Monday 19 September 2016

એચ.આઈ.વી ની લેબોરેટરી તપાસ અંગે વારંવાર પૂછાતા સવાલો અને તેના જવાબ


વ્યક્તિ ના લોહી ની લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST) થી ચોક્કસ રીતે જાણી શકાય છે કે કોઈ વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) છે કે નહિ.

અહી આપને એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST)ને સબંધિત પ્રશ્નો વિષે વારંવાર ચર્ચા કરીશું. જેમાં કઈ કઈ પ્રકાર ની તપાસો આવે છે. ક્યારે કઈ તપાસ (TEST) કરાવવી જોઈએ અને તેનાથી શું જાણી  શકાય.

(૧) શું દરેક વ્યક્તિએ એચ.આઈ.વી (HIV)ની તપાસ (TEST) કરાવવી જોઈએ ?

·         ૧૩ વર્ષ થી ૬૪ વર્ષ વચ્ચેના દરેક લોકો નું ઓછામાં ઓછી એક વખત બોડી ચેક અપ ના ભાગ રૂપે એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ. કારણ કે દુનિયામાં ઘણા બધા લોકો એચ.આઈ.વી (HIV) ના લક્ષણ હાજર ન હોવાને કારણે તેમના એચ.આઈ.વી (HIV) ના ચેપ થી અજાણ હોય છે.

·         કોઈ પણ વ્યક્તિએ ક્યારેય અસુરક્ષિત જાતીય સબંધ મુખ, યોની કે ગુદા દ્વારા કર્યું હોય, ઇન્જેક્શન દ્વારા નશાકારક દવાઓ નો ઉપયોગ કરતા હોય, કોઈ માતા ને એચ.આઈ.વી (HIV) ની બીમારી હોય અથવા જે વ્યક્તિને લોહી ચડાવવામાં આવેલ હોય એવા સંજોગોમાં એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ હોય શકે. અને તેની ખાત્રી ફક્ત લોહીની તપાસ (TEST) દ્વારા જ થઇ શકે છે.

·         કોઈ વ્યક્તિને હાલમાં કે ભૂતકાળ માં સીફીલીસ કે અન્ય ગુપ્ત રોગ થયેલ હોય.

·         કોઈ વ્યક્તિને હિપેટાઈટીસ કે ટી.બી. ની બીમારી હોય.

·         જે લોકો માટે ઉપરમાંથી કોઈ જોખમ કાયમી જેમ કે અસુક્ષિત શારીરિક સબંધ કે કે નશાકારક દવા નું ચાલુ જ હોય તો તેમણે ઓછામાં ઓછા વર્ષમાં એક વખત એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો જોઈએ.

·         જે સ્ત્રી માતા બનવાનું આયોજન કરતી હોય તેમણે પણ એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ.



(૨) એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવા થી શું ફાયદો થાય ?

·         તપાસ (TEST) કરાવવાથી દરેક વ્યક્તિ અને તેમના પરિવાર માટે અમુક અગત્યની જાણકારી મળી રહેશે જે દરેક વ્યક્તિને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે.

·         રીપોર્ટ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ થશે. પોતાના મનમાં રહેલ ડર અને શંકા દુર કરવામાં મદદરૂપ થશે કે એચ.આઈ.વી (HIV) નો ચેપ તો નથી લાગેલ. એચ.આઈ.વી (HIV) ની લેબોરેટરી (LABORATORY) તપાસ (TEST)થી જ ચોક્કસ કહી શકાય કે એચ.આઈ.વી (HIV) નો ચેપ છે કે નહિ.

·         કોઈ સ્ત્રી સગર્ભા હોય અથવા ગર્ભાવસ્થા ધારણ કરવા માટેનું આયોજન કરવું હોય તો આવનાર બાળકને એચ.આઈ.વી (HIV) મુક્ત જીવન આપવા માટે મદદરૂપ થઇ શકે.

·         કોઈ વ્યક્તિનો રીપોર્ટ એચ.આઈ.વી (HIV) પોઝીટીવ આવે તો તમણે સમયસર દવા શરૂ કરી એઇડ્સ (AIDS)ને થતો જીવનભર અટકાવી શકાય છે. જેથી તે સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે અને એક વ્યક્તિથી  બીજા વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો ચેપ ફેલાતો અટકાવવા માટે યોગ્ય પગલા લઇ શકાય. જેથી વ્યક્તિ પોતાના જીવનસાથીને એચ.આઈ.વી (HIV) ના ચેપથી પણ બચાવી શકે.

(૩) કોઈ પણ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) સાથે જોખમકારક પ્રવૃતિમાં જોડાયેલ નથી તો શું તેમણે પણ  એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ?

કોઈ વ્યક્તિનો અને તેમના જીવનસાથીનો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ નેગેટીવ આવેલ હોય અને તે  બંને માંથી કોઈ પણ જોખમી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ના હોય તો તેમણે ફરીથી એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવાની જરૂર નથી.

(૪) એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) ક્યારે કરાવવી જોઈએ?

        સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST)માં વાયરસની સામે શરીરમાં બનતા એન્ટીબોડીની તપાસ (TEST) કરવામાં આવે છે. જો આ એન્ટીબોડીનો પ્રારંભિક રીપોર્ટ પોઝીટીવ આવે તો રીપોર્ટને ચોક્કસ કરવા માટે એચ.આઈ.વી (HIV) ના વાયરસની તપાસ (TEST) કરવામાં આવે છે. સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ના વાયરસ આપના શરીરમાં દાખલ થાય અને લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST)માં પકડાય શકે તેટલા પ્રમાણમાં એન્ટીબોડી બનવા માટે ૩ થી ૮ અઠવાડિયાનો સમય લાગતો હોય છે. આ સમયગાળાને મેડીકલ ભાષામાં વિન્ડો પિરીયડ તરીકે ઓળખવામાં આવે છે. ૯૭% લોકોનો રીપોર્ટ એચ.આઈ.વી (HIV) ના વાયરસ શરીરમાં દાખલ થયાના ૩ મહિનાની અંદર પોઝીટીવ આવી જાય છે. જો ૩ મહિનાનો રીપોર્ટ નેગેટીવ આવે તો બીજા ૩ મહિના પછી એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ ફરીથી કરાવવો જરૂરી છે.

(૫) ક્યાં પ્રકારની તપાસો ઉપલબ્ધ હોય છે અને તે કઈ રીતે કામ કરે છે?

·         સૌથી સામાન્ય તપાસ (TEST)માં એચ.આઈ.વી (HIV) ના વાયરસની વિરુધ્ધ આપના શરીરમાં બનતા એન્ટીબોડીની હાજરી છે કે નહિ તે તપાસ (TEST)વા માટે રેપીડ ટેસ્ટ (TEST)નો ઉપયોગ થતો હોય છે. જો આ રેપીડ ટેસ્ટ (TEST) પોઝીટીવ આવે તો નિદાન ચોક્કસ કરવા માટે કન્ફરમેટીવ ટેસ્ટ (TEST) કરવામાં આવતી હોય છે. જેમાં વાયરસની હાજરી પણ ચકાસવામાં આવે છે. સામાન્ય રીતે રેપીડ ટેસ્ટ (TEST) માટે લોહીના નમુના લેવામાં આવે છે. પરંતુ આ ટેસ્ટ (TEST) પેશાબ અને વાળ દ્વારા પણ કરી શકાય છે પરંતુ લોહીના નમુના દ્વારા એચ.આઈ.વી (HIV) ની જાણ પેશાબ કે વાળ પર કરેલી ટેસ્ટ (TEST) કરતા વહેલી કરી શકાય છે.

·         એચ.આઈ.વી (HIV) ડીયો ટેસ્ટ (TEST) એચ.આઈ.વી (HIV) ના વાયરસના એન્ટીજન અને એન્ટીબોડી એમ બંનેની હાજરી તપાસે છે. જે ચેપ લાગ્યાના ૩ અઠવાડિયામાં ચેપ લાગેલ છે કે નહિ તે નક્કી કરી શકે છે.

·         એચ.આઈ.વી (HIV) આર.એન.. ટેસ્ટ (TEST) દ્વારા એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગ્યાના ૧૦ દિવસમાં જ એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ છે કે નહિ તે જાણી શકાય છે.

(૬) જયારે કોઈ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવે ત્યારે તેમણે શું આશા રાખવી જોઈએ?

·         સામાન્ય રીતે વ્યક્તિના રીપોર્ટ માટે લોહીનો નમુનો લેવામાં આવતો હોય છે જેનો રીપોર્ટ એક દિવસની અંદર મળી જતો હોય છે.

·         જે વ્યક્તિનો રીપોર્ટ નેગેટીવ આવે અને તે છેલ્લા ૬ મહિનામાં કોઈ જોખમી પ્રવૃત્તિ સાથે જોડાયેલ ન હોય તો તે વ્યક્તિ ચોક્કસપણે એચ.આઈ.વી (HIV) થી મુક્ત છે એમ કહી શકાય.

·         જો આપનો રીપોર્ટ પોઝીટીવ આવે તો રીપોર્ટ ચોક્કસ કરવા માટે કન્ફરમેટીવ ટેસ્ટ (TEST) તરીકે ઓળખાતી એચ.આઈ.વી (HIV) ડિયો અથવા વેસ્ટર્ન બ્લોટ નામની તપાસ (TEST) કરાવવાની રેહશે.

·         એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરતા પેહલા ડોક્ટર કે કાઉન્સેલર દ્વારા વ્યક્તિનું પ્રિ-ટેસ્ટ (TEST) કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી (HIV) ની બીમારી અને તેની તપાસ (TEST) સાથે જોડાયેલ મૂળભૂત માહિતી આપવામાં આવે છે. રીપોર્ટ આવ્યા પછી તે વ્યક્તિને પોસ્ટ ટેસ્ટ (TEST) કાઉન્સેલિંગપૂરું પાડવામાં આવે છેજેમાં લોહીનો રીપોર્ટ પોઝીટીવ કે નેગેટીવ માટે નો અર્થ સમજાવશે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવશે તો ડોક્ટર અને કાઉન્સેલર તે વ્યક્તિના સ્વસ્થ અને સંપૂર્ણ જીવન માટે ઉપલબ્ધ વિકલ્પોની માહિતી આપશે.

(૭) નેગેટીવ રીપોર્ટનો અર્થ શું થાય છે?

·         નેગેટીવ રીપોર્ટની ચોક્કસાઈ ૯૭% થી ૯૯% જેટલી હોય છે. એનો અર્થ થાય છે કે નેગેટીવ  રીપોર્ટના આધારે વ્યક્તિને એચ.આઈ.વી (HIV) ની બીમારી નથી તેમ ૯૭% થી ૯૯% ખાતરી આપી શકાય છે. પરંતુ, ૧૦૦% નહિ કારણ કે લેબોરેટરી (LABORATORY)માં કરાવવામાં આવતી દરેક તપાસ (TEST)ની એક મર્યાદા હોય છે. જેને વિન્ડો પીરીયડ તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે વ્યક્તિના શરીરમાં એચ.આઈ.વી (HIV) ના વાયરસનું દાખલ થવું અને શરીર દ્વારા એચ.આઈ.વી (HIV) ના વાયરસની વિરુધ્ધમાં પૂરતા પ્રમાણમાં એન્ટીબોડી બનાવવા કે જે લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST) કરાવવામાં આવે તેની વચ્ચેના સમયને વિન્ડોપિરીયડ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ સમયગાળો ૩ થી ૮ અઠવાડિયા સુધીનો હોય છે. ૯૭% લોકોમાં આ સમયગાળો ૩ મહિના કરતા પણ ઓછો હોય છે. પરંતુ ૬ મહિનાની અંદર ૧૦૦% લોકોમાં આ રીપોર્ટ ખાતરી પૂર્વક એચ.આઈ.વી (HIV) છે કે નહિ તે કહી શકાશે.

·         વાયરસની તપાસ (TEST) કરતી લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST)એચ.આઈ.વી (HIV) આર.એન.. માટે આ વિન્ડોપિરીયડ અલગ અને ઓછો હોય છે  જે ૧૨ દિવસ થી ૨૪ દિવસ સુધી નો હોય છે.

·         ફરીથી રીપોર્ટ કરવાની જરૂરિયાત છે કે નહિ અને ક્યારે કરવો પડશે તે માટે ડોક્ટરની સલાહ લો. ડોક્ટર અમુક સમય પછી ફરીથી રીપોર્ટ કરવાનું કહે તો ત્યાં સુધી કોઈ પણ જોખમી પ્રવૃતિમાં સામેલ ન થવું કે જેનાથી એચ.આઈ.વી (HIV) થવાનો ભય ન રહે.

(૮) કોઈ વ્યક્તિનો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ નેગેટીવ આવે તો એનો  અર્થ એવો થાય છે કે તેમના  સાથીદાર પણ એચ.આઈ.વી (HIV) મુક્ત છે?

ના, જે વ્યક્તિનો રીપોર્ટ થયો છે ફક્ત તે જ વ્યક્તિ વિશેની માહિતી આપી શકશે. તેમના સાથીદાર વિશેની નહિ. દરેક જોખમી પ્રવૃત્તિ વખતે એચ.આઈ.વી (HIV) એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. આથી તમારા સાથીદારને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ છે કે નહિ તેના માટે તેમનો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો જરૂરી છે. જયારે બંને સાથીદાર સાથે રીપોર્ટ કરાવે છે ત્યારે તેને કપલ ટેસ્ટીંગ (TESTING) તરીકે ઓળખવામાં આવે છે.

(૯) પોઝીટીવ રીપોર્ટનો શું અર્થ થાય છે?

·         કોઈ પણ વ્યક્તિનો રેપીડ ટેસ્ટ (TEST)નો રીપોર્ટ પોઝીટીવ આવેલો હશે તો તેમના લોહીના નમુનામાં એચ.આઈ.વી (HIV) માટેની તપાસ (TEST) કન્ફરમેટીવ ટેસ્ટ (TEST) એચ.આઈ.વી (HIV) ડિયો અથવા વેસ્ટર્ન બ્લોટ  દ્વારા કરવામાં આવશે. જો કન્ફરમેટીવ ટેસ્ટ (TEST)માં પણ રીપોર્ટ પોઝીટીવ આવશે તો એ ચોક્કસ થઇ જશે કે વ્યક્તિને એચ.આઈ.વી (HIV) ની બીમારીનો ચેપ લાગેલો છે.

·         વહેલી તપાસ (TEST) કરાવવાથી જાણેલ વહેલું નિદાન વ્યક્તિને સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી છે. સ્વસ્થ અને સંપૂર્ણ જીવન માટે વહેલું નિદાન ખુબ જ જરૂરી છે. સમયસર એચ.આઈ.વી (HIV) માટેની દવાની શરૂઆત અને હકારાત્મક જીવનશૈલી વ્યક્તિના સ્વસ્થ જીવન માટે મહત્વનું છે.

·         સમયસર યોગ્ય સારવાર (TREATMENT)થી વ્યક્તિ એઇડ્સ (AIDS) અને અન્ય ગંભીર તકવાદી ચેપોથી બચી શકે છે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવે તો તેમણે એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS)ના નિષ્ણાંત ડોક્ટર પાસેથી તુરંત એચ.આઈ.વી (HIV) ની દવા શરૂ કરાવી દેવી જોઈએ. એચ.આઈ.વી (HIV) અને એઈડ્સના ડોક્ટરને જાણતા ન હોય તો પોતાના ફેમેલી ડોક્ટર કે અન્ય ડોક્ટરને પૂછી શકો છો. જે એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર સાથે આપની મુલાકાત કરાવવામાં મદદરૂપ થશે.

·         એચ.આઈ.વી (HIV) ની દવા શક્ય તેટલી વ્હેલી શરૂ કરી દેવી જોઈએ. વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય અથવા સી.ડી.૪ ની સંખ્યા ખુબ સારી હોય તો પણ એચ.આઈ.વી (HIV) માટેની સારવાર (TREATMENT) તુરંત શરૂ કરી દેવી જોઈએ કે જેથી વ્યક્તિને શરીરમાં એચ.આઈ.વી (HIV) ના વાયરસની સંખ્યામાં ખુબ ઘટાડો કરીને તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે સી.ડી.૪ ની સંખ્યાને મહ્દઅંશે જાળવી શકાય છે.

·         અન્ય ગુપ્ત રોગો છે કે નહી તે માટેની તપાસ (TEST) કરાવવી ખુબ જ જરૂરી છે. ગુપ્ત રોગ વ્યક્તિને  ગંભીર નુકશાન કરી શકે છે. જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારના લક્ષણો ન હોય તો પણ નિયમિત નિરોધનો ઉપયોગ કરી પોતે અને પોતાના સાથીને ગુપ્ત રોગોથી બચાવી શકે છે.

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિએ ટી.બી. છે કે નહિ તેની તપાસ (TEST) કરાવવી જોઈએ. જો સમયસર ટી.બી. ની તપાસ (TEST) થાય અને ટી.બી. હોય તો તેની યોગ્ય સારવાર (TREATMENT) કરાવવી જોઈએ. જો ટી.બી. નું નિદાન થયા પછી યોગ્ય સમયે સારવાર (TREATMENT) ન કરવામાં આવે તો ટી.બી. જીવલેણ સાબિત થાય છે અને વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.

·         જો કોઈ વ્યક્તિ તમાકુ, દારૂ કે ધુમ્રપાનનું વ્યસન કરતા હોય તો આ વ્યસનને કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થઇ શકે છે આથી આ વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના ડોક્ટર અથવા વ્યસનમુક્તિ કેન્દ્રની મદદ લઇ આવા વ્યસનો અચૂકપણે છોડી દેવા જોઈએ.

·         એક વ્યક્તિથી બીજા કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો ચેપ ન લાગે તેના માટે નીચેની બાબતોનું પાલન કરો...
·         પોતાની સાથે જાતીય સંબંધ ધરાવતા સાથીદારને પોતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવાની જાણ કરવી જોઈએ.

·         હંમેશા નિરોધ નો ઉપયોગ કરવો.
·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત કોઈ એક વ્યક્તિમાં ઉપયોગ કરાયેલ સોય કે સિરીંજ અન્ય કોઈ વ્યક્તિ માટે ક્યારેય પણ ઉપયોગ માં લેવી ન જોઈએ.

·         વ્હેલી તકે એચ.આઈ.વી (HIV) ની દવા શરૂ કરીને નિયમિત દવા લેવી જેનાથી વ્યક્તિના શરીર માં એચ.આઈ.વી (HIV) ના વાયરસની સંખ્યામાં ૯૯% જેટલો ઘટાડો કરી શકાશે. જેના કારણે એક વ્યક્તિ થકી બીજા ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા મહદ અંશે ઘટાડી શકાય છે.

·         પોતાના સાથીદાર એચ.આઈ.વી (HIV) નેગેટીવ હોય તો એચ.આઈ.વી (HIV) નાં ચેપ ને અટકાવવા માટે ની પ્રિ- એકસપોઝર પ્રોફાઇલેક્સીસ  નાં વિકલ્પ વિષે ચર્ચા કરવી અને તે વિષે વિચારવું.

(૧૧) શું કોઈનો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ પોઝીટીવ આવે તો તેને એઇડ્સ (AIDS) પણ છે એમ કહી શકાય ?

ના, એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) બંને જુદી જુદી બાબત છે. જો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) ન લે તો એચ.આઈ.વી (HIV) નો અંતિમ તબક્કો એટલે કે એઈડ્સની પરિસ્થિતિ ઉદભવે છે. જે ઘણી ગંભીર અને અન્ય બીમારીઓ યુક્ત હોય છે. સમયસર દવા શરૂ કરીને તેને નિયમિત રીતે લેવાથી એઈડ્સની પરિસ્થિતિ થી બચી શકાય છે.

૧૨. શું કોઈ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોય તે અન્ય કોઈ લોકો જાણી શકે છે ?

ના, એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિની મંજૂરી વિના ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કે તેની સાથે જોડાયેલ કોઈ પણ માહિતી ડોક્ટર, કલીનીક (CLINIC), હોસ્પિટલ કે લેબોરેટરી (LABORATORY) દ્વારા ક્યારેય પણ અન્ય કોઈ પણ વ્યક્તિને આપવામાં આવતી નથી. આ માટે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિએ નિશ્ચિંત રહેવું જોઈએ. આમ, આવા કોઈ પણ પ્રકારના ડર વગર લોકોએ પોતાનો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવી પોતાની એચ.આઈ.વી (HIV) ની સ્થિતિ જાણવી જોઈએ.

૧૩. શું પોતાના એચ.આઈ.વી (HIV) પોઝીટીવ રીપોર્ટ ની કોઈ ને જાણ કરવી જોઈએ ?
·         પોતે એચ.આઈ.વી (HIV) પોઝીટીવ હોવાની જાણ કોઈ અન્ય વ્યક્તિને કરવી કે નહિ તે જે તે વ્યક્તિની અંગત બાબત છે અને આ બાબતે વ્યક્તિ પોતે  સ્વતંત્રપણે નિર્ણય કરી શકે છે.

·         જો કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) ની બીમારી હોય તો તેમના સાથીદારને પણ એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે છે. આથી તે મહત્વનું છે કે પોતાના સાથીને પોતાના એચ.આઈ.વી (HIV) પોઝીટીવ હોવાની જાણ કરવી જ જોઈએ.

·         પોતે એચ.આઈ.વી (HIV) ની બીમારી વિષે પોતાના સાથીદાર ને જણાવવા માંગતા હોય પણ પોતે જાણ કરતા ખંચકાતા હોય તો પોતાના ડોક્ટર, કાઉન્સેલર કે તમારા વિશ્વાસુ વ્યક્તિની મદદ લઇ શકાય છે.

·         કોઈ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ  પોતાની સાથે જાતીય સબંધ ધરાવતા સાથીદાર ને જાણ  કર્યા વગર તેમની સાથે શારિરીક સબંધ રાખે તો તે કાયદાકીય રીતે પણ ગુનો બને છે. આથી પોતે  પોતાના  સાથીદારને અચૂક જાણ કરવી જોઈએ.

પરિવાર અને મિત્રો

·         મોટાભાગના કિસ્સાઓમાં પોતાના પરિવાર કે મિત્રને પોતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવાની જાણ હોતી નથી. જ્યાં સુધી પોતે તેમને જાણ નહિ કરો.

·         શરૂઆતમાં વ્યક્તિ પોતાના પરિવાર કે મિત્રો ને જાણ કરવા માં સંકોચ અનુભવી શકે પરંતુ જે લોકો પોતાના એચ.આઈ.વી (HIV) ની જાણ તેમના પરિવાર અને મિત્રોને કરે છે તે કોઈપણ પ્રકારના ડર વગર એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) યોગ્ય રીતે નિયમિત લઇ શકે છે. અને તે લોકોને સારવાર (TREATMENT)ની વધુ સારી અસર જોવા મળે છે.

શેઠ અને માલિક
       
પોતાના શેઠ કે માલિકને ત્યાં સુધી ખબર પડવાની શક્યતા નથી કે જ્યાંસુધી પોતે જણાવશો નહિ. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી પોતાને સોંપેલ કામ પોતાની નોકરી ની પોસ્ટ ને આધારે યોગ્ય રીતે કામ કરી શકે ત્યાં સુધી તેને નોકરી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. ફક્ત એચ.આઈ.વી (HIV) ના ચેપ ના આધારે કોઈ વ્યક્તિને નોકરીમાંથી કોઈ કાઢી ન શકે.

વિમાની કંપની અને કાયદાકીય સંસ્થા
       

જ્યારે વીમા ની કંપની અને કાયદાકીય સંસ્થા કોઈ વ્યક્તિના એચ.આઈ.વી (HIV) નાં ચેપ વિષે માહિતી માંગે છે ત્યારે કાયદાકીય રીતે ડોક્ટર કે લેબોરેટરી (LABORATORY) માહિતી આપવા માટે બંધાયેલ હોય છે. આ સમયે દર્દીને તેમની માહિતી છુપાવવા માટે નો કોઈ અધિકાર નથી.

No comments:

Post a Comment