Monday 19 September 2016

એચ.આઈ.વી નો ચેપ રોકવા માટે જોખમ ઘટાડવા ના ઉપાયો


મારે શું કરવું જોઈએ જો મને એચ.આઈ.વી (HIV) હોય તેમ લાગતું હોય તો? અને એચ.આઈ.વી (HIV) અટકાવવાના ઉપાયો શું હોય છે

        જો તમને એચ.આઈ.વી (HIV) હોય અથવા તેવી શંકા હોય તો એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

એચ.આઈ.વી (HIV) અટકાવવાના ઉપાયો (તમારું જોખમ ઘટાડો)

શારિરીક સંબંધો દ્વારા ફેલાવો અટકાવો. નિરોધ વગર કોઈ પણ પ્રકારના શારિરીક સબંધ દ્વારા એચ.આઈ.વી (HIV) ફેલાઈ શકે છે. દરેક પ્રકારના અસુરક્ષિત જાતીય સબંધોથી દુર રહેવું, પોતાના જીવનસાથી સાથે વફાદાર રહેવું. જો તમને અને તમારા સાથીદાર બંને ને એક સાથીદાર હશે અને તેમાંથી કોઈ એકને પણ એચ.આઈ.વી (HIV) ન હોય તો તમે બંને એચ.આઈ.વી (HIV) થી બચી શકો છો.

(ક) એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST):

·         લગ્ન પૂર્વે દરેક વ્યક્તિ એ એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જરૂરી છે.
·         નિયમિત અને યોગ્ય રીતે નિરોધ નો ઉપયોગ કરવો.
·         એચ.આઈ.વી (HIV) અને અન્ય ગુપ્ત રોગોનું જોખમ ઘટાડવા માટે દરેક પ્રકાર ના જાતીય સબંધ વખતે નવા નિરોધ નો ઉપયોગ કરવો જોઈએ.
·         લેટેક્ષ નિરોધ એચ.આઈ.વી (HIV) અને અન્ય ગુપ્ત રોગોની બીમારી સામે રક્ષણ આપે છે.
·         લેમ્બસ્કિન નિરોધ એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ આપતું નથી.
·         લેટેક્ષ નિરોધ ની સાથે ઓઈલ બેસ લુબ્રિકન્ટ જેવા કે તેલ અને વેસેલીન ક્યારે પણ ઉપયોગ કરવો જોઈએ નહિ, વોટર બેસ લુબ્રિકન્ટ નો ઉપયોગ કરી શકાય.

        પુરુષ અને સ્ત્રી બંને માટે ના નિરોધ એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ આપે છે. દરેક નિરોધ ૧૦૦ % ગુપ્ત રોગોથી રક્ષણ આપતું નથી. પરંતુ નિયમિત નિરોધ નો ઉપયોગ કરવાથી ગુપ્ત રોગો થવાની શક્યતા ખુબ ઘટાડી શકાય છે. હર્પિસ અને એચ.પી.વી. નામના વાયરસ નિરોધ વાપરવા છતાં પણ ચામડી ના સંપર્ક માં આવવાથી ચેપ લાગી શકે છે.
       
શુક્રાણુ નાશક Nonoxynol-9 સાથે આવતા નિરોધ નો ઉપયોગ એચ.આઈ.વી (HIV) રોકવા માટે કરવો સલાહ ભર્યો નથી. Nonoxynol-9 યોની અને ગુદા ની નાજુક ચામડીને હાની પહોંચાડી શકે છે. આ ચામડી સાથે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત પ્રવાહિ સંપર્ક માં આવે તો એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા રહે છે.

(ખ) સુરક્ષિત જાતીય સબંધ

નોન સેક્સ્યુઅલ મસાજ
કેઝુઅલ અથવા ડ્રાઈ કિસીંગ

(ગ) સુન્ન્ત

        મુસ્લિમ સમાજ માં પ્રચલિત સુન્ન્ત કે જેમાં પુરુષ ના શિશ્નની ચામડીનો આગળનો ભાગ
દુર કરવામાં આવે છે. આ સુન્ન્ત પ્રક્રિયા દ્વારા સ્ત્રીમાંથી પુરુષ માં એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા ૬૦ % જેટલી ઘટાડી શકાય છે. આ સુન્ન્ત પ્રક્રિયા થી પુરુષ થી સ્ત્રીને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતામાં કોઈ ફર્ક પડતો નથી.


જો બે માંથી કોઈ એક જાતીય સબંધ ધરાવતા સાથીદારને એચ.આઈ.વી (HIV) હોય તો? શું આ પ્રકારના સાથીદારો વચ્ચે જાતીય સબંધ સુરક્ષિત છે?

        હા, આમાં જોખમ હોય છે. પરંતુ આ જોખમને ચોક્કસ ઘટાડી શકાય છે. આ પરિસ્થિતિ માં નિયમિત અને યોગ્ય રીતે નિરોધ નો ઉપયોગ કરવાથી આ જોખમ સામે રક્ષણ મેળવી શકાય છે.

        આ પરિસ્થિતિમાં બંને સાથીદારો સુરક્ષિત જાતીય સબંધવિશે એક બીજા સાથે ખુલ્લા મન થી વાત કરવી જોઈએ. વધુ માહિતી અથવા સપોર્ટ માટે આપના ડોક્ટર અને કાઉન્સેલર ની સલાહ લેવી જોઈએ.

જો તમે એચ.આઈ.વી (HIV) પોઝીટીવ સાથીદાર હોવ તો ?

        જો તમારી એચ.આઈ.વી (HIV) ની એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ચાલતી હોય  તો તમારા શરીર માં એચ.આઈ.વી (HIV) નું પ્રમાણ (વાયરલ લોડ) ખુબજ ઓછો હોય છે જેથી તમારા સાથીદારને એચ.આઈ.વી (HIV) લાગવાની શક્યતા ઘણા અંશે ઘટાડી શકાય છે. પણ હા, જો તમારો વાયરલ લોડ ખુબ ઓછો અથવા નોટ ડીટેક્ટેબલ હોય તો પણ તમારા સાથીદાર ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવા ની શક્યતા રહેલી છે. આથી નિયમિત એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) અને દરેક વખતે નિરોધ નો ઉપયોગ આપના સાથીદારને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવવા માટે અત્યંત જરૂરી છે.

        જો તમે ઇન્જેક્શન દ્વારા દવા (MEDICINE) નો નશો કરતા હોય તો તમારે ક્યારેય સોય, સિરીંજ, પાણી કે દવા (MEDICINE) ની આપ-લે બીજા વ્યક્તિઓ સાથે ન કરવી જોઈએ અન્યથા તમારાથી તેમને ચેપ લાગવાનો ભય રહે છે.

        જો તમે એચ.આઈ.વી (HIV) રહિત સાથીદાર હોવ તો તમારા જાતીય સબંધ ધરાવતા સાથીદાર સાથે નિરોધનો ઉપયોગ અને સુરક્ષિત જાતીય સબંધ વિષે ચર્ચા કરો. તમારા એચ.આઈ.વી (HIV) પોઝીટીવ સાથીદારને એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) લેવામાં તથા નિયમિત સમયસર દવા (MEDICINE) લેવામાં મદદ રૂપ થાવ. તમારા સાથીદાર જેટલી નિયમિત અને સમયસર સારવાર (TREATMENT) લેતા હશે તેટલા પ્રમાણમાં તેમના લોહી માં વાયરસ નું પ્રમાણ ઘટશે અને તમને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ ઓછુ રહેશે. પ્રિ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ   પણ તમને એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ આપશે. પ્રિ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ માં એચ.આઈ.વી (HIV) નેગેટીવ સાથીદારે પણ દરરોજની એક ગોળી નિયમિત લેવાની હોય છે. જે નિરોધ ના અન્ય વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

સગર્ભાવસ્થા અને બાળકને જન્મ આપવો

(૧) શું એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત સ્ત્રી થી તેમના નવજાત બાળક ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે છે ?

        હા, એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત સ્ત્રી દ્વારા તેના નવા જન્મ નાર કે સ્તનપાન કરનાર બાળક ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે છે. કોઈ પણ પ્રકારની સારવાર (TREATMENT) વગર આ ચેપ લાગવાની શક્યતા ૩૦થી ૪૦% જેટલી હોય છે. પરંતુ યોગ્ય સારવાર (TREATMENT) ની મદદ થી આ શક્યતા ૨% કરતા પણ ઓછી કરી શકાય છેપણ તે શૂન્ય કરવી શક્ય નથી. બાળકને એચ.આઈ.વી (HIV) નો ચેપ નીચે જણાવેલ કોઈ પણ તબક્કા માં લાગી શકે છે.

·         સગર્ભાવસ્થા (બાળક માતા ના પેટ માં હોય ત્યારે)
·         નોર્મલ ડિલીવરી ( જન્મ સમયે )
·         માતા ના ધાવણ થી.

પરંતુ એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર ની મદદ અને સારવાર (TREATMENT)થી બાળક ને એચ.આઈ.વી (HIV)
થવાનું જોખમ મહદ અંશે ઘટાડી શકાય છે.

(૨) માતાથી બાળકને એચ.આઈ.વી (HIV) થવાનું જોખમ કેટલું છે ?

        જો માતાને કોઈ પણ પ્રકારની સારવાર (TREATMENT) આપવામાં ન આવે તો દરેક ૩ બાળકોમાંથી ૧ બાળક ને એટલે કે આશરે ૩૩% શક્યતા હોય છે.

        પરંતુ, એક સારા સમાચાર એ પણ છે કે માતાને એચ.આઈ.વી (HIV) ની યોગ્ય સારવાર (TREATMENT) કરવાથી આવનાર બાળકને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવી શકાય છે. જો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત સગર્ભા સ્ત્રીને ગર્ભાવસ્થામાં દવા (MEDICINE) આપવામાં આવે, ડિલીવરી સીઝેરિયન સેક્સન થી કરવામાં આવે, બાળક ને માતા નાં દૂધ ની જગ્યાએ ઉપરનું દૂધ આપવામાં આવે અને નવજાત શિશુને થોડા મહિનાઓ માટે દવા (MEDICINE) આપવામાં આવે તો આવનાર બાળકને એચ.આઈ.વી (HIV) નું જોખમ ૨% કરતાં પણ ઓછુ કરી શકાય  છે.એનો અર્થ એ થયો કે દર ૧૦૦ બાળકો માંથી ૯૮ બાળકો એચ.આઈ.વી (HIV) મુક્ત આવશે.

(૩) શું દરેક સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમ્યાન  એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો જોઈએ ?

        હા, દરેક સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમ્યાન  એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો જોઈએ. ગર્ભાવસ્થામાં આદર્શ રીત તો એ છે કે સ્ત્રીનો બે વખત એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવામાં આવે પ્રથમ રીપોર્ટ પહેલા ૩ મહિના ની અંદર અને બીજો રીપોર્ટ ગર્ભાવસ્થાના અંતિમ ૩ મહિનાદરમ્યાન, પરંતુ ગર્ભાવસ્થાના ૩૬ અઠવાડિયા પહેલા.

(૪) શું આવનાર બાળકને એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો જરૂરી છે ?

        જો સ્ત્રી એચ.આઈ.વી (HIV) પોઝીટીવ હોય તો તેના બાળકનો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો અત્યંત આવશ્યક છે.

        ઓછામાં ઓછી ૩ વખત બાળકની એચ.આઈ.વી (HIV) માટેની તપાસ (TEST) થવી જોઈએ.

·         જન્મના ૧૪ થી ૨૧ દિવસની અંદર
·         ૧ થી ૨ મહિના ની અંદર
·         ૩ થી ૬ મહિના ની અંદર

૯૫% કિસ્સાઓ માં સ્પેશિયલ ટેસ્ટ (TEST) દ્વારા ૩ મહિનાની અંદર સુધીમાં બાળકને એચ.આઈ.વી (HIV) છે કે નહિ તે કહી શકાય છે. જો બાળકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય તો પણ બાળકની સમયાંતરે ડોક્ટર પાસે તપાસ (TEST) કરાવવી આવશ્યક છે.
       
જો ગર્ભાવસ્થા દરમ્યાન  તમે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોય તો તમારે એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર સાથે તમારી અને તમારા બાળક ની સારવાર (TREATMENT) વિષે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવી અને સારવાર (TREATMENT) વિષે સમજવું જોઈએ.

પ્રેપ (પ્રિ-એક્સ્પોઝર પ્રોફાઇલેક્સિસ)
PrEP ( Pre Exposure Prophylaxis )

            PrEP નો અર્થ થાય છે Pre Exposure Prophylaxis.

            Prophylaxis નો અર્થ થાય છે કે ચેપ લાગતો અટકાવવો. પ્રેપ માં વ્યક્તિ એ દરરોજની એક ગોળી લેવાની હોય છે કે જેનાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવી શકાય છે. આ એક ગોળીમાં બે પ્રકાર ની દવા (MEDICINE)ઓ હોય છે. જે એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) માં પણ વપરાય છે. જો તમે પ્રેપ લેતા હોય  અને એચ.આઈ.વી (HIV) ના વાયરસ જાતીય સબંધ અથવા નશા કારક દવા (MEDICINE) માટે વપરાતા ઇન્જેક્શન ને કારણે પ્રવેશે તો પણ એચ.આઈ.વી (HIV) ના વાયરસ ને શરીરમાં સ્થાપિત થવા દેતા નથી અને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવે છે.

        નિરોધ સાથે પ્રેપનો ઉપયોગ કરવામાં આવે તો લગભગ એચ.આઈ.વી (HIV) થી ૧૦૦% બચી શકાય છે.

(૧) શું દરેક લોકોએ પ્રિ-એક્સ્પોશર પ્રોફાઇલેક્સિસ લેવી જોઈએ ?
        ના. પ્રેપ દરેક લોકો માટે નથી, પ્રેપ ફક્ત એવા લોકો માટે જ છે જે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત નથી અને જેમને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ અનેક ગણું વધારે છે. જેમ કે . . .
·         જેમના જાતીય સબંધ ધરાવતા સાથીદારને એચ.આઈ.વી (HIV) હોય તો.
·         જેમને જાતીય સબંધ માટે એક કરતા વધારે સાથીદારો હોય.
·         સમલેંગીગ પુરુષ કે જે કોન્ડોમ (CONDOM)નો ઉપયોગ કર્યા વગર શારિરીક સબંધ બાંધતા હોય અને છેલ્લા ૬ મહિના માં કોઈ પણ ગુપ્ત રોગ નું નિદાન થયેલ હોય.
·         છેલ્લા ૬ મહિના માં દવા (MEDICINE)નો નશો કરવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરેલ હોય. અને ઇન્જેક્શન એક બીજા એ વાપરેલ હોય.
·         જો એક સાથીદારએચ.આઈ.વી (HIV) પોઝીટીવ અને બીજા સાથીદાર એચ.આઈ.વી (HIV) નેગેટીવ હોય તો પ્રેપ નો ઉપયોગ એચ.આઈ.વી (HIV) નેગેટીવ સાથીદાર માટે બાળક રાખવાના સમયે કરવામાં આવે છે જેથી એચ.આઈ.વી (HIV) નેગેટીવ સાથીદાર ને ચેપ લાગતો અટકી શકે છે.

        જે લોકો પ્રેપ લઇ રહ્યા હોય  છે તેમને દર ત્રણ મહીને એચ.આઈ.વી (HIV) નો ટેસ્ટ (TEST) કરાવવા અને ત્રણ મહિનાની દવા (MEDICINE) લેવા માટે ડોક્ટરની મુલાકાતે જવાનું હોય  છે.
       
એચ.આઈ.વી (HIV) નો ચેપ અટકાવવા માટે પ્રેપ એક અસરકારક ઉપાય છે. પણ કોઇપણ એક ઉપાય ૧૦૦% સફળતાની ખાત્રી નથી આપતો આથી એક કરતા વધારે ઉપાયો એક સાથે ઉપયોગ માં લેવા જોઈએ.

·         નિરોધ નિયમિત અને સાચી રીતે ઉપયોગ કરવો
·         તમારી અને તમારા સાથીદારની નિયમિત સમયે એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી
·         તમારી અને તમારા સાથીદારની નિયમિત સમયે ગુપ્ત રોગો ની તપાસ (TEST) કરાવવી
·         ઓછા જોખમ વાળી સેક્સની પધ્ધતિની પસંદગી કરવી. દા.. ઓરલ સેક્સ
·         જો તમે નશા માટે ઇન્જેક્શન નો ઉપયોગ કરતા હોવ તો એક બીજાના ઇન્જેકશનો, સોય, પાણી કે દવા (MEDICINE)નો ઉપયોગ કરવો જોઈએ નહિ.

પ્રેપ ફક્ત આવા લોકો માટે જ છે કે જેમને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું કાયમી જોખમ હોય છે. જે લોકોને કોઈ એક વખત જોખમી પ્રવૃત્તિ જેવીકે નિરોધવગર જાતીય સબંધ રાખેલ હોય તેના માટે બીજો એક વિકલ્પ છે જે પી..પી. ( Post Exposure Prophylaxis ) તરીકે ઓળખાય છે પરંતુ પી..પી. જોખમી પ્રવૃત્તિ જેવી કે નિરોધ વગર જાતીય સબંધ રાખેલ હોય તેના૭૨ કલાક ની અંદર શરૂ કરવાની હોય  છે.

(૨) પ્રેપ કેટલી અસર કારક છે ?

        પ્રેપની મદદથી ૯૨% જેટલું રક્ષણ મળે છે. જે લોકો દરરોજ નિયમિત દવા (MEDICINE) નથી લેતા તેમને આ રક્ષણ ની ટકાવારી ઓછી હોય છે.

(૩) શું પ્રેપ સુરક્ષિત છે ?

        પ્રેપ નો ઉપયોગ કરનારાઓમાં મોટે ભાગે કોઈ ગંભીર આડ અસર જોવા નથી મળતી. પરંતુ સામાન્ય રીતે પ્રેપ ની શરૂઆતમાં અમુક લોકો ને સામાન્ય તકલીફ જેવીકે ઉલટી, ઉબકા થઇ શકે છે.

(૪) પ્રેપ ની સારવાર (TREATMENT) ક્યાંથી મળે છે ?

        પ્રેપની સારવાર (TREATMENT) માટે તમે એચ.આઈ.વી (HIV) નાં નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરી શકો છો.

પી..પી. (પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ)
PEP ( Post Exposure Prophylaxis )

        જેનો અર્થ થાય છે કે જોખમી પ્રવૃત્તિ દ્વારા એચ.આઈ.વી (HIV) નાં સંપર્ક માં આવ્યા પછી એચ.આઈ.વી (HIV) નાં ચેપ લાગ્યાનું જોખમ ઘટાડવા માટે ૨૮ દિવસ માટે દવા (MEDICINE) લેવામાં આવે છે જેને પોસ્ટ એક્સ્પોઝર પ્રોફાઇલેક્સિસ  કહેવામાં આવે છે.

(૧) પી..પી. કેટલા પ્રકારની હોય છે.

(અ) ઓક્યુપેશનલ પી..પી.

        જયારે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત દર્દીઓ સારવાર (TREATMENT) દરમ્યાન  કે સારવાર (TREATMENT)માં ઉપયોગ માં લેવાયેલ સાધનોને કારણે ડોક્ટર્સ કે અન્ય મેડીકલ સ્ટાફ ને ઈજા ને કારણે એચ.આઈ.વી (HIV) થવાનું જોખમ ઉભું થાય ત્યારે ઓક્યુપેશનલ પી..પી. નો ઉપયોગ કરવામાં આવે છે જેના થી એચ.આઈ.વી (HIV) થવા નું જોખમ મહદ અંશે ઘટાડી શકાઈ છે.

(બ) નોન- ઓક્યુપેશનલ પી..પી.

        જેમાં નિરોધ વગર રાખવામાં અવેલ શારિરીક સબંધ, નશા માટે બીજા ના ઇન્જેક્શન નો ઉપયોગ કરવો કે બળાત્કાર નો ભોગ બનેલ મહિલાઓ માટે નોન-ઓકયુપેશનલ પી..પી. નો ઉપયોગ કરવામાં આવે છે.

        પી..પી. ની શરૂઆત જોખમી પ્રેવૃતી કર્યાના ૭૨ કલાકની અંદર કરવી આવશ્યક છે. પી..પી. માટે ત્રણ પ્રકારની દવા (MEDICINE)ઓ આપવામાં આવે છે. જે ૨૮ દિવસ સુધી લેવાની હોય છે. પી..પી સુરક્ષિત છે પણ અમુક લોકોમાં સામાન્ય આડ અસર જેમ કે ઉલ્ટી કે ઉબકા થઇ શકે છે. આ આડ અશર પર અન્ય સામાન્ય દવા (MEDICINE)ઓ થી કાબુ મેળવી શકાઈ છે અને આ જીવલેણ નથી. પી..પી ૧૦૦% એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ નથી આપતી. પી..પી. લેવા છતાં પણ એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની નજીવી શક્યતા રહે છે.

(૨) પી..પી. ની કોને જરૂર પડે ?

        પી..પી.ની એવા લોકોને જરૂર પડે જે એક વખત એચ.આઈ.વી (HIV) નાં ચેપ લાગવાની શક્યતા સાથે જોડાયેલા હોય છે. ખાસ કરીને હોસ્પિટલ કે કલીનીક (CLINIC) માં દર્દીઓની સારવાર (TREATMENT) સાથે જોડાયેલ મેડીકલ સ્ટાફ ને પી..પી. ની જરૂરીયાત પડતી હોય છે.

(૩) જો એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ હોય તો પી..પી. ક્યારે લેવી જોઈએ ?

        પી..પી. ની સૌથી સારી અસર માટે પી..પી ચેપ લાગવાની જોખમી પ્રવૃત્તિની શક્ય તેટલી વહેલામાં વહેલી તકે શરૂ કરી દેવી જોઈએ. આ સમયગાળો ૭૨ કલાક કરતા ઓછો હોવો જોઈએ. પી..પી. લેનાર વ્યક્તિએ ૧ મહિના, ૩ મહિના અને ૬ મહિના નાં સમયગાળે ફરીથી તેમની  એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ.

        આ ૬ મહિના નાં સમયગાળા દરમ્યાન  વ્યક્તિએ રક્તદાન ન  કરવું જોઈએ. હંમેશા નિરોધ નો ઉપયોગ કરવો જોઈએ. અને માતા એ પોતાના બાળકને સ્તનપાન કરાવવું ન જોઈએ.

(૪) પી..પી. ક્યાંથી મળી શકે ?
        પી..પી. એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) ના નિષ્ણાંત ડોક્ટર પાસેથી મળી શકે.
નશો અને એચ.આઈ.વી (HIV)
       
દારૂ અને અન્ય નશીલી દવા (MEDICINE) એચ.આઈ.વી (HIV) નો ફેલાવો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.

·         જો નશીલી દવા (MEDICINE) ના ઉપયોગ વખતે એકજ ઇન્જેક્શન, સોય, પાણી કે દવા (MEDICINE) એક કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે વહેંચવામાં આવે તો એક બીજાને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત તેમના જાતીય સબંધ ધરાવતા સાથીદારને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી છે.

·         પૈસા ની લેવડ-દેવડ સાથે સંકળાયેલ દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ દ્વાર

·         જો તમે નશા કારક દવા (MEDICINE)ઓનો ઉપયોગ કરતા હોવ તો તમને એચ.આઈ.વી (HIV) થવાનું જોખમ વધારે છે. તમારે એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ.

·         જો તમને એચ.આઈ.વી (HIV) હોય  અને તમે નશા માટે દારૂ અથવા અન્ય નશીલી દવા (MEDICINE)ઓનો ઉપયોગ કરતા હોવ તો તમારી એચ.આઈ.વી (HIV) ની બીમારી ઝડપથી આગળ વધે છે. દારૂ અને અન્ય નશીલી દવા (MEDICINE)ઓ તમને તમારી એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT)ને નિયમિત લેવામાં બાધા રૂપ નીવડશે.

નશીલી દવા (MEDICINE)ઓનો ઉપયોગ અને તેમની સાથે જોડાયેલ એચ.આઈ.વી (HIV) નું જોખમ

        એચ.આઈ.વી (HIV) નો ચેપ તમને લાગવો અથવા તમારાથી કોઈ બીજાને લાગવો તેનો આધાર ક્યાં પ્રકારની દવા (MEDICINE)નો નશો કેવીરીતે કરો છો તેની સાથે જોડાયેલ છે.
ઇન્જેક્શન દ્વારા નશીલી દવા (MEDICINE)ઓનું સેવન કરવું.
એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવું અને ઇન્જેક્શન દ્વારા નશીલી દવા (MEDICINE)ઓનું સેવન કરવું.

(૧) દારૂ
        દારૂ પીનારામાં એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. કારણકે દારૂ પીવાને કારણે પીનારઓમાં સભાનતા માં ઘટાડો થાય છે અને તેના કારણે સુરક્ષિત જાતીય સબંધ સાથે જોડાયેલ બાબતોને કાળજી પૂર્વક ધ્યાન નથી રાખી શકતા અને તેના કારણે જાણે અજાણે એચ.આઈ.વી (HIV) સાથે જોડાયેલ જોખમી પ્રવૃત્તિઓ જેમ કે એક કરતા વધારે વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીય સબંધો બાંધવા, નિરોધ નો ઉપયોગ ન કરવો, ઇન્જેક્શન થી દવા (MEDICINE)ઓ નો નશો કરવો, ઇન્જેક્શન અને તેની સાથે જોડાયેલ અન્ય જરૂરી વસ્તુઓની એક બીજા સાથે આપ-લે કરવી.
       
એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત અને દારૂ પીનારા માં એચ.આઈ.વી (HIV) ની બીમારી ખુબજ ઝડપથી આગળ વધે છે કારણ કે દારૂ પીનારા લોકો એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) સાથે જોડાયેલ જરૂરી કાળજી રાખી શકતા નથી અને નિયમિત દવા (MEDICINE)નું સેવન  કરતા નથી. દારૂ ના કારણે તેમના લીવર ઉપર ગંભીર અસર થતી હોય  છે. જે એચ.આઈ.વી (HIV) ની બીમારી ને ઝડપથી આગળ વધારે છે. અને એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) સાથે જોડાયેલ દવા (MEDICINE)ઓની આડ-અસર માં વધારો કરે છે.

(૨) નશીલી દવા (MEDICINE)ઓ માટે ઇન્જેક્શન નો વપરાશ અને કમળા નું જોખમ

        મુખ્યત્વે કમળો પાંચ પ્રકારના વાયરસ થી થતો હોય છે. હિપેટાઈટીસ એ, બી, સી, ડી અને ઈ.

        હિપેટાઈટીસ બી અને સી વાયરસનો ફેલાવો અને એચ.આઈ.વી (HIV) ના વાયરસ નો ફેલાવો થવાના માર્ગ એક સરખા જેવા જ છે. જેમ કે અસુરક્ષિત જાતીય સબંધ, અને નશીલી દવા (MEDICINE)ઓ ના ઇન્જેક્શન નો ઉપયોગ કરવો. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત નશીલી દવા (MEDICINE)ઓનો ઇન્જેકશનથી ઉપયોગ કરનારાઓમાં ૮૦% વ્યક્તિઓમાં હિપેટાઈટીસ સી નામની બીમારી પણ હોય છે.

જો હું નશીલી દવા (MEDICINE)ઓનું સેવન કરતો હોઉં તો કઈ રીતે એચ.આઈ.વી (HIV) નું જોખમ ઘટાડી શકાય

        આદર્શ રીતે તો નશીલી દવા (MEDICINE)ઓ કે દારૂ નું વ્યસન છોડી દેવું જોઈએ. અને એના માટે આપ વ્યસન મુક્તિ કેન્દ્ર નો સંપર્ક કરી શકો છો.
        વ્યસન મુક્તિ કેન્દ્ર અને એચ.આઈ.વી (HIV) કાઉન્સેલર આપને સુરક્ષિત જાતીય સબંધ અને વ્યસન મુક્તિ માટે મદદ કરી શકે છે અને તેનાથી તમે સ્વસ્થ અને સંપૂર્ણ  જીવન જીવી શકો છો.

        જો તમે નશીલી દવા (MEDICINE)ઓનો ઇન્જેક્શન દ્વારા ઉપયોગ કરતા હોવ અને તમને લાગતું હોય કે તમે તે છોડી શકો તેમ નથી તો તમે નીચે મુજબ ની કાળજીઓ રાખી તમે એચ.આઈ.વી (HIV) નું જોખમ ઘટાડી શકો છો.

·         ક્યારેય પણ ઉપયોગમાં લેવાઈ ગયેલ હોય તેવી સિરીંજ, સોય, પાણી કે દવા (MEDICINE)નો ઉપયોગ કરવો જોઈએ નહિ.

·         દરેક વખતે નવી સિરીંજ અને સોય તથાનવું પાણી અને દવા (MEDICINE)નું મિશ્રણ હોવું જોઈએ.

·         ફક્ત દવા (MEDICINE)ની દુકાન અથવા વિશ્વાસ પાત્ર જગ્યાએ થી જ નવી સિરીંજ અને સોય લેવી જોઈએ.

·         જીવાણું મુક્ત સ્ટરાઈલ પાણી નો જ ઉપયોગ કરવો જોઈએ. અથવા નળ ના પાણી ને ઓછામાં ઓછુ પાંચ મિનીટ ઉકાળીને જ ઉપયોગ કરવો જોઈએ.

·         દવા (MEDICINE)ના મિશ્રણ માટે દર વખતે ચોખ્ખા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.

·         દરેક વખતે નવા રૂ નો ઉપયોગ કરવો જોઈએ.

·         દવા (MEDICINE)નું ઇન્જેક્શન લેતા પહેલા ઇન્જેક્શન માટે ચામડી ને સ્પીરીટ અથવા આલ્કોહોલ થી સાફ કરવુ  જોઈએ.

·         વપરાયેલા સોય, સિરીંજ, દવા (MEDICINE), પાણી ની બોટલ, રૂ અને અન્ય સામગ્રી નો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ.

નશો કરનારાઓ માટે એચ.આઈ.વી (HIV) ના તપાસ (TEST) નું મહત્વ


        નશો કરનાર દરેક વ્યક્તિઓ એ દર ત્રણ મહીને એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ.

No comments:

Post a Comment