે થોડા દિવસ નો સમય લાગે અને આ સમય ને કારણે બે-પાંચ દિવસ એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) મોડી શરૂ થાય તો સારવાર (TREATMENT)ની અસરમાં કે દર્દીની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. એને કારણે કોઈ વ્યક્તિ ની એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ કરતા પહેલા જરૂરી રીપોર્ટ થવા તથા વ્યક્તિ અન્ય કોઈ ગંભીર બીમારી થી પીડાતા નથી તે જોવું અત્યંત જરૂરી છે. આ બંને વસ્તુ ચોક્કસ થઇ ગયા પછી જ એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ કરવી જોઈએ.

(૧૨) જો નીચે માંથી કોઈ પણ પરિસ્થિતિ હોય તો દવા (MEDICINE) શરૂ કરવામાં બિનજરૂરી મોડું ન કરવું જોઈએ

·         એચ.આઈ.વી (HIV)ના કારણે વ્યક્તિને ગંભીર અથવા અનેક તકલીફો હોય
·         વ્યક્તિ તકવાદી ચેપો થી પીડાતા હોય.
·         સી.ડી.૪ ની સંખ્યા ૫૦૦ કરતા ઓછી હોય
·         જો કોઈ સ્ત્રી સગર્ભા હોય
·         એચ.આઈ.વી (HIV)ને સબંધિત કિડની અથવા અન્ય કોઈ અંગોની ગંભીર બીમારી હોય

        દવા (MEDICINE) શરૂ કર્યા પછી અગત્ય નું છે કે હંમેશા નિયમિત રીતે એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) નાં નિષ્ણાંત ડોક્ટરને મળતા રહેવું અને ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિત દવા (MEDICINE) લેતા રહેવી જોઈએ. ડોક્ટર ની સલાહ વગર ક્યારેય પણ દવા (MEDICINE) બંધ કરવી જોઈએ નહિ નહિતર ફરી વખત આ દવા (MEDICINE) અસર ના કરે તેનું જોખમ રહેલ છે.

(૧૩) “એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ કરવી એટલે એક નવી જિંદગી ની શરૂઆત
      
જયારે વ્યક્તિ એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) શું છે અને તેના વિષે શું કરવાની જરૂર છે તે સમજી અને તેનું પાલન કરવાની શરૂઆત કરવીએટલે સારવાર (TREATMENT) ની સફળતાની શક્યતા એટલી જ વધારે. ઘણા લોકો માટે દવા (MEDICINE)ની શરૂઆત કરવી એટલે પોતાના જીવન માં ઘણો મોટો ફેર-ફાર કરવા બરાબર હોય છે. દરેક વ્યક્તિ માટે એ જાણવું ખુબ જરૂરી છે કે સારવાર (TREATMENT)ના શું ફાયદા અને શું નુકશાન છે અને ક્યારે અને શું આશા રાખવી. વ્યક્તિના જીવન નાં અમુક ફેરફારો દવા (MEDICINE) સાથે જોડાયેલા હોય છે. જેમકે અમુક દવા (MEDICINE)ઓ અમુક ચોક્કસ સમયેજ લેવી જોઈએ. અમુક દવા (MEDICINE)ઓ દિવસ માં એક વખત તો અમુક દવા (MEDICINE)ઓ એક કરતા વધુ વખત લેવી પડે છે. અમુક દવા (MEDICINE)ઓ ભોજન કર્યા પછી તરત તો અમુક દવા (MEDICINE)ઓ ભોજન પહેલા અથવા તો અમુક સમય પછી લેવી પડતી હોય છે. આ બાબતો નું જેટલી ચોક્કસાઈ પૂર્વક પાલન કરવામાં આવે તેટલી સારવાર (TREATMENT) માં વધારે સફળતા મળવા ની શક્યતા રહેલી છે.
       
જો અન્ય કોઈ બીમારી માટે કોઈ દવા (MEDICINE) ચાલતી હોય તો એ દવા (MEDICINE)ના સમયમાં અથવા તો દવા (MEDICINE)માં  જ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કારણ કે ક્યારેક અમુક પ્રકારની દવા (MEDICINE) એક સાથે લેવાને કારણે એક કે તેથી વધુ દવા (MEDICINE)ઓ ની અસરમાં વધારો કે ઘટાડો જોવા મળતો હોય છે અને આડ-અસર થવાની શક્યતા પણ રહેલી છે.
       
આ દરેક બાબતો વ્યક્તિએ ડોક્ટર સાથે દવા (MEDICINE) શરૂ કરતાં પહેલા વિસ્તાર પૂર્વક ચર્ચા કરી તેમના વિષે સમજવું તેટલુજ જરૂરી છે કે જેટલી સમયસર દવા (MEDICINE) લેવી.

(૧૪) આડ-અસરો એટલે શું ?
      
આડ-અસર એટલે જયારે કોઈ સારવાર (TREATMENT) આપવામાં આવે છે ત્યારે સારવાર (TREATMENT)થી શરીર ની ફાયદા કારક અસરો ની સાથે શરીર માટે નુકશાન અથવા તો વ્યક્તિને તકલીફ આપી શકે તેવી કે જે વ્યક્તિ દ્વારા અનુભવાતી કે બિન અનુભવાતી અસરોને આડ-અસર તરીકે ઓખવામાં આવે છે. દરેક પ્રકારની દવા (MEDICINE) સાથે વત્તા-ઓછા પ્રમાણ માં આડ-અસરો થતી જોવા મળે છે. પરંતુ ક્યારેય પણ દવા (MEDICINE)ની આડ-અસરોના ડર કે ચિંતા ને કારણે એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE)ની શરૂઆત જ ન કરવાનો નિર્ણય કોઈ પણ રીતે યોગ્ય નથી. આવો નિર્ણય વ્યક્તિ માટે જીવલેણ સાબિત થતો હોય છે. કોઈ પણ એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) નું લક્ષ્ય હોય છે કે એટલી સંખ્યામાં, એટલા પ્રમાણમાં, એટલો સમય દવા (MEDICINE) આપવામાં આવે કે જે થી બીમારી ઉપર શક્ય તેટલો વધારે કાબુ મેળવી શકાય અને વ્યક્તિને શક્ય તેટલી ઓછી આડ-અસર થાય છે. આડ-અસર માટે ગુજરાતી ભાષામાં દર્દીઓ દ્વારા દવા (MEDICINE) ગરમ પડવી શબ્દ બહુ પ્રચલિત છે. આ સારવાર (TREATMENT) વિષે વ્યક્તિએ પોતાના ડોક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ. સામાન્ય રીતે દવા (MEDICINE)ની બે પ્રકારની આડ-અસર જોવા મળે છે. . ટુંકા સમયની અને ૨. લાંબા સમયની.

(૧૪-ક) ટુંકા સમયની આડ-અસર

        દરેક પ્રકાર ની આડ-અસર હોય જ છે અને એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE)ની પણ આડ-અસર થઇ શકે. જયારે દવા (MEDICINE) વાયરસ પર કાબુ મેળવવા કામ કરતી હોય ત્યારે તેની સાથે સાથે શરીર માં નાની મોટી આડ-અસર થવાની પણ શક્યતા રહેલી છે.

·         લોહીના ટકા ( હિમોગ્લોબીન ) માં ઘટાડો
·         ઝાડા
·         ઉલટી
·         ઉબકા
·         ચક્કર આવવા
·         થાક લાગવો
·         માથું દુખવું
·         ચામડી પર ચાંદા પડવા
·         સ્નાયુ કે નશોનો દુખાવો થવો

(૧૪-ખ) લાંબા સમયની આડ-અસર

        એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) થી લાંબા સમય ની આડ-અસર પણ જોવા મળે છે જેમાંથી અમુકની સારવાર (TREATMENT) ઉપલબ્ધ હોય છે જયારે અમુકની સારવાર (TREATMENT) ઉપલબ્ધ હોતી નથી તેથી જયારે પણ વ્યક્તિને ચાલુ સારવારે કોઈ પણ પ્રકાર ની તકલીફ થાય ત્યારે વ્યક્તિએ ડોક્ટર ને એ વિષે જણાવવું જોઈએ. જેથી ડોક્ટર આપને મદદ કરી શકે. અને જો આપની દવા (MEDICINE) માં ફેરફાર કરવાનો જણાય તો તે ફેરફાર કરીને વ્યક્તિની શક્ય તેટલી તકલીફ ઓછી કરી શકે છે. સામાન્ય રીતે નીચે જણાવેલ લાંબા સમયની આડ-અસર માંથી અમુક અસરો અમુક દર્દીઓ માં જોવા મળે છે.

·         શરીર માં ચરબીનું પ્રમાણ અમુક ભાગ જેમકે મોઢાં અને પગ નાં ભાગમાં ઘટી જવું અને અમુક ભાગ જેમ કે પેટ અને ડોકના પાછળના ભાગ માં ચરબી નું પ્રમાણ વધી જવું.
·         ઇન્સ્યુલીન ની અસર ઓછી થઇ જવી જેનાં કારણે આપના શરીર માં બ્લડ સુગર નું પ્રમાણ વધી શકે છે.
·         લોહીની ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ માં વધારો થવો.
·         હાડકાં ની ડેન્સીટી એટલે કે મજબુતી માં ઘટાડો થવો.

(૧૪-ગ) આડ-અસરને ઓછી કરવા માટે


જયારે કોઈ વ્યક્તિની સૌ પ્રથમ વખત દવા (MEDICINE) શરૂ કરવામાં આવે છે  ત્યારે તેમને ઉલટી, ઉબ્કા, થાક, શરીર કે માથાનો દુખાવો થઇ શકે છે. પરંતુ આ વિષે ગભરાવાની જરૂર નથી કારણકે આ આડ-અસરો સમય જતાની સાથે થોડા દિવસ માં ઓછી થઇ ને દુર થઇ જતી હોય છે. જો કોઈ વ્યક્તિને  વધારે પડતી આડ-અસર કે એમના રોજીંદા જીવન માં દવા (MEDICINE)ની આડ-અસર ને કારણે તકલીફ થતી હોય તો પણ વ્યક્તિએ  ક્યારેય પણ ડોક્ટર ની સલાહ વગર દવા (MEDICINE)ના ડોઝ માં કે દવા (MEDICINE) નાં પ્રકાર માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર કે બંધ કરવી જોઈએ નહિ. ડોક્ટરની સલાહ વગર દવા (MEDICINE)માં કોઈપણ પ્રકારનો ફેરફાર વ્યક્તિ માટે ગંભીર નુકશાનકારક સાબિત થઇ શકે છે. દવા (MEDICINE)ની શરૂઆતમાં અથવા દવા (MEDICINE) શરૂ હોય ત્યારે કોઈ પણ પ્રકારની દવા (MEDICINE)ની આડ-અસર થવી કે તેનો ડર લાગવો વ્યક્તિ ને દવા (MEDICINE) શરૂ કરવામાં કે શરૂ રાખવામાં નિર્ણય કરતા ન હોવી જોઈએ. સમયસર દવા (MEDICINE) શરૂ કરવી અને જીવનભર નિયમિત દવા (MEDICINE) ચાલુ રાખવી તે વ્યક્તિને સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવવા માટે સૌથી અગત્યનું છે.

No comments:

Post a Comment