Monday 19 September 2016

એચ.આઈ.વી નો ચેપ રોકવા માટે તપાસ કરવો

(૧) એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કેટલી પ્રકારની હોય છે ?

·         એન્ટીબોડી ટેસ્ટ (TEST)

        મોટા ભાગે કરવામાં આવતી લોહી ની તપાસ (TEST)માં એચ.આઈ.વી (HIV) વાયરસ ની જગ્યા પર તેમના વિરુદ્ધ શરીરમાં બનેલા એન્ટીબોડી ના તત્વોની તપાસ (TEST) કરવામાં આવે છે.

·         અલાઈઝા ટેસ્ટ (TEST)

        અલાઈઝા ટેસ્ટ (TEST) લોહી, લાળ અને પેશાબના નમુના દ્વારા કરી શકાઈ છે. પરંતુ મોટા ભાગે આ ટેસ્ટ (TEST) લોહીના નમુના માં કરાવવામાં આવતી હોય છે. જે થોડી ખર્ચાળ અને વધુ સમય લાગતી તપાસ (TEST) છે.

·         રેપીડ ટેસ્ટ (TEST)

        રેપીડ ટેસ્ટ (TEST) પણ લોહી, વાળ અથવા પેશાબના નમૂનામાં કરવામાં આવે છે. પરંતુ રેપીડ ટેસ્ટ (TEST)નું પરિણામ અલાઈઝાના ટેસ્ટ (TEST) કરતા ખુબ ઓછા સમય માં અને ઓછા ખર્ચે કરી શકાઈ છે.

·         એન્ટીજન ટેસ્ટ (TEST)

        એચ.આઈ.વી (HIV) ના ચેપ લાગવાના શરૂઆતના સમયગાળા માં એચ.આઈ.વી (HIV) નું નિદાન કરવા માટે એન્ટીજન ટેસ્ટ (TEST) નો ઉપયોગ કરવામાં આવે છે.

·         પી.સી.આર. (Polymerage Chain Reaction)

            પી.સી.આર. ટેસ્ટ (TEST)ની મદદ થી એચ.આઈ.વી (HIV) ના વાયરસ ની હાજરી પ્રત્યક્ષ રીતે ચકાસવા માં આવે છે.

        એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત માતાથી જન્મેલ બાળકોને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ છે કે નહિ તે પણ પી.સી.આર. ટેસ્ટ (TEST) દ્વારા તપાસ (TEST) કરી જાણી શકાય છે.

(૨) એચ.આઈ.વી (HIV) તપાસ (TEST) કેટલી વખત કરાવવી જોઈએ ?

નીચે જણાવેલ કોઈ પણ જોખમી પ્રવૃત્તિ સાથે તમે સંકડાયેલા હોવ તો ત્રણ મહીને એચ.આઈ.વી (HIV) તપાસ (TEST) કરાવવી જોઈએ.

·         નશીલી દવા (MEDICINE)ના ઇન્જેકશન અથવા તેમની સાથે જોડાયેલ વસ્તુઓની એક બીજા સાથે અદલા બદલી કરતા હોય તો.

·         ભૂતકાળમાં કે હાલમાં કોઈપણ પ્રકારના ગુપ્તરોગનો ચેપ લાગેલ હોય તો.

·         કોન્ડોમ (CONDOM)નો ઉપયોગ કર્યા વગર એક કરતા વધારે વ્યક્તિ સાથે જાતીય સબંધ રાખેલ હોય તો.

·         જો કોઈ વ્યકિત જાતીય સબંધ ધરાવનાર સાથીદાર સાથે  નિરોધ વગર શારિરીક સબંધ રાખેલ હોય અને એ વ્યક્તિ ના સાથીદાર તેમનું પોતાનું એચ.આઈ.વી (HIV) નું સ્ટેટસ જાણતા ના હોય

·         જો કોઈ દંપતિ પોતાનું બાળક રાખવા માટેનું આયોજન કરી રહ્યા હોય તો આ દંપતિએ  એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જરૂરી બને છે.


(૩) ગુપ્તતા અને એચ.આઈ.વી (HIV)ની તપાસ (TEST)

        એચ.આઈ.વી (HIV) રીપોર્ટ કરાવનાર વ્યક્તિની કોઈ પ્રકારની માહિતી જે તે વ્યક્તિની મંજુરી વગર કોઈ પણ વ્યક્તિને આપવામાં આવતી નથી. દરેક વ્યક્તિના એચ.આઈ.વી (HIV) રીપોર્ટ અંગે ની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ માટે કોઈપણ વ્યક્તિએ પોતાનો એચ.આઈ.વી (HIV) ટેસ્ટ (TEST) કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર કરાવવો જોઈએ. દરેક લેબોરેટરી (LABORATORY) અને ડોક્ટર ચોક્કસ પણે પુરતી તકેદારી રાખતા હોય છે કે એચ.આઈ.વી (HIV) અંગેની માહિતી સંપૂર્ણ પણે ગુપ્ત રહે અને જે તે વ્યક્તિ  સિવાય અન્ય કોઈને પણ આપવામાં ના આવે.





(૪) પ્રિ ટેસ્ટ (TEST) કાઉન્સેલિંગ
       
પ્રિ ટેસ્ટ (TEST) કાઉન્સેલિંગ નો અર્થ થાઇ છે કે એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરતા પહેલા રીપોર્ટ કરાવનાર વ્યક્તિ સાથે ડોક્ટર અથવા કાઉન્સેલર દ્વારા એચ.આઈ.વી (HIV) ના રીપોર્ટ અને આ બીમારી વિષે જરૂરી અને યોગ્ય માહિતી આપવામાં આવે. રીપોર્ટ કરાવનાર વ્યક્તિની મનમાં ઉદભવતા સવાલોના યોગ્ય જવાબ આપી એચ.આઈ.વી (HIV) ની સાથે જોડાયેલ માહિતી પૂરી પાડવામાં આવે. પ્રિ ટેસ્ટ (TEST) કાઉન્સેલીંગ માં સામાન્યરીતે નીચે જણાવેલ વિગતો નો સમાવેશ થતો હોય છે.
- એચ.આઈ.વી (HIV) ના ટેસ્ટ (TEST) વિશે ની માહિતી
. ટેસ્ટ (TEST) માટે કયો નમુનો લેવમાં આવશે? જેમ કે લોહી, લાળ કે પેશાબ
. ટેસ્ટ (TEST) થી શું જાણી શકાય અને શું જાણી નહી શકાય
. ટેસ્ટ (TEST) નો રીપોર્ટ આવવા માટે કેટલો સમય લાગશે
- એચ.આઈ.વી (HIV) નો ચેપ કેવી રીતે લાગે છે અને ચેપ થી બચવા માટેના ઉપાયો વિષે સમજાવવામાં  આવે છે.
- ટેસ્ટ (TEST) અને તેના રીપોર્ટ વિશેની ગુપ્તતા વિષે સમજાવવામાં આવે છે.
- સાદી અને સરળ ભાષામાં ટેસ્ટ (TEST) નાં પરિણામનો અર્થ સમજાવવામાં આવે છે.

(૫) પોસ્ટ ટેસ્ટ (TEST) કાઉન્સેલિંગ

        જયારે રીપોર્ટ આવી જાય છે ત્યારે અંગત અને વ્યક્તિગત રીતે આપવામાં આવે છે. અહી ફક્ત રીપોર્ટ આપી દેવામાં આવતો નથી પરંતુ રીપોર્ટ આવ્યા પછી અમુક અગત્યની માહિતી આપવામાં આવે છે. અને રીપોર્ટ કરાવનારનાં મનમાં કોઈ સવાલ હોય તો તેમનું નિરાકરણ લાવવામાં આવે છે. જેને પોસ્ટ ટેસ્ટ (TEST) કાઉન્સેલિંગ કહેવામાં આવે છે. જેમાં નીચે મુજબની વિગતોનો સમાવેશ થઇ છે.
·         સાદી અને સરળ ભાષામાં ટેસ્ટ (TEST)ના પરિણામનો અર્થ સમજાવવો

·         જો રીપોર્ટ નેગેટીવ આવેલ હોય તો એચ.આઈ.વી (HIV) અટકાવવા માટેના પરિબળો વિષે માહિતી આપવી. જયારે નેગેટીવ રીપોર્ટ ૧૦૦% ખાત્રી પૂર્વક નથી કઈ શકતો કે કોઈ વ્યક્તિને ૧૦૦% વ્યક્તિને એચ.આઈ.વી (HIV) ની બીમારી નથી કારણ કે જો વ્યક્તિને નજીકના થોડા દિવસ પહેલા જ એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ હશે તો વ્યક્તિ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવા છતા પણ રીપોર્ટ નેગેટીવ આવવાની શક્યતા રહે છે.
·         જો રીપોર્ટ પોઝીટીવ આવે તો ઉપલબ્ધ ઉપાયો, સારવાર (TREATMENT)ના વિકલ્પો, પોઝીટીવ પ્રિવેન્શન, સ્વસ્થ અને સંપૂર્ણ જીવન માટે જરૂરી કાળજી જેવા મુદ્દાઓ પર સવિસ્તાર સમજાવવામાં આવે છે. એચ.આઈ.વી (HIV) ની બીમારી માં શરીરમાં ક્યાં ક્યાં પ્રકારનું નુકસાન કે અન્ય બીમારી થાય છે તે સમજાવવામાં આવે છે. તમારા થી બીજાને એચ.આઈ.વી (HIV) નો ચેપ ન લાગે તેના માટે ક્યાં પ્રકારની કાળજી લેવી જરૂરી છે. એચ.આઈ.વી (HIV) ની સમયસર અને નિયમિત સારવાર (TREATMENT) કરવી અત્યંત જરૂરી છે. જેથી વ્યક્તિ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે.

·         દરેક સગર્ભા સ્ત્રીએ પહેલો એચ.આઈ.વી (HIV) નો રિપોર્ટ ગર્ભાવસ્થા રહે તો વહેલી તકે શરૂઆતના ૧ થી ૩ મહિનાની અંદર કરાવી લેવો જોઈએ. અને બીજી  વખત સગર્ભાવસ્થા ના ૬ થી 9 મહિના વચ્ચે પરંતુ ૩૪ અઠવાડિયા પહેલા કરવી લેવો જોઈએ .

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત સ્ત્રીને આવનાર બાળકમાં એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાના જોખમ વિશે સમજાવવામાં આવે છે.


·         જો જોખમ ઘટાડવા માટે ના વિવિધ ઉપાયો જેવા કે માતાની એચ.આઈ.વી (HIV) માટેની દવા (MEDICINE) ચાલુ કરવી, નોર્મલ ડીલેવરી ની જગ્યા એ સીઝેરીયેન સેકશન થી પસંદગી કરવી, માતા નું દૂધના અથવા ઉપરનું દૂધ આપવું. જેથી બાળકને એચ.આઈ.વી (HIV) આવવાની શક્યતા ૩૩% માંથી ૨% કરતા ઓછી કરી શકાય છે. આવા કિસ્સામાં આવનાર બાળકને પણ સામાન્ય રીતે ૬ થી 12 અઠવાડિયા સુધી દવા (MEDICINE) આપવામાં આવે છે. જે બાળકને એચ.આઈ.વી (HIV) ના ચેપ થી રક્ષણ આપે છે.

No comments:

Post a Comment