Monday 19 September 2016

એચ.આઈ.વી નો ફેલાવો રોકવા અંગે વારંવાર પૂછાતા સવાલો અને તેના જવાબો

એચ.આઈ.વી (HIV) ને રોકવા માટે અનેક વિકલ્પો છે. શારીરિક સબંધ માટે સાથીદારની સંખ્યામાં ઘટાડો કરવાની સાથે સાથે નિયમિત અને યોગ્ય રીતે નિરોધનો ઉપયોગ કરવો, દરેક વખતે નવી સોય અને સિરીંજ લેવી, પી..પી. અને પ્રેપ એમ એચ.આઈ.વી (HIV) નો ચેપ રોકવા માટે ઘણા વિકલ્પો છે.

(૧) સામાન્ય મૈથુન કે ગુદા મૈથુન થી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો કઈ રીતે અટકાવી શકાય ?

·         જોખમી પ્રવૃત્તિથી દુર રહેવું.

·         શારિરીક સબંધ માટે સાથીદારોની સંખ્યામાં ઘટાડો કરવો.

·         નિરોધનો ઉપયોગ કરવો

·         ચેપને લાગતો અટકાવવા માટેની દવા (MEDICINE)નો ઉપયોગ કરવો

·         ગુપ્ત રોગો માટે ની તપાસ (TEST) કરાવવી અને જો જણાય તો તેમની તુરંત સંપૂર્ણ સારવાર (TREATMENT) લેવી.

·         જેટલી વધારે તકેદારી રાખશો તેટલા વધારે સુરક્ષિત રહેશો.

·         ઓછું જોખમ ધરાવતી મૈથુનની પસંદગી કરવી. મુખમૈથુન માં સૌથી ઓછું જોખમ રહેલ છે. ગુદામૈથુંનમાં સૌથી વધારે જોખમ રહેલ છે.

·         શારિરીક સંબંધ કે જેમાં શરીરના પ્રવાહીની આપ-લે થવાની કોઈ શક્યતા નથી તેનાથી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવા માં કોઈ જોખમ રહેલ નથી (જેમ કે પ્રેમ ભર્યો સ્પર્શ).

·         નિયમિત અને યોગ્ય રીતે નિરોધનો ઉપયોગ કરવો.

·         શારિરીક સંબંધ માટે સાથીદારોની સંખ્યામાં ઘટાડો કરવો. શારિરીક સંબંધ માટે જેટલા વધારે સાથી તેટલો એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાનું જોખમ વધારે, જેટલા ઓછા સાથી તેટલું જોખમ ઓછું હોય છે.

·         પ્રેપ દવા (MEDICINE)ની વધુ માહિતી માટે એચ.આઈ.વી (HIV)ના નિષ્ણાંત ડોકટરનો સંપર્ક કરો. પ્રેપની દવા (MEDICINE) દરરોજ લેવાની હોય છે. જો પોતાના સાથીને એચ.આઈ.વી (HIV) હોય અને પોતાને એચ.આઈ.વી (HIV) ન હોય તો પોતે  પ્રેપની દવા (MEDICINE)નો ઉપયોગ એચ.આઈ.વી (HIV)નો ચેપ રોકવા માટે કરી શકે છે. આ ઉપરાંત અન્ય અમુક કિસ્સામાં પણ પ્રેપની દવા (MEDICINE)નો ઉપયોગ કરી શકાય છે.

·         કોઈ વ્યક્તિ છેલ્લા ૭૨ કલાકમાં નિરોધનો ઉપયોગ કર્યા વગર એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે તેવી કોઈ જોખમી પ્રવૃત્તિ કરેલ હોય તો પી..પી. તરીકે ઓળખાતી દવા (MEDICINE)નો ઉપયોગ ૨૮ દિવસ માટે કરવાથી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગતો અટકાવી શકાય છે.

·         કોઈ વ્યક્તિને કે તેમના સાથીને ગુપ્ત રોગ હોય તો તેમની સંપૂર્ણ સારવાર (TREATMENT) ડોક્ટરની સલાહ પ્રમાણે સંપૂર્ણ કોર્સ પૂરો કરવો જોઈએ. ગુપ્ત રોગની સારવાર (TREATMENT) ન કરવામાં આવે તો લાંબા ગાળે ગંભીર નુકશાન થવાની શક્યતા રહેલી છે. જો ગુપ્ત રોગની સારવાર (TREATMENT) ન કરવામાં આવે તો એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

·         પોતાના સાથીને એચ.આઈ.વી (HIV) હોય તો તેમને એચ.આઈ.વી (HIV) માટેની દવા (MEDICINE) નિયમિત રીતે લેવા માટે પ્રોત્સાહિત કરવા. નિયમિત દવા (MEDICINE) લેવાને કારણે વ્યક્તિના શરીરમાં એચ.આઈ.વી (HIV)ના વાયરસની સંખ્યામાં ખુબ મોટી સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. વાયરસની સંખ્યા જેટલી ઓછી તેટલું જ બીજા વ્યક્તિને એચ.આઈ.વી (HIV) ચેપ લાગવામાં જોખમ ઓછું.

(૨) મુખમૈથુન દરમ્યાન  એચ.આઈ.વી (HIV)નો ચેપ ફેલાતો કઈ રીતે અટકાવી શકાય?

- મુખમૈથુન દરમ્યાન નિરોધનો અને ડેંટલ ક્લેમ્પનો ઉપયોગ કરવો જરૂરી છે.
- જો મોમાં ચાંદા કે પેઢામાં સોજો હોય તો મુખમૈથુનથી દૂર રહેવું જોઈએ.

(૩) નીરોધથી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાની સામે કેટલું રક્ષણ મળે છે?

·         જયારે નિરોધનો નિયમિત અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે એચ.આઈ.વી (HIV) સામે ખુબ સારું રક્ષણ મળે છે.
·         નિરોધ એચ.આઈ.વી (HIV)ની સાથે સાથે અન્ય ગુપ્ત રોગો પણ અટકાવવા માટે સક્ષમ છે.
·         નિરોધ દ્વારા ચામડી કે ચામડીના સંપર્કમાં આવવાથી ફેલાતા ગુપ્ત રોગો જેમ કે સીફીલીસ , હરપીસ કે મસાને ફેલાવતા રોકવા માટે સક્ષમ નથી.
બે પ્રકારના નિરોધ આવે છે.

પુરુષો માટે મેલ કોન્ડોમ

·         લેટેક્ષથી બનાવેલ નિરોધ એચ.આઈ.વી (HIV)ની સામે ઉત્તમ રક્ષણ આપી શકે છે. પોલીથીનથી બનાવેલ નિરોધનો ઉપયોગ જે લોકોને લેટેક્ષની અલર્જી હોય તે લોકો કરી શકે છે.

·         લેમસ્કીનમાંથી બનાવેલ કુદરતી નીરોધમાં ખુબ નાના છિદ્રો હોય છે કે જે એચ.આઈ.વી (HIV)ના વાયરસને પસાર થતા રોકી શકતા નથી આથી લેમસ્કીનમાંથી બનાવેલ કુદરતી નીરોધથી એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ મળી શકતું નથી.

·         લ્યુબ્રિકન્ટ નિરોધને ફાટી જતા અટકાવે છે પાણી કે સીલીકોન પર આધારિત લ્યુબ્રિકન્ટનો ઉપયોગ લેટેક્ષ નિરોઘ સાથે કરી શકાય છે. તેલજન્ય લ્યુબ્રિકન્ટ કે જેની અંદર તેલનો ભાગ આવતો હોય તેવા પ્રવાહીને લ્યુબ્રિકન્ટ તરીકે લેટેક્ષ નિરોધ સાથે ઉપયોગ કરવો હિતાવહ નથી.

સ્ત્રીઓ માટે ફિમેલ કોન્ડોમ

ફિમેલ નિરોધ પણ મેલ નિરોધની જેમ એચ.આઈ.વી (HIV), ગુપ્ત રોગ અને ન જોઈતા ગર્ભને રોકવા માટે સક્ષમ છે.

ફિમેલ નિરોધની સાથે કોઈપણ પ્રકારના પાણીજન્ય કે તેલન્ય લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરી શકાય છે.
નિરોધનો જયારે નિયમિત અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે નીરોધથી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાની શક્યતા નહીવત થઇ જાય છે પરંતુ તે શૂન્ય થતી નથી, આથી, નિરોધની સાથે સાથે એચ.આઈ.વી (HIV) રોકવા માટે અન્ય ઉપાયો પણ કરવા જોઈએ.

(૪) શું લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવાથી એચ.આઈ.વી (HIV)નું જોખમ ઘટાડી શકાય છે?

હા, લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવાથી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાનું જોખમ ઓછું થઇ જાય છે. કારણ કે લ્યુબ્રિકન્ટના ઉપયોગથી ફિમેલ નિરોધ ફાટવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ હા, મેલ નિરોધ સાથે ફક્ત પાણીજન્ય લ્યુબ્રિકન્ટનો જ ઉપયોગ કરવો જોઈએ. તેલજન્ય લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવાથી નિરોધ ફાટી જવાની શક્યતા વધી જાય છે. ફિમેલ નિરોધ સાથે કોઈપણ પ્રકારના પાણીજન્ય કે તેલજન્ય લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવો સુરક્ષિત છે.

(૫) શું પુરુષને સુન્નત કરાવવાથી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાનું જોખમ ઘટાડી શકાય છે?

પુરુષમાં સુન્નતને કારણે વ્યક્તિને એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાની શક્યતા, ગુપ્તરોગો, શિશ્નનું કેન્સર અને નવજાત શિશુમાં પેશાબની નળીનો ચેપ લાગવાનું જોખમ ઘટાડી શકાય છે.
સરકમ સીઝનથી સામાન્ય મૈથુનમાં ચોક્કસ જોખમ ઘટાડી શકાય છે. પરંતુ સંલૈંગિક મૈથુનમાં આ જોખમ પૂરતા પ્રમાણમાં ઘટાડી શકાતું નથી. સરકમ સીઝનથી જોખમ ઓછું થાય છે પરંતુ શૂન્ય થતું નથી. આથી સરકમ સીઝનની સાથે સાથે અન્ય ઉપાયો પણ કરવા જોઈએ કે જેનાથી એચ.આઈ.વી (HIV)ના ચેપથી સંપૂર્ણપણે બચી શકાય છે.

(૬) શું એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગતો રોકવા માટે કોઈ દવા (MEDICINE)નો ઉપયોગ કરી શકાય?

·         પ્રેપની સારવાર (TREATMENT)માં દરરોજ એક ગોળી લેવાની હોય છે જેના કારણેએચ.આઈ.વી (HIV)નો ચેપ ૯૨% જેટલો ઘટાડી શકાય છે. જે લોકોને કાયમી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાનું જોખમ રહેલ હોય તેમના માટે હોય છે.

·         કોઈ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) નેગેટીવ હોય અને તેમના સાથીદાર એચ.આઈ.વી (HIV) પોઝીટીવ હોય.
·         કોઈ વ્યક્તિ એક કરતા વધારે વ્યક્તિઓ સાથે અસુરક્ષિત જાતીય સંબંધ ધરાવતા હોય.

·         વ્યક્તિના સાથીદારની એચ.આઈ.વી (HIV)ની સ્થિતિ ખબર ન હોય તો અને નિરોધનો નિયમિત રીતે    ઉપયોગ ન કરતા હોય.

·         જે લોકો નશાકારક દવા (MEDICINE) માટે ઈંજેક્શન અને સિરીંજનો ઉપયોગ કરતા હોય અને એક-બીજા સાથે તેની આપ-લે પણ કરતા હોય.

·         મિક્ષ સ્ટેટ્સ કપલ કે જેમાં પતિ કે પત્ની બેમાંથી કોઈ એક એચ.આઈ.વી (HIV) પોઝીટીવ અને અન્ય એચ.આઈ.વી (HIV) નેગેટીવ હોય તો બાળક રાખતા સમયે પ્રેપનો ઉપયોગ કરી શકાય છે. કે જેથી એચ.આઈ.વી (HIV) નેગેટીવ સાથીદારને એચ.આઈ.વી (HIV)ના ચેપથી બચાવી શકાય.

·         જે લોકો પ્રેપની સારવાર (TREATMENT) લેવા ઇચ્છતા હોય તેમને દરરોજ એક ગોળી લેવાની, દર ત્રણ મહીને એચ.આઈ.વી (HIV) અને એઈડ્સના નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત અને એચ.આઈ.વી (HIV)ની લેબોરેટરી (LABORATORY) તપાસ (TEST) કરાવવી જરૂરી છે.

(૭) એચ.આઈ.વી (HIV)ના સંપર્કમાં આવ્યા પછી એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગતો અટકાવવા માટે કઈ દવા (MEDICINE) લઇ શકાય?

·         જો કોઈ વ્યક્તિએ નિરોધના ઉપયોગ વગર કોઈ વ્યક્તિ સાથે શારિરીક સંબંધ રાખેલ હોય અને તેનુંએચ.આઈ.વી (HIV)ની બીમારીની આપને જાણ ન હોય તો પી..પી.ની નામની દવા (MEDICINE) ઘટનાના ૭૨ કલાકની અંદર શરૂ કરી શકાય છે.

·         આ દવા (MEDICINE) ૨૮ દિવસ માટે લેવાની હોય છે.

·         પી..પી.ની દવા (MEDICINE) વાયરસની સંખ્યામાં વધારો અટકાવી વાયરસને શરીરમાં ફેલાતો અટકાવે છે.

·         પી..પી.ની યોગ્ય અસર માટે શક્ય તેટલી દવા (MEDICINE) વહેલી શરુ કરી દેવી જોઈએ. પરંતુ આ સમયગાળો ૭૨ કલાક કરતા વધારે ન હોવો જોઈએ.
·         પી..પી.નો ઉપયોગ ક્યારેક આકસ્મિક બનેલી ઘટનાઓ માટે જ કરી શકાય છે. તેનો વારંવાર ઉપયોગ કરવો હિતાવહ નથી.

·         પી..પી.નો ઉપયોગ અન્ય અસરકારક ઉપાયો જેમ કે નિરોધ કે પ્રેપની સારવાર (TREATMENT)ની જગ્યા પર ન કરી શકાય.

·         પી..પી. લેતા હોય તે સમયમાં શારિરીક સંબંધ દરમ્યાન  નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે.

(૮) શું એચ.આઈ.વી (HIV)ને રોકવા માટે કોઈ રસી ઉપલબ્ધ છે?

ના, એચ.આઈ.વી (HIV)ને રોકી શકે તેવી કોઈ રસી ઉપલબ્ધ નથી પરંતુ એચ.આઈ.વી (HIV)ના વાયરસને કાબુમાં રાખી શકાય તેવી ૩૦ જેટલી દવા (MEDICINE)ઓ ઉપલબ્ધ છે અને એચ.આઈ.વી (HIV)ના વાયરસની નાબુદી માટેની રસી ઉપર મોટા પાયે સંશોધન થઇ રહ્યું છે.

(૯) જો કોઈ ને એચ.આઈ.વી (HIV) હોય તો તેનાથી બીજા અન્ય કોઈ વ્યક્તિને એચ.આઈ. વી.નો ચેપ ન લાગે તે માટે શું શું કાળજી રાખવી જોઈએ?

·         જો કોઈને એચ.આઈ.વી (HIV) હોય તો તેમણે એચ.આઈ.વી (HIV) માટેની દવા (MEDICINE) બને તેટલી વહેલી તકે શરૂ  કરી દેવી જોઈએ. એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) નિયમિત અને સમયસર લેવી જોઈએ. દવા (MEDICINE)ના કારણે શરીરમાં રહેલા વાયરસની સંખ્યામાં મોટા પાયે ઘટાડો થશે. જેનાથી તેમના સાથીદારને ચેપ લાગવાની શક્યતા ખુબ જ ઘટી જશે. નિયમિત અને સમયસર દવા (MEDICINE) લેવાથી વ્યક્તિ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે છે.

·         જો કોઈ વ્યક્તિની એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) શરૂ હોય તો એચ.આઈ.વી (HIV)ના નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત લેવી અને તેમની  સલાહનું પાલન કરવું.

·         ઓછા જોખમવાળી મૈથુન ક્રિયાની પસંદગી કરવી. મુખમૈથુનમાં સૌથી ઓછું જોખમ હોય છે અને ગુદા મૈથુનમાં સૌથી વધારે જોખમ હોય છે જેમાં શરીરમાં પ્રવાહીની આપ-લે નથી થતી. તેથી સામાન્ય સંપર્કમાં કે સ્પર્શથી એચ.આઈ.વી (HIV)નો ફેલાવો થવાની કોઈ શક્યતા રહેતી નથી. નિરોધનો નિયમિત અને યોગ્ય રીતે ઉપયોગ કરો.
·         પોતાના સાથી સાથે પ્રેપની સારવાર (TREATMENT) નિયમિત અને સમયસર લેવા વિષે ચર્ચા કરવી. જો કોઈ એક વખત નિરોધનો ઉપયોગ ચૂકાય ગયો હોય કે નિરોધ ફાટી ગયો હોય તો પી..પી.ની દવા (MEDICINE)ના ઉપયોગ અને માહિતી વિષે તમારા ડોકટરનો સંપર્ક કરવો.

·         જો પોતાને કે પોતાના સાથીદારને કોઈ ગુપ્તરોગ હોય તો તુરંત તેની સારવાર (TREATMENT) કરાવવી. પોતાના સાથીદારનું ઓછામાં ઓછો વર્ષે એકવાર એચ.આઈ.વી (HIV)નો રીપોર્ટ કરાવવો જોઈએ.

(૧૦) નવા જન્મનાર બાળકને એચ.આઈ.વી (HIV) થતો અટકાવવા માટે મારે શું કરવું જોઈએ?
       

·         સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત સ્ત્રીમાંથી આવનાર બાળકમાં ચેપ લાગવાની શક્યતા ૪૦% જેટલી હોય છે. પરંતુ જો તે સ્ત્રી નિયમિત દવા (MEDICINE) લે, સામાન્ય પ્રસુતિની જગ્યા પર સિઝેરિયન સેક્સનથી પ્રસુતિ કરાવે, બાળકને માતાના દુધની જગ્યાએ બહારનું કે પાઉડરવાળું દૂધ આપવામાં આવે અને બાળકને જન્મ પછી છ અઠવાડિયા સુધી જરૂરી દવા (MEDICINE)ઓ આપવામાં આવે તો બાળકને એચ.આઈ.વી (HIV) થવાનો જોખમ 40% થી ઘટાડીને ૨% કરતા પણ ઓછું કરી શકાય છે.

·         ગર્ભાવસ્થા ધારણ કર્યા પહેલા જ એચ.આઈ.વી (HIV) માટેનો રીપોર્ટ કરાવવો ઉત્તમ રહેશે. જો રીપોર્ટ ન કરાવેલ હોય તો ગર્ભાવસ્થાની જાણ થાય એટલે તરત જ રીપોર્ટ કરાવી લેવો જોઈએ.

·         જો કોઈ સ્ત્રીને એચ.આઈ.વી (HIV)ની બીમારીનો ચેપ ન હોય અને તેના પતિને એચ.આઈ.વી (HIV)ની બીમારીનો ચેપ હોય તો તે સ્ત્રીને બાળક રાખવાનું હોય તેટલા સમય પૂરતો  પ્રેપની સારવાર (TREATMENT)નો યોગ્ય ઉપયોગ કરી શકાય. જેનાથી સ્ત્રીને એચ.આઈ.વી (HIV)ના ચેપથી બચાવી શકાય અને ગર્ભધારણ કરી શકાય.


·         જો કોઈ જોખમી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય તો સ્ત્રીઓએ ગર્ભાવસ્થાના ૬ થી ૯ મહિનાની વચ્ચે ફરીથી તેમની એચ.આઈ.વી (HIV)ની તપાસ (TEST) કરાવવી જરૂરી છે. અને જો ૨ થી ૩ મહિનાની તપાસ (TEST) નેગેટીવ આવે તો આ તપાસ (TEST) પણ કરાવવી જરૂરી છે.

No comments:

Post a Comment