Monday 19 September 2016

એચ.આઈ.વી ના ચેપ વિશે વારંવાર પૂછાતા સવાલો અને તેના જવાબો

(૧) એક વ્યક્તિ થી બીજા વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો ચેપ કેવી રીતે લાગે છે ?

·         માનવ શરીર ના અમુક પ્રવાહી જેવા કે લોહી, વીર્ય, યોનીસ્ત્રાવ, મળદ્વાર ના સ્ત્રાવ અને માતા ના ધાવણ થી એચ.આઈ.વી (HIV) ફેલાય શકે છે.

·         આ પ્રવાહી નું બીજા વ્યક્તિ ના શરીરમાં દાખલ થાય તો એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા રહેલી છે.

·         એચ.આઈ.વી (HIV) ફેલાવાના મુખ્ય કારણોમાં એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ સાથે નિરોધ ના ઉપયોગ વગર શારીરિક સંબંધ રાખવામાં આવે.

·         એક કરતા વધારે લોકો સાથે શારીરિક સબંધ રાખવાથી અને અન્ય કોઈ ગુપ્ત રોગોની હાજરી થી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.

·         સોય અને સિરીંજ નો એક કરતા વધારે વખત ઉપયોગ કરવાથી.

એચ.આઈ.વી (HIV) ફેલાવાના ગૌણ કારણો

·         એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત સ્ત્રીઓ માંથી તેમના જન્મનાર બાળકમાં સગર્ભાવસ્થા, પ્રસુતિ કે સ્તનપાન દરમિયાન.

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ માટે ઉપયોગ માં લેવાયેલ સોય થી અન્ય કોઈ વ્યક્તિ ને ઈજા થવાથી.

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ નું લોહી અથવા અન્ય કોઈ અંગોનું અન્ય સ્વસ્થ વ્યક્તિમાં ઉપયોગ કરવાથી.

(૨) એચ.આઈ.વી (HIV) નો વાયરસ માનવ શરીર ની બહાર કેટલો સમય જીવી શકે છે ?

        એચ.આઈ.વી (HIV) ના વાયરસ માનવ શરીરની બહાર જીવિત રહી શકતા નથી. તેમની સંખ્યામાં કે તેમાં વૃદ્ધિ થતી નથી.

એચ.આઈ.વી (HIV) નો વાયરસ નીચે દર્શાવેલ કોઈ પણ રીતે ફેલાતો નથી

·         હવા, પાણી, ખોરાક કે વસ્તુઓ જેવી કે વાસણો, રમકડાં, ટેલીફોન વગેરે
·         ખાંસી કે છીંક દ્વારા
·         દર્દી એ વાપરેલ બાથરૂમ, ટોઈલેટ કે તરણ કુંડ
·         એક જ થાળી માં સાથે જમવાથી અથવા એક જ ગ્લાસ માં પાણી પીવાથી
·         આંસુ કે પરસેવાથી
·         મચ્છર, માંકડ કે મધમાખી કરડવાથી
·         હાથ મિલાવવાથી કે એઇડ્સ (AIDS) ના દર્દીઓ સાથે બેસવાથી

(૩) શું ગુદામૈથુન થી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે ?

        હા, ગુદામૈથુન થી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે છે. એચ.આઈ.વી (HIV) ફેલાવાનું જોખમ ગુદા મૈથુન દ્વારા સૌથી વધારે હોય છે.

(૪) શું પુરુષ અને સ્ત્રી વચ્ચે મૈથુન થી એચ.આઈ.વી (HIV) ફેલાય છે ?

·         હા, સ્ત્રી અને પુરુષ વચ્ચે મૈથુન થવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવા નું જોખમ હોય છે પરંતુ આ જોખમ ગુદામૈથુન ની સરખામણી માં ઓછુ હોય છે.

·         મૈથુન દ્વારા એચ.આઈ.વી (HIV) નો ચેપ સ્ત્રી માંથી પુરુષ માં કે પુરુષ માંથી સ્ત્રી માં લાગી શકે છે.

·         એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ નીચે જણાવેલ પરીબળો પર આધાર રાખે છે.
. નિરોધ નો નિયમિત અને યોગ્ય ઉપયોગ,
. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ ની દવા (MEDICINE)નો સમય અને તેની નિયમિતતા
. ગુપ્ત રોગો ની હાજરી

·         ગર્ભનિરોધક ગોળી ફક્ત ગર્ભ ધારણ કરતાં અટકાવે છે. ગર્ભ નિરોધક ગોળી થી ગુપ્ત રોગો અને એચ.આઈ.વી (HIV) કોઈ રક્ષણ મળતું નથી.

(૫) શું મુખ મૈથુન થી એચ.આઈ.વી (HIV) ફેલાવવાની શક્યતા રહેલી છે ?

·         મુખ મૈથુન થી એચ.આઈ.વી (HIV) ફેલાવવા ની શક્યતા રહેલી છે પરંતુ તે ખુબ ઓછી છે.

·         સામાન્ય મૈથુન થી કે ગુદા મૈથુન થી ચેપ લાગવાની શક્યતા કરતા મુખ મૈથુનથી ચેપ ફેલાવવા ની શક્યતા ખુબ ઓછી રહેલી છે.

·         નીચેના પરિબળોની હાજરીમાં મુખ મૈથુન થી ચેપ લાગવાની શક્યતા વધારે રહેલી છે.
મોઢામાં ચાંદા પડવા,
પેઢામાં સોજા હોવા કે પેઢા માંથી લોહી પડવું,
ગુપ્તાંગ પર ચાંદા અને અન્ય ગુપ્તરોગો ની હાજરી

·         નિરોધ ના ઉપયોગથી આ જોખમ ઘટાડી શકાય છે.

(૬) શું ગુપ્ત રોગ ની હાજરી અને એચ.આઈ.વી (HIV) નો ચેપ ફેલાવવાની શક્યતા સાથે કોઈ સંબંધ છે ?

·         -કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) ની બીમારી ન હોય અને ગુપ્ત રોગ હોય અને નિરોધ વગર શારિરીક સંબંધ રાખો તો તમને એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા ૫ ગણી વધી જાય છે.

·         ગુપ્તરોગ ને કારણે ચામડી પર સોજા આવે કે ચાંદા પડે છે જેને કારણે એચ.આઈ.વી (HIV)ના વાયરસ સરળતાથી વ્યક્તિના શરીર માં દાખલ થઈને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે છે.

·         કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) અને ગુપ્તરોગ હોય અને તે બીજા વ્યક્તિ સાથે નિરોધના ઉપયોગ વગર શારિરીક સંબંધ રાખવામાં આવે તો સામે નાં પાત્રને પણ એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા ૫ ગણી વધી જાય છે. કોઈ વ્યક્તિ એક કરતા વધારે લોકો સાથે નીરોધ વગર શારિરીક સંબંધ રાખતા હોય તો નીચે મુજબ ની તપાસ (TEST) ઓછામાં ઓછી દર વર્ષે કરાવવી જોઈએ. જેવી કે એચ.આઈ.વી (HIV), સીફીલીસ, હિપેટાઈટીસ બી અને સી, કલેમડિયા અને ગોનોરિયા.

(૭) શું કોઈ એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિમાં વાયરલ લોડ ( ૧ મી.લી લોહીમાં વાયરસ ની સંખ્યા ) લેબોરેટરી (LABORATORY) રીપોર્ટમાં પકડી ન શકાય તેમ હોય તો તેમનાથી અસુરક્ષિત શારિરીક સંબંધ દ્વારા એચ.આઈ.વી (HIV) ફેલાય શકે છે?

·         જે લોકો એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) નિયમિત અને ઓછા માં ઓછી ૬ મહિના લેવાથી તેમના એક મિલી લોહી માં વાયરસની સંખ્યા ખુબ ઓછી થય જાય છે. જેને કારણે લેબોરેટરી (LABORATORY) માશીન દ્વારા પકડી શકતો નથી. જેને અનડિટેકટેબલ એટલે કે શોધી શકાય તેમ નથી તેવો રિપોર્ટ આપવામાં આવે છે. પણ આ વ્યક્તિ દ્વારા પણ જો અસુરક્ષિત જાતીય સંબંધ રાખવામાં આવે તો એચ.આઈ.વી (HIV) ફેલાવાની શક્યતા રહેલી છે પરંતુ તે ખુબ ઓછી હોય છે.

·         એચ.આઈ.વી (HIV) ના વાયરસ ની સંખ્યા વીર્ય અને યોની સ્ત્રાવ માં લોહી કરતા હંમેશા વધારે હોય છે.

·         બે રિપોર્ટ વચ્ચે ના સમય માં વાયરલ લોડ ની સંખ્યામાં વધારો થઈ શકે છે.

·         ગુપ્ત રોગોની હાજરીને કારણે વીર્ય અને યોનિસ્ત્રાવ માં વાયરસ ની સંખ્યામાં વધારો થઈ શકે છે.

(૮) શું દવા (MEDICINE)ના નશા માટે વપરાતી સોય અને સિરીંજને કારણે એચ.આઈ.વી (HIV) ફેલાઈ શકે?

·         એક જ સોય અને સિરીંજ નો એક કરતા વધારે લોકોમાં ઉપયોગ કરવામાં આવે તો એક વ્યક્તિમાં થી બીજા વ્યક્તિમાં એચ.આઈ.વી (HIV)નો ચેપ ફેલાઈ  શકે છે.

·         એચ.આઈ.વી (HIV)ની સાથે સાથે હિપેટાઈટીસ બી અને સી નામના વાયરસ પણ ફેલાય છે.

·         જે લોકો નશો કરવામાં સોય અને સિરીંજ નો ઉપયોગ કરતા હોય તેમણે દરેક વખતે નવી સોય અને સિરીંજ નો જ ઉપયોગ કરવો જોઈએ. આ સાથે વપરાતી અન્ય વસ્તુ જેમ કે પાણી, ઇન્જેક્શન કે રૂ નો પણ એક બીજા સાથે ઉપયોગ કરવો જોઈએ નહિ.

(૯) શું નશા માટે ઇન્જેક્શન વગર લેવામાં આવતી દવા (MEDICINE)ને કારણે એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા વધારે  હોય છે?

દારૂ અથવા અન્ય નશો કરતા લોકોમાં વિચાર શક્તિ માં ઘટાડો થાય છે. જેને કારણે તે સુરક્ષિત જાતીય સંબંધ બાબતે વિચારી કે નિર્યણ લઇ શકતા નથી જેને કારણે નિરોધનો ઉપયોગ કર્યા વગર એક કરતા વધારે લોકો સાથે શારીરીક સંબંધ રાખવાની શક્યતા વધારે હોય છે.

(૧૦) કોઈ વ્યક્તિને એક પ્રકારનો એચ.આઈ.વી (HIV) ચેપ લાગેલ હોય તો અન્ય પ્રકારના એચ.આઈ.વી (HIV)  ચેપ લાગી શકે?

·         હા, જે એચ.આઈ.વી (HIV)ના સુપર ઇન્ફેક્શન તરીકે ઓળખાય છે.

·         સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV)ના વાયરસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એચ.આઈ.વી (HIV)-૧ અને એચ.આઈ.વી (HIV)-

·         આ વાયરસના પેટા પ્રકારો ૨૪૦ હોય છે.

·         એચ.આઈ.વી-૧ પર કામ કરતી દરેક દવા (MEDICINE) એચ.આઈ.વી (HIV)-૨ પર કામ કરતી નથી. આમ જો કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV)-૧  નો ચેપ લાગેલ હોય અને તે સારવાર (TREATMENT) લેતા હોય અને નિરોધ વગર અસુરક્ષિત જાતીય શારિરીક સંબંધ ને કારણે એચ.આઈ.વી (HIV) -૨ નો ચેપ લાગે તો તેમને જૂની દવા (MEDICINE) કામ કરતી નથી અને તેમને દવા (MEDICINE) બદલવાની જરૂર પડે છે. જે વધારે ખર્ચાળ અને વધારે આડ-અસર વાળી હોય છે. આ માટે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિએ પણ નિયમિત નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે. જેથી અન્ય પ્રકારના એચ.આઈ.વી (HIV)ના ચેપ થી બચી શકાય છે.

(૧૧) શું હોસ્પિટલ કે ક્લિનીક માં કામ કરતા કર્મચારીઓને ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે ?

·         આ કર્મચારીઓ તેમની કામગીરી દરમ્યાન જરૂરી કાળજી જેમ કે ગ્લોવઝ, કેપ કે માસ્ક  અને અન્ય જરૂરી સાધનોનો ઉપયોગ કરે તો તેમને એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાની શક્યતા ખુબ ઓછી હોય છે.
·         આ કર્મચારીઓ ને મુખ્યત્વે આકસ્મિત રીતે સોય અથવા  ત્રીક્ષ્ણ સાધનો કે જે એચ.આઈ.વી (HIV) ધરાવતા વ્યક્તિની સારવાર (TREATMENT) માં ઉપયોગ કરેલ હોય તેનાથી ઈજા થાય તો તેનાથી કર્મચારીઓને પણ એચ.આઈ.વી (HIV) થવાનું જોખમ હોય છે. પરંતુ આ જોખમ ખુબ ઓછુ એટલે કે ૧૦૦૦ માંથી ૩ નું હોય છે.

·         આને માટે સમયસર પોસ્ટ એક્સપોઝર પ્રોફાયલેક્સીસ તરીકે ઓળખાતી દવા (MEDICINE) ના ઉપયોગ થી એચ.આઈ.વી નો ચેપ લાગવાની શક્યતા ઘટાડી શકાય છે.

(૧૨) શું મેડીકલ સારવાર (TREATMENT) લેવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ રહેલું છે? 

·         હોસ્પિટલ કે ક્લિનીક માં એચ.આઈ.વી (HIV) ચેપ લાગવાની શક્યતાઓ રહેલ છે. પરંતુ તે નહીવત છે.

·         સામાન્ય રીતે હોસ્પિટલ માં દર્દીઓ ને સારવાર (TREATMENT)માં દરેક પ્રકારની જરૂરી કાળજી રાખવામાં આવતી હોય છે. તેથી સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ચેપ લાગવાની કોઈ શક્યતા નથી.

·         પરંતુ જે લોકોને લોહી ચડાવવાની જરૂરીયાત પડે તેમને નહીવત જોખમ રહે છે. દરેક લોહીની બોટલ એચ.આઈ.વી (HIV) ની સાથે અન્ય ૪ ચેપો જેમકે હિપેટાઈટીસ બી, સી, સિફિલીસ અને મલેરિયા માટે પણ તપાસ (TEST) કરવામાં આવે છે. જો આ તપાસ (TEST) માં આ બીમારીના જંતુઓ ન આવે તો જ આ લોહી અન્ય કોઈ વ્યક્તિ ને આપવામાં આવે છે. પરંતુ આ તપાસ (TEST)માં ૧૦૦ એ ૧૦૦ % ચોક્કસાઈ પૂર્વક એચ.આઈ.વી (HIV) ના વાયરસની હાજરી છે કે નહિ. તે નક્કી કરવું શક્ય નથી. કારણકે એચ.આઈ.વી (HIV) માટે વપરાતી તપાસોની પણ અમુક મર્યાદાઓ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ ને થોડા દિવસ પહેલાજ જેમ કે ૧૨ થી ૨૫ દીવસ પહેલાજ જો એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ હશે અને તેવી વ્યક્તિ રક્તદાન કરશે તો જ્યારે આ લોહી બ્લડ બેન્કમાં એચ.આઈ.વી (HIV)  તપાસ (TEST) કરવામાં આવશે તો આ લોહી માં એચ.આઈ.વી (HIV) ના વાયરસની હાજરી હોવા છતા પણ લોહી પર કરવામાં આવતા રીપોર્ટ માં એચ.આઈ.વી (HIV) નો ચેપ નથી એવું આવશે. અને જો આ લોહી હોસ્પિટલ માં કોઈ દર્દીને ચડાવવામાં આવશે તો તેને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ ૯૮% જેટલું રહેલું છે.

(૧૩શું કોઈ વ્યક્તિને સામાજિક સંપર્ક થી એચ.આઈ.વી (HIV) થવાનું કોઈ જોખમ છે ?
       
સામાજિક સંપર્ક કે ક્રિયા કરવાથી એચ.આઈ.વી (HIV) થવાનો કોઈ ભય રહેલો નથી જેમ કે . . .
·         હવા, પાણી, ખોરાક કે વસ્તુઓ જેવી કે વાસણો, રમકડાં, ટેલીફોન વગેરે
·         ખાંસી કે છીંક દ્વારા
·         દર્દી એ વાપરેલ બાથરૂમ, ટોઈલેટ કે તરણકુંડ દ્વારા
·         એક જ થાળી માં સાથે જમવાથી અથવા એક જ ગ્લાસ માં પાણી પીવાથી
·         આંસુ કે પરસેવાથી
·         મચ્છર, માંકડ કે મધમાખી કરડવાથી
·         હાથ મિલાવવાથી કે એઇડ્સ (AIDS) ના દર્દીઓ સાથે બેસવાથી

(૧૪) શું ટેટુ પડાવવાથી અનેકાન કે નાક વીંધાવવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે છે ?

ટેટુ અથવા કાન-નાક વિંધાવવા થી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. પરંતુ તે ખુબ ઓછી છે. આથી ટેટુ અથવા કાન કે નાક વિંધાવવા માટે એક વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાયેલ સોય ક્યારેય પણ બીજા વ્યક્તિ માટે ઉપયોગ માં લેવી જોઈએ નહિ. દરેક વ્યક્તિ માટે નવી સોય નો ઉપયોગ કરવો જરૂરી છે.

(૧૫) શું એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ ની લાળ કે નખ વાગવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે ?

ના, એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ ની લાળ કોઈના શરીર પર પડવાથી કે નખ વાગવાથી કોઈ ને ચેપ લાગેલ હોય તેવો એક પણ કિસ્સો અત્યાર સુધી જોવા મળેલ નથી.

(૧૬) શું મચ્છર કરડવાથી એચ.આઈ.વી (HIV) ફેલાય શકે છે ?

ના, મચ્છર કરડવાથી એચ.આઈ.વી (HIV)નથી ફેલાતો. એચ.આઈ.વી (HIV) નો વાયરસ માનવ શરીરની બહાર જીવિત રહી શકતા નથી. આથી, તે મચ્છરો માં પણ જીવિત ન રહેવાને કારણે તેનાથી એચ.આઈ.વી (HIV) ફેલાવાની કોઈ શક્યતા રહેલી નથી.

૧૭. શું એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિએ બનાવેલ ખોરાક એચ.આઈ.વી (HIV) ફેલાવી શકે ?


ના, એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિએ બનાવેલ ખોરાક માંથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની કોઈ શક્યતા નથી. કોઈ કારણોસર ખોરાક માં એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ નું લોહી ભળી જાય તો પણ તે હવાના સંપર્ક માં આવવાથી અને આપણા જઠર માં રહેલ કુદરતી એસીડ ના સંપર્ક માં આવવા થી એચ.આઈ.વી (HIV) ના વાયરસ મરી જશે. આથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની કોઈ શક્યતા રહેલી નથી.

No comments:

Post a Comment