Monday 19 September 2016

એચ.આઈ.વી નું નવું નિદાન અને માનવ શરીર

એચ.આઈ.વી નું નવું નિદાન અને માનવ શરીર

(૧) એચ.આઈ.વી (HIV)વાયરસ નું જીવન ચક્ર

        એચ.આઈ.વી.ના વાયરસમનુષ્યનાં શરીરમાં શું ફેરફાર કરે છે? જયારે એચ.આઈ.વી (HIV)ના વાયરસ મનુષ્યના શરીર માં પ્રવેશે ત્યાર પછી શરીરની રોગ પ્રતિકારક સીસ્ટમ માં ઘણા ફેરફારો થાય છે.

        એચ.આઈ.વી (HIV)શરીરની ઘણી બધી કોષિકાઓ ઉપર હુમલો કરે છે. પરંતુ તે મુખ્યત્વે રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી એવા સી.ડી.૪ નામના કણો પર હુમલો કરે છે.

(૨) મનુષ્યના શરીરની રોગ પ્રતિકાર શક્તિ

        મનુષ્યની શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબુત હોય છે કે જયારે માનવના શરીર પર અન્ય કોઈ જીવાણું, બેક્ટેરિયા કે વાયરસ હુમલો કરે છે ત્યારે તેમને યોગ્ય રીતે ઓળખી તેનો નાશ કરવો અને માનવ શરીર ને બીમારીનો ભોગ બનતું અટકાવવું. આ મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિનો જરૂરી ભાગ છે. સી.ડી.૪ નામના કણ માનવ શરીરને અનેક રોગો થી બચાવવા માટે મદદરૂપ થાય છે. પરંતુ એચ.આઈ.વી (HIV)નામનો વાયરસ માનવ શરીર માં રહેલ સી.ડી.૪ પર હુમલો કરી સી.ડી.૪ ની સંખ્યામાં સતત ઘટાડો કરે છે. એચ.આઈ.વી (HIV)ના વાયરસ માનવ શરીરના સૈનિકો સી.ડી.૪ કરતા વધારે શક્તિ શાળી હોય છે. સામાન્ય વ્યક્તિ માં સી.ડી.૪ ની સંખ્યા ૪00 થી ૧૫૦૦ હોય છે. જયારે એચ.આઈ.વી (HIV)વાયરસ મનુષ્યના શરીર માં દાખલ થાય છે  ત્યાર પછી ધીમે ધીમે સતત સી.ડી.૪ ની સંખ્યામાં ઘટાડો કરતા રહે છે. સામાન્ય રીતે ૮ થી ૧૦ વર્ષ માં સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી થઇ જાય છે અને અન્ય કોઈ ગંભીર બીમારીઓ જેમ કે ટી.બી. કે કેન્સર અને જે પરિસ્થિતિ ઉદ્દ્ભવે તેને એઇડ્સ (AIDS) તરીકે ઓળખાય છે.

(૩) એચ.આઈ.વી (HIV)ચેપ ના સ્ટેજ

        જો કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગેલ હોય અને એચ.આઈ.વી (HIV)સારવાર (TREATMENT) ન લે તો તે વ્યક્તિને એઇડ્સ (AIDS) થવાની શક્યતા ઘણી વધારે (લગભગ ૯૫ ટકા) હોય છે. એઇડ્સ (AIDS) થયા પછી પણ જો વ્યક્તિ સારવાર (TREATMENT) ન લે તો વ્યક્તિનું એક થી બે વર્ષ માં મૃત્યુ નક્કી છે. પરંતુ યોગ્ય સારવાર (TREATMENT) થી એઇડ્સ (AIDS) મટી શકે છે. પણ એચ.આઈ.વી (HIV)મટાડવું શક્ય નથી.
        સારા સમાચાર તો એ છે કે હાલમાં ઉપલબ્ધ એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ઘણી અસરકારક છે. જે મનુષ્યના શરીર માં રહેલ એચ.આઈ.વી (HIV)વાયરસ ની સંખ્યામાં ૯૯% કરતા પણ વધારે ઘટાડો કરવામાં સક્ષમ છે. જેને કારણે એ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે. જે વ્યક્તિને અન્ય નવી બીમારી થતી અટકાવશે અને એઇડ્સ (AIDS) ની સામે રક્ષણ આપશે.

        એચ.આઈ.વી (HIV)ના મુખ્ય સ્ટેજ નીચે પ્રમાણે છે. આ સ્ટેજ ની ગતી વિવિધ પરિબળો પર આધાર રાખે છે. આ સ્ટેજ ની ગતિ દરેક દર્દીઓમાં વત્તા-ઓછા પ્રમાણમાં અલગ અલગ હોય છે.

સ્ટેજ ઝીરો ()         

        એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગ્યાના ૨ થી ૪ અઠવાડિયા ની અંદર વાયરલ તાવ જેવા લક્ષણો જોવા મળે છે. જેમાં મુખ્યત્વે તાવ આવવો, લસીકા ગ્રંથી માં સોજો આવવો કે તેની ગાંઠો દેખાવી, ગળા માં સોજો આવવો, ચામડી પર લાળ ડાઘ પડવા, સ્નાયુ અને સાંધા માં દુખાવો થવો, થાક લાગવો કે માથું દુખવું. આ સ્ટેજ એક્યુટ રીટ્રોવાયરલ સિન્ડ્રોમ ” (Acute Retroviral Syndrome ) અથવા પ્રાઈમરી એચ.આઈ.વી (HIV)ઇન્ફેકશન ( Primary HIV Infection ) તરીકે ઓળખાય છે.

        આ તબક્કામાં એક વ્યક્તિ થી બીજા વ્યક્તિ સાથે જાતીય સંબંધ ધરાવનાર સાથીદાર કે ઇન્જેક્શનની અદલા-બદલી કરવાને કારણે બીજાને ચેપ લાગવાની શક્યતા ખુબ વધારે હોય છે. કારણ કે આ તબક્કામાં લોહીની અંદર એચ.આઈ.વી (HIV)ના વાયરસની સંખ્યા એક મી.લી. લોહીમાં લાખોની હોય  છે.

સ્ટેજ પ્રથમ -

        આ તબક્કો જુદા-જુદા નામે ઓળખાય છે. જેમ કે લક્ષણો રહિત તબક્કો (Clinical Latency  Or Symptomatic HIV Infection or Cronic HIV Infection) જેમાં વ્યક્તિને સામાન્ય રીતે એચ.આઈ.વી.ને સંબંધીત કોઈ પણ પ્રકારની તકલીફ કે લક્ષણો જોવા મળતા નથી. આ તબક્કો ૮ થી ૧૦ વર્ષ સુધી ચાલી શકે છે. આ તબક્કામાં લોહી માં  એચ.આઈ.વી.ના વાઇરસની સંખ્યા ઝીરો સ્ટેજ કરતા ઓછી હોય  છે. વાઇરસની સંખ્યામાં વધારો પણ ધીમો હોયછે. સામાન્ય રીતે આ તબક્કા દરમ્યાન દર વર્ષે સી.ડી.૪ ની સંખ્યામાં રોગ પ્રતિકારક શક્તિમાં ૩૫ થી ૫૦ નો ઘટાડો જોવા મળતો હોય  છે.
        આ તબક્કામાં એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિથી બીજા ને ચેપ લાગવાની શક્યતા રહેલી છે. જો કોઈ વ્યકિત ની સારવાર (TREATMENT) શરૂ હોય  તો પણ એ વ્યક્તિ થી બીજા વ્યક્તિને ચેપ લાગી શકે છે પણ તેની શક્યતા ખુબ ઓછી હોય  છે.

        જો આ તબક્કામાં દવા (MEDICINE) શરૂ કરવામાં  ન આવે તો ધીમે ધીમે વ્યકિતનાં શરીરમાં એચ.આઈ.વી (HIV)ના વાયરસની સંખ્યામાં વધારો થતો જશે અને રોગ પ્રતિકારક શક્તિ સી.ડી.૪ની  સંખ્યા  માં ઘટાડો જોવા મળે છે. જે પછી ધીમે ધીમે એ વ્યક્તિમાં  એચ.આઈ.વી.ની બીમારી સંબંધીત લક્ષણો દેખાવાની શરૂઆત થશે.

સ્ટેજ  બીજો -

        આ તબક્કામાં વ્યક્તિને એચ.આઈ.વી (HIV)ને સંબધીત વિવિધ પ્રકારના લક્ષણો અને ચિન્હો જોવા મળશે, પરંતુ સી.ડી.૪ની સંખ્યા ૨૦૦ કરતા વધારે હોય છે. આમાં વ્યક્તિને વારંવાર એક ને એક પ્રકારની બિમારી થાય છે અથવા કોઈ બિમારી માટે યોગ્ય સારવાર (TREATMENT) આપવા છતાં પણ આ બિમારી પર સારવાર (TREATMENT)ની કોઈ અસર જોવા મળતી નથી. આ તબક્કામાં વ્યક્તિને તાવ આવવો, ભૂખ ઓછી લાગવી, વજન ઘટી જવું, ચામડી પર ચેપ લાગાવો કે અન્ય ચામડીની બીમારી થવી, વારંવાર શરદી કે ખાંસી થવી, પેશાબમાં ચેપ લાગવો અને ગુપ્ત રોગોની બિમારી જોવા મળે છે.

સ્ટેજ ત્રણ ( એઇડ્સ (AIDS) )

        જ્યારે રોગ પ્રતિકારક શક્તિ સી.ડી ૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઘટી જાય છે ત્યારે શરીરમાં ગંભીર પ્રકારના અન્ય બિમારીઓ ના ચેપ લાગવાની શક્યતા ખુબ વધી જાય છે. જે તકવાદી ચેપ તરીકે ઓળખાય છે. આમ એચ.આઈ.વી (HIV)ના વાયરસ ની હાજરી, સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી અને અન્ય ગંભીર પ્રકારના તકવાદી ચેપ એમ ત્રણેય નું મિશ્રણ થાય તેમને એઇડ્સ (AIDS) તરીકે ઓળખવામાં આવે છે. જો એઇડ્સ (AIDS) ના તબક્કમાં પહોંચ્યા પછી પણ દર્દીની સારવાર (TREATMENT) ચાલુ કરવા માં ન આવે તો દર્દીનું એક થી બે વર્ષ માં મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે. જો એઇડ્સ (AIDS) થયા પછી પણ યોગ્ય સારવાર (TREATMENT) શરૂ કરી દેવામાં આવે તો પણ વ્યક્તિ એઇડ્સ (AIDS) મુક્ત થઇ સ્વસ્થ જીવન જીવી શકે તેવી શક્યતા રહેલી છે. પરંતુ એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) જેટલી વહેલી શરૂ કરવામાં આવે તેટલી સારવાર (TREATMENT) ની સારી અસર આવવાની શક્યતા રહેલી છે અને જીવન ભર એઇડ્સ (AIDS) થતો અટકાવી શકાઈ છે. આ માટે એચ.આઈ.વી (HIV)દવા (MEDICINE) શરૂ કરી દેવી જોઈએ.
(૪) બીમારી વધતી અટકાવતા કે વધારતા પરિબળો

        એક સ્ટેજ માંથી બીજા સ્ટેજ માં જવા માટેનો સમય ગાળો દરેક વ્યક્તિઓ માટે જુદો જુદો હોય છે. આ સમયગાળો વિવીધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે વ્યક્તિની આનુવંશીક્તા પર, એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગે તે પહેલા વ્યક્તિ કેટલા સ્વસ્થ હતા, એચ.આઈ.વી (HIV)ચેપ લાગ્યા પછી કેટલા સમયે તેનું નિદાન થયું, નિદાન થયા બાદ કેટલા સમય પછી સારવાર (TREATMENT) શરૂ કરવામાં આવી, શું વ્યક્તિ નિયમિત રીતે એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) નાં નિષ્ણાંત ડોક્ટર ની મુલાકાત લે છે કે નહિ, તેમના સલાહ સૂચન પ્રમાણે સમયસર દવા (MEDICINE) લે છે કે નહિ, સ્વસ્થ જીવન પ્રણાલી પર, આરોગ્યપ્રદ ખોરાક લેવો, કસરત કરવી અને વ્યસન થી દુર રહેવું જોઈએ.

એચ.આઈ.વી.નો ચેપ અને એઇડ્સ (AIDS) વચ્ચે નો સમયગાળા ને ઘટાડતા પરીબળો

·         મોટી ઉમર
·         એચ.આઈ.વી (HIV)ના પ્રકાર
·         અન્ય કોઈ વાયરસ નો ચેપ
·         કુપોષણ
·         ચિંતા
·         આનુવંશિકતા
·         દવા (MEDICINE) સમયસર શરૂ ન કરવી
·         દવા (MEDICINE) નિયમિત ન લેવી

એચ.આઈ.વી.નો ચેપ અને એઇડ્સ (AIDS) વચ્ચે નો સમયગાળા ને વધારતા પરિબળો

·         સમયસર દવા (MEDICINE)ની અને અન્ય સારવાર (TREATMENT) લેવી
·         નિયમિત એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર ની મુલાકાત લેવી
·         ડોક્ટર ના સલાહ સૂચનનું પાલન કરવું
·         આરોગ્યપ્રદ યોગ્ય ખોરાક ખાવો
·         પોતાના જાતની કાળજી રાખવી
·         વ્યસનથી દુર રહેવું
·         નિયમિત લોહીની તપાસ (TEST) કરાવવી

યોગ્ય નિર્ણય લેવા અને તેનું પાલન કરવાથી વ્યક્તિ પોતાની જાત ને એચ.આઈ.વી (HIV)થયો હોવા છતાં પણ એઇડ્સ (AIDS) થતો અટકાવી શકે  છે.
       
ઉપર જણાવ્યા પ્રમાણે જો નિયમિત એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ની સારવાર (TREATMENT) લેવામાં આવે તો એચ.આઈ.વી (HIV)ના વાયરસની સંખ્યામાં ૯૯% સુધી ઘટાડો કરી શકાય છે. અને તમારી રોગ પ્રતિકારક શક્તિ સી.ડી.૪ નું નુકશાન થતું મહદ્ અંશે ઘટાડી શકાય છે. એઇડ્સ (AIDS) સાથે જોડાયેલ બીમારીની યોગ્ય સારવાર (TREATMENT) કરીને એઇડ્સ (AIDS) માંથી મુક્ત થઇ શકાય છે. પણ એચ.આઈ.વી (HIV)ની બીમારી માંથી સંપૂર્ણ પણે મુક્તિ શક્ય નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખવા જેવી છે કે જેટલું વહેલું નિદાન કરવામાં આવે અને તેની સારવાર (TREATMENT) લેવામાં આવે તેટલું વ્યક્તિ નું  સ્વસ્થ જળવાશે અને આયુષ્ય લંબાશે. આને માટે આ સુત્ર યાદ રાખો વહેલું નિદાન, સ્વસ્થ અને સંપૂર્ણ જીવન ”.
       
પણ દરેક લોકો એટલા નશીબદાર નથી હોતા. અમુક લોકોનું એચ.આઈ.વી (HIV)નું નિદાન એચ.આઈ.વી.નાં અંતિમ તબક્કા માં એટલે કે એઇડ્સ (AIDS) ની પરિસ્થિતિ માં થાય છે. જેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ ઘણા વર્ષોથી એચ.આઈ.વી (HIV)સાથે જીવી રહ્યો છે પણ તેમનું એચ.આઈ.વી (HIV)નું નિદાન ઘણું મોડું થયુ છે. આ સમયગાળા માં એચ.આઈ.વી (HIV)ના વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિને ગંભીર રીતે નુકશાન કરી ચૂકેલ હોય છે. આવા વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર (TREATMENT) કરવાની જરૂર હોય છે.
(૫) એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT)
       
એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) દરેક ડોક્ટર કરી શકતા નથી. એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર, અમુક એમ.ડી. ફીઝીશીયન કે અમુક ચામડી ના રોગોના નિષ્ણાંત ડોકટરો દ્વારા કરવામાં આવતી હોય છે. જો તમારા ડોક્ટર એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) ન કરતા હોય તો તમારા ડોક્ટર તમારી સારવાર (TREATMENT) માટે એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) નાં નિષ્ણાંત ડોક્ટર પાસે મોક્લશે.
       

એચ.આઈ.વી (HIV)ચેપ ધરાવનાર દરેક વ્યક્તિએ તેમની બીમારીને લગતી કોઈ પણ સારવાર (TREATMENT) કરાવવાનો તથા સ્વસ્થ જીવન જીવવા નો અધિકાર છે. આ માટે મોટા ભાગના ડોક્ટર, હોસ્પિટલ કે કલીનીક (CLINIC) દ્વારા એચ.આઈ.વી (HIV)નાં દર્દીઓ ને કોઈપણ પ્રકાર ના ભેદ ભાવ વગર યોગ્ય સારવાર (TREATMENT) આપવામાં આવતી હોય છે. આ માટે દર્દીઓ કોઈ પણ તકલીફ માટે અન્ય કોઈ ડોક્ટરોની મુલાકાત માટે જાય ત્યારે તેમની એચ.આઈ.વી (HIV)ની બીમારી તથા તેને લગતી સારવાર (TREATMENT) વિષે  ડોક્ટરને અવશ્ય જાણ કરવી જોઈએ. જેથી ડોક્ટર આપની બીમારીને અનુરૂપ યોગ્ય નિદાન, સારવાર (TREATMENT) અને દવા (MEDICINE) આપી શકે. અને ડોક્ટર પણ યોગ્ય નિર્ણય લઇ શકે. જેથી બંને દવા (MEDICINE)ઓ સાથે શરૂ કરવાથી પણ એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT)માં કોઈ નુકશાન ન થાય.

No comments:

Post a Comment