Monday 19 September 2016

એચ.આઈ.વી ની સાથે સ્વસ્થ રહેવા માટે તમારી કાળજી રાખો


(૧) એચ.આઈ.વી (HIV) અને વૃધ્ધાવસ્થા

જયારે ૧૯૮૦ નાં દાયકા માં સૌ પ્રથમ એચ.આઈ.વી (HIV) વિષે દુનિયા ને જાણ થઇ ત્યારે એચ.આઈ.વી (HIV) નું નિદાન થયેલ વ્યક્તિ ૧ થી ૨ વર્ષ માટે જીવી શકતો હતા અને પછી તેમનું મૃત્યુ થઇ જતું હતું કારણ કે એ તબક્કા માં દુનિયા માં કોઈ પણ પ્રકારની એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ઉપલબ્ધ ન હતી.તેથી એ સમયમાં એચ.આઈ.વી (HIV) અને વૃદ્ધાવસ્થા નો પ્રશ્ન ઉદ્દભવતો ન હતો. પણ આજે દુનિયામાં ૩૦ કરતાં પણ વધારે પ્રકારની એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE)ઓ શોધાય ચુકી છેઅને તેના કારણે વ્યક્તિ પોતાનું સંપૂર્ણ આયુષ્ય જીવી શકે છે અને એના કારણે એચ.આઈ.વી (HIV) ને સબંધિત વૃદ્ધાવસ્થા માં જોવા મળતી તકલીફ નો પ્રશ્ન ઉદ્ભવતો જોવા મળે છે. સામન્ય રીતે ઉમર વધવાની સાથે શરીર માં તકલીફ અને બીમારી આવવી સામાન્ય બાબત છે. પરંતુ એચ.આઈ.વી (HIV) અને તેની સારવાર (TREATMENT) ને કારણે તકલીફો માં વધારો થઈ શકે છે. જેમ કે..
યાદ શક્તિ ઓછી થવી

·         હતાશા અને નિરાશા માં વધારો થવો
·         ડાયબીટીશ
·         કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ માં વધારો
·         ચેપ
·         એક દવા (MEDICINE)નો બીજી દવા (MEDICINE)ના કાર્યમાં અવરોધ ઉભો કરવો

(૨) આનંદ પૂર્વકસ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવવું

        એચ.આઈ.વી (HIV) સાથે જીવન જીવવું તેમાં થોડા પડકારો તો આવવાનાજ. વ્યક્તિની ઉમર કોઈ પણ હોય પણ ઉંમર વધવાની સાથે આ પડકારો ના પ્રકારો બદલતા જતા હોય છે. જેમ કે સામાજિક રીતે એકલતાનો અનુભવ કરવો, આર્થિક રીતે અન્ય ઉપર આધાર રાખવો અથવા પોતાના  જીવનસાથીને ગુમાવવા. વૃદ્ધાવસ્થા માં અલગ પ્રકારની લાગણીઓ અનુભવતી હોય છે. જયારે કોઈ વ્યક્તિને મોટી ઉંમરે તેમના એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવાની જાણ તેમના પરિવારના સભ્યો કે અન્ય કોઈને કહેવાની હોય  છે.
        જો કોઈ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) સાથે પોતાના જીવનમાં આગળ વધી રહ્યા હોય તો તેમને તેમના નજીકના જ લોકોના સાથ અને સહયોગથી તે વ્યક્તિ માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ રહી જીવન જીવી શકે છે અને આ ડોક્ટર કે કાઉન્સેલરની મદદ થી મેળવી શકાય છે.

(૩) ડોક્ટર, કલીનીક (CLINIC) અને હોસ્પીટલની મુલાકાત

        એચ.આઈ.વી (HIV) સાથે જીવવા નો અર્થ થાય છે કે વ્યક્તિએઅનેક પ્રકારો ની સ્વસ્થ ને લગતી વિવિધ સેવાઓ જેવી કે એચ.આઈ.વી (HIV)/ એઇડ્સ (AIDS) ના નિષ્ણાંત ડોક્ટર, અન્ય ડોક્ટર, ફીઝીશીયન, ડેન્ટીસ્ટ, લેબોરેટરી (LABORATORY), કાઉન્સેલર, માનસિક રોગ ના નિષ્ણાંત અને અન્ય સેવાઓ ની જરૂર પડી શકે છે. જો આ બાબતે વ્યક્તિ થોડા ગંભીર થઇ ને યોગ્ય આયોજન કરે તો વ્યક્તિ આ બધુજ યોગ્ય રીતે કરી શકશે.

(૪) એચ.આઈ.વી (HIV) નાં નિષ્ણાંત ડોક્ટર ની મુલાકાત
       
આ બાબતે વ્યક્તિએ પોતાના જીવન નો જરૂરી અને કાયમીભાગ બનાવવો પોતાના સ્વસ્થ જીવન માટે ખુબ જ જરૂરી છે. ક્યારેક પોતાનાફેમીલી ડોક્ટર ની પણ મુલાકાત લેવાની જરૂર ઉભી થાય. આ ઉપરાંત વ્યક્તિને લેબોરેટરી (LABORATORY)ના રીપોર્ટ માટે કાઉન્સેલર ની મદદ કે મુલાકાત લેવાની જરૂરિયાત ઉભી થઈ  શકે  છે.
       
અમુક જરૂરી સૂચનો કે જેનાથી વ્યક્તિ ડોક્ટરની મુલાકાત પછી તેમની સેવાઓ વધુ સારી રીતે ઉપયોગ કરી શકે.

·         જયારે કોઈ પણ વ્યક્તિને ડોક્ટર ની મુલાકાત માટે જવાનું થાય ત્યારે સાથે એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટરની ફાઈલ, રીપોર્ટ અને તમારી દવા (MEDICINE)ઓ સાથે લઇ જવાનું ક્યારેય પણ ભૂલશો નહિ.
·         અપોઇન્મેન્ટ લઇ ને ડોક્ટરની મુલાકાતે જવું. જેથી વ્યક્તિએ વધારે પડતી રાહ જોવી ન પડે.
·         ડોકટરે આપેલ સમયે તેમના ક્લીનીકે પહોચી જવું. જેથી ડોક્ટર આપને પુરતો સમય આપી શકે.
·         વ્યકિતએ એક અંગત ડાયરી બનાવવી  કે જેમાં પોતાના મનમાં ઉદ્દભવતા પોતાની બીમારી ને લગતા દરેક સવાલ લખી શકેકે જેથી દરેક સવાલ વિશે વ્યક્તિ ડોક્ટર કે કાઉન્સેલર સાથે યોગ્ય ચર્ચા કરી શકે.
·         આવતી અપોઇન્મેન્ટ માટેની તારીખ અને સમય લઇ આ ડાયરી માં લખી લેવી. અને આવતી અપોઈમેન્ટ ના સમયે પાછા સમયસર પહોચી જવાય.
·         વ્યક્તિને મનમાં ઉદ્દભવતા અલગ અલગ સવાલોના જવાબ ડોક્ટર ના કલીનીક (CLINIC) ના કોઈ એક કે અલગ અલગ સ્ટાફ પાસે થી મેળવી શકાય છે.

કાઉન્સેલર તમને નીચેના સવાલો નાં જવાબ આપી શકશે.

·         તમારી દવા (MEDICINE) અને તેમની આડ-અસર
·         લેબોરેટરી (LABORATORY) નાં રીપોર્ટ નો અર્થ
·         માનસિક આધાર
·         તમારી હાલની તકલીફ
·         તમારા ખોરાક, કસરત અને અન્ય ઉપયોગી વસ્તુઓ વિષે
·         તમારા સંપૂર્ણ સારવાર (TREATMENT)ના આયોજન વિષે.

એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર દરેક વ્યક્તિને નીચે નાં સવાલોના જવાબ આપી શકશે.

·         દવા (MEDICINE) માં જરૂરી બદલાવ અને નવી દવા (MEDICINE)ઓ વિષે
·         તમારી અમુક જરૂરી લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST) વિષે
·         બીજા ડોક્ટરની મુલાકાત વિષે
·         જરૂરી ઓપરેશન વિષે
·         તમારી એચ.આઈ.વી (HIV) ની બીમારી અને હાલના સ્ટેજ વિષે
·         તમારી તકલીફ ની સારવાર (TREATMENT) વિષે.

(૫) કસરત

        નિયમિત કસરત કરવાના અનેક ફાયદાઓ રહેલા છે. નિયમિત કસરત દરેક વ્યક્તિને શારિરીક અને માનસિક રીતે મજબુત બનાવશે. વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવામાં મદદરૂપ થશે. કસરતને કારણે ઘણા પ્રકારની બીમારી જેમકે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હૃદય, જાડાપણું અને અન્ય ખરાબ જીવન શૈલી ને આધારિત બીમારીઓ આવતી અટકાવશે અને જો કોઈ વ્યક્તિઆ પ્રકારની બીમારીઓ થી પીડાતા હોય તો તેના પર કાબુ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

        નિયમિત કસરત દરેક લોકોમાં ઉપયોગી અને જરૂરી છે. કસરતને લગતા સલાહ અને સૂચનો દરેક લોકો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત અને એચ.આઈ.વી (HIV) વિહીન એમ બંને પ્રકારના લોકો માટે એક સરખાજ હોય છે. દરેક વ્યક્તિ એ દરરોજ અથવા ઓછામાં ઓછા અઠવાડિયા માં પાંચ દિવસ ૩૦ થી ૪૫ મિનીટ સુધી ચાલવું કે સાઈકલ ચલાવવી જોઈએ. આ કસરતો વ્યક્તિને ડાયાબીટીસ, આતરડા નું કેન્સર, બ્લડ પ્રેશર અને હૃદય રોગ ની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

        જો કોઈ વ્યક્તિ હૃદય રોગ, અસ્થમા અથવા સાંધાની બીમારી હોય તો કસરત અંગે આપના ડોક્ટરની સલાહ લઈને કસરતની શરૂઆત કરવી જોઈએ.

(૬) રસીકરણ

        રસીકરણ નો અર્થ થાય છે વ્યક્તિને રસી ( ઇન્જેક્શન કે ટીપા ) આપી તે વ્યક્તિ ને તે બીમારી મોટા પાયે ઘટાડી શકાય છે. જો બીમારી થાય તો પણ તેની ગંભીરતા બહુ ઓછી હોય છે.
        એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT)માં રસીકરણ અગત્યનું છે. રસીકરણ તમને અનેક ગંભીર બીમારીઓ થી બચાવી શકે છે. વ્યક્તિની ઉંમર, જોખમ અને જો કોઈ વ્યક્તિએ લીધેલી જૂની રસી ને આધારે ડોક્ટર  નવી અને જરૂરી રસી લેવામાં માર્ગદર્શન આપશે.

નીચે જણાવેલ રસી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિએ લેવી જ જોઈએ.

·         હિપેટાઈટીસ એ અને બી ( કમળો )
·         ઇન્ફ્લુએન્ઝા
·         ન્યુમોનિયા
·         ડી.ટી.પી. (  ડીપ્થેરીયા, ટીટેનસ અને પરપ્યુશીશ )

આ ઉપરાંત પણ વ્યક્તિએ એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર અન્ય રસીઓની સલાહ વ્યક્તિની  જરૂરીયાત મુજબ આપી શકે છે. દરેક વ્યક્તિએ પોતાના રસીકરણ અંગેના રેકોર્ડ અને માહિતી યોગ્ય રીતે સાચવીને રાખવા જોઈએ.

રસીકરણ વિષે સમજીએ
ગુજરાતીમાં કહેવત છે કે આગ લાગે ત્યારે કુવો ખોદવા (MEDICINE) ન  બેસાય એવીજ રીતે રોગ થાય પછી તેને કાબુમાં લેવો ખુબ મુશ્કેલ બનતો હોય છે. એટલા માટે રસીકરણ એ પુર પહેલાની પાળબરાબર છે. એટલે કે રોગ ને થતા પહેલા જ અટકાવવો ખુબ જ જરૂરી છે.
·         કેટલાક રોગો થયા પછી એની સારવાર (TREATMENT) ખુબ અઘરી અને ઘણી વાર અશક્ય હોય છે અને અંતે દર્દી માટે જીવલેણ નીવડે છે. પણ આવા ઘણા રોગો ને અટકાવવાનો અસરકારક ઉપાય છે રસીકરણ.
·         રસીકરણ ફક્ત બાળકો માટે જ હોય છે તે ખોટી માન્યતા છે. રસીકરણ પુખ્ત વયના લોકોમાટે પણ ખુબ જ જરૂરી છે.
·         રસીકરણ દ્વારા ખુબ જ ઘાતક અને ગંભીર પ્રકાર નાં રોગો પણ અટકાવી શકાય છે. દા.. ડીપ્થેરીયા રોગ થાય તો વ્યક્તિ માટે પ્રાણ ઘાતક નીવડે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.
·         ઓરીનો રોગ કદાચ વ્યક્તિ માટે પ્રાણ ઘાતક ન પણ નીવડે પણ તેના કારણે થી થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય સુધી ચાલતી ઝાડની તકલીફ થી વ્યક્તિ માટે ઘણી નુકશાનકારક થઇ શકે છે.
·         આમ રસીઓ માત્ર જીવ બચાવવા માટે જ નહિ પણ સંપૂર્ણ સ્વસ્થ જીવવા માટે પણ જરૂરી છે.
·         ઘણા રોગ અને બીમારીની સારવાર (TREATMENT) હોસ્પીટલમાં ઉપલબ્ધ છે. અને કદાચ આડ-અસરો માંથી પણ બચી શકાય છે. પણ સરવાળે હિસાબ માંડવામાં આવે તો થતું આર્થિક નુકશાન અને સમય નો વ્યય હંમેશા રસીકરણ ની કિંમત કરતા અનેક ગણો વધારે ભોગવવો પડતો હોય છે.
·         રસીકરણ દ્વારા અનેક રોગોની નાબુદી શક્ય છે દા.. શીતળા નો રોગ આપણે નાબુદ કર્યો છે. અને હવે તેના રસીકરણ ની જરૂર નથી. આમ જો યોગ્ય રસીકરણ કાર્યક્રમો અને વિવિધ ઝુંબેશ ચાલુ રહેશે તો બીજા અનેક રોગો માંથી આવનાર પેઢીને મુક્તિ મળી શકશે. આવી જ એક મોટી ઝુંબેશ આપણા ભારત માં પોલીયો ની નાબુદી માટે ચાલી રહી છે.
·         યોગ્ય અને ચોક્કસ સમયે કરાવેલ રસીકરણ વ્યક્તિને બાળપણમાં તેમ જ સમગ્ર જીવન કાળમાં રોગ મુક્ત રાખે છે.
·         બાળકના જન્મ પછી આ વિશ્વમાં આપણું  પ્રથમ કામ છે. દરેક વ્યક્તિએ પોતાના સંતાનોને રક્ષણ આપવું જોઈએ. આરક્ષણ શિશુને અનેક પ્રકારે મળે છે. જેમ કે માતા પોતાના પ્રેમ, હુંફ અને ધાવણ થી આપે છે અને પિતા તેમની સામાજિક અને આર્થિક જવાબદારીઓ અદા કરીને આપે છે. આવી જ એક રક્ષા આપને તેની કરવાની છે ચેપીરોગોથી. અને તેના માટે જરૂરી છે રસીકરણ.
·         એચ.આઈ.વી (HIV) ની સામે રક્ષણ આપતી રસી અંગે મોટા પાયામાં શંસોધન ચાલુ જ છે. આપણે આશા રાખીએ કે નજીકના સમય માં એચ.આઈ.વી (HIV) ની સામે રક્ષણ આપતી રસી શોધાય અને તેનો ઉપયોગ કરીને આપણે એચ.આઈ.વી (HIV) ની બીમારીથી બચી શકીએ.
(૭) માનસિક સ્વાસ્થ્ય

        માનસિક સ્વાસ્થ્યનો અર્થ થાય છે કે આપ લાગણી, માનસિક, સામાજિક રીતે સ્વસ્થ હોવું. આ એક મહત્વની કડી છે. એચ.આઈ.વી (HIV) ની સાથે સ્વસ્થ રીતે જીવન પસાર કરવા માટે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય લાગણી, વિચાર અને કાર્યો એમ ત્રણેય પર અસર કરે છે. આ એટલા માટે પણ છે કારણ કે માનસિક સ્વાસ્થ્ય આપને મિશ્કેલ પરીસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લઇ તેમાંથી ભાર કાઢવા માટે મદદરૂપ થઈ શકે છે.

સારૂ માનસિક સ્વાસ્થ્ય વ્યક્તિને નીચે જણાવેલ બાબતો માં મદદરૂપ થાય છે.

·         વ્યક્તિને ક્ષમતા જાણવામાં
·         જીવનના પડકારો સામે લડવામાં
·         સારી રીતે વ્યક્તિના રોજીંદા કામ તથા તેમના રોજગાર માં
·         સમાજ માટે ઉમદા યોગદાન માં

સારી માનસિક પરિસ્થિતિ દરેક લોકોના જીવનમાં દરેક પગથિયે જરૂરી છે. પરંતુ એચ.આઈ.વી (HIV) સાથે જીવન જીવતા લોકો માટે અમુક અલગ અલગ જરૂરીયાત પણ છે.

એચ.આઈ.વી (HIV) સાથે જીવન જીવતા લોકો માટે માનસિક સ્વસ્થતા શા માટે જરૂરી છે?

વ્યક્તિના શારિરીક સ્વાસ્થ્ય જેટલુ જ માનસિક સ્વાસ્થ્યનું મહત્વ છે. જો કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હશે તો જ નીચે જણાવેલ કાર્યો યોગ્ય રીતે કરી શકશે.

·         વ્યક્તિ કામ, સ્કુલ, અને સબંધો પર સારી રીતે કામ કરી શકે છે.
·         જીવન માં આવતા વ્યવસાયિક, પારિવારિક અને આર્થિક જરૂરીયાતો સારી રીતે પૂર્ણ કરી શકે છે
·         વ્યક્તિ પોતાની કાળજી સારી રીતે રાખી શકે છે.
·         પોતાના બાળકો અને પરિવારની અન્ય જરૂરીયાતો સારી રીતે પૂર્ણ કરી શકે છે.

કોઈ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) સાથે જીવતા હોય તો  તેમને માનસિક સ્વાસ્થ્ય નીચે જણાવેલ બાબતો માં શારિરીક રીતે અસર કરી શકે છે.

·         વ્યક્તિને તેમની બધી દવા (MEDICINE)ઓ લેવામાં અવરોધ રૂપ થઈ શકે છે.
·         તેમના ડોક્ટર અને સપોર્ટ ગ્રુપને નિયમિત રીતે મળવું મુશકેલ બની શકે.
·         પોતાની જીવન શૈલીને અસ્વસ્થ બનાવી શકે છે. જેમ કે યોગ્ય ઊંઘ અને કસરતનો અભાવ અને જોખમ કારક શારિરીક સબંધો માં જોડાવું.
·         જીવન ની સામાન્ય માનસિક તાણ સામે લડવામાં અસક્ષમ બનવું.

માનસિક તકલીફ સર્વ સામાન્ય બાબત છે. દરેક માટે પરંતુ જે લોકો એચ.આઈ.વી (HIV) સાથે જીવે છે તેના માટે ...

·         દર પાંચ માંથી કોઈ એક માનસિક તકલીફ નું નિદાન થઇ શકે છે.
·         દર ૧૦ માંથી કોઈ એક ને મોટા ડીપ્રેશન નો સામનો કરવો પડે છે.
·         % લોકો ગંભીર મોટી માનસિક બીમારી જેવી કે પોતાના સ્વાભાવ માં મોટા પ્રમાણ માં ઉતાર-ચડાવ અથવા ઊંડી હતાશા થી પીડાતા હોય છે.

જે વ્યક્તિ એચ.આઈ.વી (HIV) સાથે જીવતી હોય તો એ વ્યક્તિએ એ જાણવું ખુબ જરૂરી છે કે તેમને  માનસિક બીમારી જેવા કે ચિંતા, સ્વભાવ માં બદલાવ અને અન્ય તકલીફો થવાની શક્યતા સામાન્ય લોકો કરતાં વધારે હોય છે. પરંતુ સારી વાત તો એ છે કે આ બધી જ બીમારીઓ ને વ્યક્તિ યોગ્ય પ્રમાણમાં કાળજી અને સારવાર (TREATMENT)થી કાબુમાં લઈ શકે છે. કોઈ વ્યક્તિને માનસિક બીમારી હોય તો પણ એ વ્યક્તિ તેમાંથી  મુક્તિ મેળવી સ્વસ્થતા કેળવી શકે છે. જો વ્યક્તિ સારા સ્વાસ્થ્ય માટે જાગૃત હશે તો તે વ્યક્તિ  માનસિક રીતે વધારે સ્વસ્થ રહી શકશે.

માનસિક તકલીફ શેના કારણે થાય છે ?

માનસિક તકલીફ શારિરીક બીમારીને કારણે નથી થતી પરંતુ તે અન્ય પરિબળો કૌટુંબિક  પરિસ્થિતિ, વાતાવરણ, આનુંવશિક્તા અને માનસિક કે સામાજિક પરિબળો પર આધાર રાખે છે.

·         પરિવાર માં કોઈને માનસિક તકલીફ હોય
·         જીવનમાં કોઈ આઘાત પહોચાડનારી ઘટના બની હોય
·         જરૂરી સારવાર (TREATMENT)મેળવવા માં તકલીફ ને કારણે
·         એકલતાને અનુભવ કરવો
·         રોજગાર છૂટી જવો કે કામ કાજ કરી શકશે કે નહિ એની ચિંતા
·         એચ.આઈ.વી (HIV) ની કોઈને જાણ ન કરી શકવી.
·         દવા (MEDICINE)નું આયોજન ન કરવું.
·         એચ.આઈ.વી (HIV) ને કારણે શરીર નાં દેખાવ કે ક્ષમતામાં ઘટાડો થવો.
·         સબંધોમાં તિરાડ પડવી.
·         દવા (MEDICINE)ની શરૂઆત સાથે પણ માનસિક અવસ્થામાં ફેરફાર થઈ શકે છે. દવા (MEDICINE)ને કારણે વ્યક્તિ માનસિક શાંતિ અનુભવી શકે છે કે એચ.આઈ.વી (HIV) માટેની જે દવા (MEDICINE)ઓ લઈ રહ્યા છે  જેનાથી વ્યક્તિ સ્વસ્થ રીતે જીવન જીવી શકે છે. આનાથી વ્યક્તિની લાગણીમાં પણ ફેરફાર આવી શકે છે. અમુક કિસ્સાઓ માં દવા (MEDICINE)ને કારણે પણ સામાન્ય માનસિક તકલીફો જેવી કે ચિંતા, ગભરામણ, હતાશા, ઊંઘમાં વધારો કે ઘટાડો થવો વગેરે.
·         એચ.આઈ.વી (HIV) ના વાયરસ ની મગજ પરની અસરને કારણે પણ માનસિક સ્વાસ્થ્યમાં ફેરફાર થઇ શકે છે. મગજ અને કરોડરજ્જુના તકવાદી ચેપોને કારણે પણ માનસિક બીમારી થઇ શકે છે. એચ.આઈ.વી (HIV) નાં અંતિમ તબક્કા માં યાદ શક્તિમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે.
·         આ કારણે જરૂરી છે કે વ્યક્તિએ પોતાના ડોક્ટર સાથે માનસિક સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરવી જોઈએ. દવા (MEDICINE) શરૂ કરતાં પહેલા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યનું મુલ્યાંકન કરવું જરૂરી હોય છે. વ્યક્તિના  વિચારો અને જીવન માં આવતા પરિવર્તનો વિષે ડોક્ટર સાથે ખૂલ્લા મનથી વાત કરવી જોઈએ. દારૂ અને અન્ય નશા યુક્ત પદાર્થો થી દુર રહેવું જોઈએ. જો વ્યક્તિ જાતે આ નશાયુકત પદાર્થો છોડી ન શકતા હોય તો વ્યક્તિએ પોતાના ડોક્ટર ની મદદ લેવી જોઈએ.

જો વ્યક્તિ બીજા કોઈ પણ પ્રકારની આર્યુવેદિક,દેશી કે હોમિયોપેથીક દવા (MEDICINE) લેતા હોય તો પણ વ્યક્તિએ એચ.આઈ.વી (HIV) ના ડોક્ટર ને જાણ કરવી જરૂરી છે.

કોઈ વ્યક્તિને માનસિક તકલીફ છે એ કેવી રીતે જાણી શકાય અને એ માટે ની મદદ ક્યાંથી મેળવી શકાય ?

લગભગ દરેક લોકો પોતાના જીવન કાળમાં કોઈ નાં કોઈ તબક્કામાં માનસિક તકલીફ અનુભવતા હોય છે. થોડા ઘણા પ્રમાણ માં ચિંતા થવી તે સર્વ સામાન્ય બાબત છે અને ખાસ કરીને જયારે સૌ પ્રથમ વખતકોઈ વ્યક્તિનું એચ.આઈ.વી (HIV) નું નિદાન થયું હોય ત્યારે, દવા (MEDICINE)ની શરૂઆત કરતાં હોય ત્યારે  અથવા તો શારિરીક તકલીફને કારણે વ્યક્તિના પરિવાર માં કે સામાજિક સબંધોમાં ફેરફાર થાય ત્યારે.વ્યક્તિની માનસિક પરિસ્થિતિને કારણે વ્યક્તિના સામાન્ય રોજીંદા જીવનમાં તકલીફ થવા લાગે તો ત્યારે માનસિક સ્વાસ્થ્ય માટે કોઈની મદદ લેવી જોઈએ.

વ્યક્તિને કઈ રીતે ખબર પડે કે આ બાબતે મદદ લેવી જોઈએ.

વ્યક્તિ પોતાના સ્વભાવમાં થતા ફેરફાર જોઈ શકે અને ઘણી વખત આસપાસ નાં લોકો દ્વારા જ વ્યક્તિની અંદર બદલાવ જોશે અને વ્યક્તિને જણાવશે.

·         પહેલા જે પ્રવૃત્તિ આનંદમય લાગતી હોય તેમાં રસ ન લાગવો.
·         સામાજિક પ્રવૃત્તિઓ થી દુર રહેવું
·         યાદ શક્તિમાં ફેરફાર થવો
·         ઊંઘ ન આવવી
·         ખુબ જ ઊંઘ આવવી
·         દુ:ખની લાગણી અનુભવવી
·         પછતાવો અનુભવવો
·         ખુબ જ થાક લાગવો
·         કોઈ બાબતે ખુબ જ ગભરામણ કે ચિંતા થવી
·         ચીડિયાપણું આવવું
·         અનેક પ્રકારના વિચારો આવવા
·         શારિરીક સબંધમાં રસ ન લાગવો
·         બીજા આપણા વિષે શું વિચારતા હશે તે વિષે ચિંતા રહેવી
·         કાનમાં અવાજ આવવો
·         પોતાને કે બીજા કોઈને હાની પહોચાડવાની ઈચ્છા થવી
·         નાની નાની બાબતોમાં ગુસ્સો આવી જવો

જયારે કોઈ પણવ્યક્તિને ઉપર જણાવેલ તકલીફો માંથી કોઈ તકલીફ જણાય તો તુરંત પોતાના  ડોક્ટર, કાઉન્સેલર કે પોતાના પરિવારજનો ની મદદ લેવી કે જેથી તે લોકોમદદ કરી શકે. કોઈ વ્યક્તિએલાગણી વ્યક્ત કરવામાં શરમ કે સંકોચ રાખવો જોઈએ નહિ. દરેક વ્યક્તિઓની લાગણીઓ મહત્વની અને વ્યાજબી છે. આમા ડોક્ટર અને તેની ટીમ લોકોની તકલીફનું નિરાકરણ કરવામાં મદદ કરશે. વ્યક્તિએ માનસિક તકલીફની આવગણના ન કરવી જોઈએ. ફક્ત યાદ રાખવું જોઈએ કે વ્યક્તિ  તકલીફ માં પોતે એકલા નથી. મદદ માટે પોતાનો પરિવાર, મિત્રો, ડોક્ટર અને કાઉન્સેલરસાથે રહેશે અને જરૂરી મદદ કરશે.

(૮) ખોરાક

         ખોરાક દરેક વ્યક્તિ માટે ખુબ જ અગત્યનો છે. સારો ખોરાક દરેક માટે એટલો જ જરૂરી છે એચ.આઈ.વી (HIV) હોય કે એચ.આઈ.વી (HIV) ન હોયપરંતુ જેમને એચ.આઈ.વી (HIV) હોય તેમના માટે ખોરાકનું વધુ મહત્વ છે.

        યોગ્ય ખોરાક સારી રોગ પ્રતિકારક શક્તિ અને શારિરીક કાર્ય ક્ષમતા માટે ખુબ જ જરૂરી છે. એચ.આઈ.વી (HIV) ને કારણે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે. જેને માટે ખોરાક અને સામાન્ય ચોખ્ખાઈ રાખવી જોઈએ. જેથી અન્ય બીમારીના જીવાણું નો ચેપ લાગવાની શક્યતા ઘટાડી શકાઈ.

સ્વસ્થ જીવન ની શરૂઆત સ્વસ્થ ખોરાક થી થાય છે. સ્વસ્થપ્રદ આહાર દરેક વ્યક્તિના જીવન માટે મહત્વનો છે. આરોગ્યપ્રદ આહાર કે જેમાંથી જરૂરી અને પૂરતા પ્રમાણ માં પ્રોટીન, ચરબી, વિટામીન, ખનીજ તત્વો અને અન્ય જરૂરી પોષણ મળી રહે છે. જેથી વ્યક્તિનું વજન યોગ્ય રીતે જળવાય રહે છે. રોજ લેવામાં આવતા ખોરાક માં વધારે પડતી બિનજરૂરી ખાંડ, મીઠું કે ચરબીનો સમાવેશ ન કરવો  જોઈએ.

એચ.આઈ.વી (HIV) અને  ખોરાક વચ્ચે નો સબંધ
       
એચ.આઈ.વી (HIV) અને તેની દવા (MEDICINE) ને કારણેવ્યક્તિના શરીર માં ખોરાકની પ્રક્રિયા ને બદલી નાખે છે. અમુક દવા (MEDICINE)ને કારણે શરીરના અમુક ભાગમાં ચરબી નો વધારો અને અમુક ભાગમાં ચરબી નો ઘટાડો થવો, બ્લડ સુગર માં વધારો થવો, વજનમાં ઘટાડો થવો અથવા શરીરના દેખાવમાં ફેરફાર થઇ શકે છે. ઉલ્ટી, ઉબકા અને ઝાડા એચ.આઈ.વી (HIV) ના ચેપ  અને તેની દવા (MEDICINE) સાથે સામાન્ય રીતે જોવા મળે છે. આ આડ-અસર ને કારણે વ્યક્તિના ખોરાકમાં ઘટાડો થઇ શકે છે. જેથી શરીર નાં જરૂરી પોષક તત્વો ઘટે છે. જેને કારણે શરીર માં પાણીની ઘટ પણ થઇ શકે છે.
       
સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ની બીમારીની પ્રગતિ ધીમી હોય છે. આથી આપના શરીરમાં થતા ફેરફારો પણ ઘીમાં જોવા મળે છે. આથી ખુબ અગત્ય નું છે કે દરેક વ્યક્તિએ પોતાના રોજીંદા ખોરાક વિષે પુરતી કાળજી રાખાવી જોઈએજે લાંબા ગાળે ખુબ ફાયદાકારક સાબિત થશે.
       
કોઈ વ્યક્તિને ઝાડા, ઉલ્ટી કે ઉબ્કાની તકલીફ હોય તો ડોક્ટરને વિના સંકોચે જણાવવું. ડોક્ટર માટે વ્યક્તિનાં રોગ અને તેની તકલીફો વિષે સમજવું ખુબ જ અગત્યનું છે. જેથી ડોક્ટર વ્યકિતની સારવાર (TREATMENT)નું યોગ્ય આયોજન કરી શકેઅને તેને આધારે ખોરાક ની જરૂરીયાત અને તેમાં જરૂરી યોગ્ય ફેરફાર કરી શકે.

સૌ પ્રથમ સુરક્ષા

        એચ.આઈ.વી (HIV) ને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આથી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકોમાં દુષિત જીવાણું યુક્ત ખોરાક ખાવાને કારણે પેટની બીમારી જેવીકે ઝાડા, ઉલ્ટી અને ઉબ્કાજેવી બીમારી થવાની શક્યતા ખુબ વધારે હોય છે. આથી એચ.આઈ.વી (HIV) પોઝીટીવ વ્યક્તિ એ તાજો અને શુધ્ધ ખોરાક જ ખાવો જોઈએ. જો નીચે જણાવેલ જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ પોતાને દુષીત ખોરાક અને પાણી થી ફેલાતા રોગો થી બચાવી શકે છે.
·         કાચા ઈંડા કે સંપૂર્ણ રીતે બફાયેલ, શેકાયેલ કે તળાયેલ ન હોય તેવું માંસ ન ખાવું જોઈએ.
·         શાકભાજી અને ફળોને સાફ કરીને ખાવા જોઈએ
·         હાથ અને વાસણ સાબુ અને પાણી થી બરોબર સાફ કરવા જોઈએ.

દુષિત પાણીથી અનેક પ્રકાર નાં રોગો ફેલાવાની શક્યતા રહેલી છે. પાણીથી ફેલાતા રોગોથી બચવા માટે નીચે જણાવેલ બાબતો નું ધ્યાન રાખાવું જરૂરી છે.

1.      ક્યારેય પણ કુવા, તળાવ કે નદી નું પાણી પીવું જોઈએ નહિ.
2.      પીવા માટે હમેંશા ફિલ્ટર નું પાણી કે ગરમ કરીને ઠંડા કરેલા પાણી નો જ ઉપયોગ કરવો.
3.      જયારે વ્યક્તિ મુસાફરી કરતાં હોય કે ઘરની બહાર પાણી પીવાનું થાય તો તે સમયે ઘરેથી પાણી ની બોટલ લઇ જવી  અથવાતો બજાર માં મળતું પેકિંગ વાળું પાણી જ ખરીદો.

(૯) શારિરીક સબંધ અને તેને લગતી બીમારી

         ડોક્ટર પાસે થી ગુપ્તરોગો થી બચવાના ઉપાયો, હાલની બીમારી માટે ની તપાસ (TEST) અને સારવાર (TREATMENT),શારિરીક સબંધ ને લગતી કોઈ તકલીફ, વાયરલ લોડ ને ૫૦ થી ઓછો એટલે કે અનડિટેકટેબલ લેવલ માં રાખવો, ફેમીલી પ્લાનિંગ માટેના ઉપાયો અને જરૂરી પ્રશ્નો નાં જવાબ મેળવવા માં મદદ લેવી જોઈએ.


 સાથી સાથે વાત કરો
        આ વાત ખુબ અગત્યની છે કે પોતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવાની વાત પોતાની સાથે શારિરીક સબંધ ધરાવતા દરેક વ્યક્તિને કહો. પોતાના સાથી ને એચ.આઈ.વી (HIV) કે અન્ય ગુપ્ત રોગો છે કે નહિ તેની ચર્ચા પણ કરવી ખુબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) હોય અને તેમના સાથીને એચ.આઈ.વી (HIV) નો ચેપ ન લાગેલ હોય તો પણ તમારા બંને ની વચ્ચે સુરક્ષિત જાતીય સબંધ શક્ય છે. તે માટે વ્યક્તિએપોતાના ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે.

        વ્યક્તિએ પોતાના સાથી સાથે  ભેગા મળીને ચર્ચા કરવી જોઈએ. ક્યાં પ્રકારના શારિરીક સબંધો રાખવા છે. તેમને સુરક્ષિત રાખી શકાય અને બંને ને ગુપ્ત રોગો થી બચાવી શકાય. આ ચર્ચા નો મુખ્ય ઉદ્દેશ બંને ને સ્વસ્થ અને ગુપ્તરોગો થી મુક્ત રાખવાનો હોવો જોઈએ.

(૧૦) એચ.આઈ.વી (HIV) નો ફેલાવો અટકાવવો

એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવાનો  અર્થ એવો નથી કે એક વ્યક્તિ થી પોતાના બીજા સાથી ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ હશે કે લાગી જશે. અને એમની વચ્ચે સ્વસ્થશારિરીક સબંધ શક્ય નથી. એચ.આઈ.વી (HIV) નો અર્થ ફક્ત એવોજ થાય થાય છે કે વ્યક્તિએશારિરીક સબંધ માં અમુક જરૂરી ફેરફાર કરવાના છે. જેથી બંને વ્યક્તિ બીમારી મુક્ત રહી શકશે.

(૧૧) ગુપ્ત રોગોનો ફેલાવો અટકાવવા

        બે માંથી કોઈ એક સાથી ને એચ.આઈ.વી (HIV) હોય  કે ન હોય પરંતુ ગુપ્ત રોગો અટકાવવા હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતુ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકો એ ગુપ્ત રોગો થી બચવા માટે વિશેષ કાળજી રાખવી જોઈએ. કારણકે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકોમાં ગુપ્ત રોગો ની સારવાર (TREATMENT) લાંબી, ખર્ચાળ, મુશ્કેલ અને વારંવાર થઈ શકે છે.કોઈ બે માંથી એક સાથીને ગુપ્ત રોગો હોય તો એચ.આઈ.વી (HIV) થવા ની શક્યતા વધી જાય છે.શારિરીક સબંધ વખતે નિરોધ નો યોગ્ય અને નિયમિત ઉપયોગ કરવાથી ગુપ્ત રોગો થતા અટકાવી શકાય છે. કોઈ વ્યક્તિ એક કરતાં વધારે સાથીદાર સાથે શારિરીક સબંધ રાખતા હોય તો દર ૩ થી ૬ મહીને આ વ્યક્તિએ ગુપ્ત રોગોની તપાસ (TEST) કરાવવી જોઈએ.

જો એક સાથીને એચ.આઈ.વી (HIV) હોય અને બીજાને ન હોય તો ?

        આ પરિસ્થિતિ માં આવા યુગલને સિરોડીસ્કોડન્ટ કપલ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગલો વચ્ચે સ્વસ્થ અને સુરક્ષિત શારિરીક સબંધ શક્ય છેપણ તેના માટે જરૂરી છે બંને વચ્ચે ચર્ચા અને નીચે જણાવેલ બાબતોનું અમલીકરણ કરવું.
·         દરેક જાતીય સબંધ વખતે નિયમિત અને યોગ્ય રીતે કોન્ડોમ (CONDOM)નો ઉપયોગ કરવો.
·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિએ એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) દરરોજ નિયમિત સમયે લેવી.

બંને સાથીદારો ને એચ.આઈ.વી (HIV) હોય ત્યારે . . .
       
ઘણા લોકો એવું માનતા હોય છે કે બંને વ્યક્તિઓ ને એચ.આઈ.વી (HIV) હોય તો નિરોધ નો ઉપયોગ કરવાની જરૂર નથી. પરંતુ આ એક પ્રકારની ગેરમાન્યતા છે. જો બંને સાથીદારો ને એચ.આઈ.વી (HIV) હોય તો પણ નિયમિત અને યોગ્ય રીતે નિરોધ નો ઉપયોગ જરૂરી છે. કારણ કે જો નિરોધ   વગર સબંધ રાખવામાં આવે તો એચ.આઈ.વી (HIV) સિવાય નાં ૩૦ જેટલા ગુપ્ત રોગો થવાની શક્યતા રહેલી છે. જે વ્યક્તિના શરીરની રોગ પ્રતિકારક શક્તિ સી.ડી.૪ માં ઘટાડો કરશે.

આ ઉપરાંત એચ.આઈ.વી (HIV) અન્ય પ્રકાર ૧ અથવા ૨ નો ચેપ લાગવા નું જોખમ રહેલું છે.
એચ.આઈ.વી (HIV) નો એવા પ્રકાર નો પણ ચેપ લાગવાની શક્યતા રહેલ છે કે જેનાં પર એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ઓછી અથવા બિલકુલ કામ ન કરી શકે.

આથી જો બંને સાથીદારોને એચ.આઈ.વી (HIV) હોય તો પણ કોન્ડોમ (CONDOM)નો ઉપયોગ ખુબજ જરૂરી છે.

(૧૨) સારવાર (TREATMENT)ની નિયમિતતા

        સારવાર (TREATMENT)ની નિયમિતતા નો અર્થ થાય છે કે જે પ્રમાણે તમારા ડોકટરે દવા (MEDICINE) લેવા માટેની જે સલાહ આપેલ હોય તે પ્રમાણે દરરોજ દવા (MEDICINE) લેવી. અમુક વ્યક્તિ માટે આ બાબત એચ.આઈ.વી (HIV) સાથે જીવન માં સૌથી અઘરી બાબત હોય શકે છે.

        અમુક લોકો માટે દરરોજ એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) લેવાના કારણે તેમને એચ.આઈ.વી (HIV) સાથે જોડાયેલ સામાજિક કે લાગણીશીલ બાબતો યાદ અપાવનાર હોય છે. આથી આ લોકો દવા (MEDICINE) લેવાનું ટાળતા હોય છે.

        પરંતુ આ કારણોસર દવા (MEDICINE) લેવાનું ટાળવું બિલકુલ યોગ્ય નથી. આ માટે નાં ઉપાયો, સલાહ અને સૂચન છે જે વ્યક્તિને દવા (MEDICINE)  નિયમિત રીતે લેવામાં મદદ કરશે. દવા (MEDICINE)ની નિયમિતતા ખુબ જ જરૂરી છે.

આ વ્યક્તિ દર મહિને એક કરતાં વધુ વખત ગોળી લેવાનું ચુકતા ન હોય તો તે વ્યક્તિના એચ.આઈ.વી (HIV) નાં ચેપ પર ઉત્તમ કાબુ મેળવી શકાય છે.

જરૂરી સૂચનો કે જે આપને ૯૫કરતાં વધારે દવા (MEDICINE) લેવામાં મદદરૂપ થશે.

·         પરિબળો કે જેને કારણે દવા (MEDICINE)ની નિયમિતતા પર અસર પડે છે તેને ઓળખવી અને તેને દુર કરવા.
·         નિરાશા કે માનશીક બીમારી ના સારવાર (TREATMENT) કરાવવી
·         વ્યસન
·         ગંભીર શારિરીક બીમારી
·         દવા (MEDICINE)ની આડ-અસર
·         ખોરાક વિષે પરેજી
·         વાચતાં લખતા ન આવડવું કે વાંચવા લખવા માં તકલીફ પડવી
·         રહેઠાણ ને સબંધિત સમસ્યા
·         પ્રવાસ

કોઈ વ્યક્તિને આમાંથી કોઈ પણ સમસ્યા હોય તો પોતાના ડોક્ટરને જાણ કરવી કે જેથી ડોક્ટર આપને દવા (MEDICINE) માં કે તેના ડોઝમાં જરૂરી ફેરફાર કરીને અથવા અન્ય ડોક્ટરની સારવાર (TREATMENT) કરાવી જે તે તકલીફને દુર કરવામાં મદદરૂપ થઈ શકે.

·         મોબાઈલ એલાર્મ કે એપ્લીકેશન નો ઉપયોગ કરીને દવા (MEDICINE)નો સમાય યાદ રાખવામાં મદદરૂપ થઈ શકે.

·         પીલ બોક્ષ કે જેમાં પુરા અઠવાડીયાની દવા (MEDICINE) સોમ થી રવિ નાં હિસાબે મૂકી દેવામાં આવે છે.જેથી વ્યક્તિને ખ્યાલ આવશે કે તે દવા (MEDICINE) ભૂલી ગયા છે કે નહિઅને શક્ય હોય તો વ્યક્તિ તે સમયે ભુલેલ દવા (MEDICINE) લઈ શકે. આમા સમય નો પણ સદુપયોગ થશે. આ પીલ બોક્ષ ખાસ કરીને વ્યક્તિને  પ્રવાસ દરમ્યાન  ખુબ ઉપયોગી થઈ શકે છે.

·         દરરોજ દવા (MEDICINE) નિયમિત સમયે લેવી અને દવા (MEDICINE)ના સમયને વ્યક્તિએ રોજ ની મન પસંદગી ની પ્રવૃત્તિઓ સાથે જોડી દેવી જોઈએ. જેમ કે દરરોજ નાં મનપસંદ પ્રોગ્રામ કે અખબાર વાંચવું.

·         યોગ્ય આયોજન કરવું. કોઈ વ્યક્તિએ પ્રવાસ માં કે બહાર ગામ જવાનું  થાય તો  જરૂરીયાત કરતાં હંમેશા વધારે દવા (MEDICINE) સાથે લઇ જવી જેથી જો ઘરે પરત ફરવામાં મોડુ થાય તો પણ દવા (MEDICINE) ચુકાઈ નહિ.

·         કોઈ આડ-અસર થતી હોય તો ડોક્ટરને જણાવવું અને આડ-અસરો ઓછી કરવા માં આપના ડોક્ટર આપને મદદરૂપ થશે.જેટલી આડ-અસરો ઓછી તેટલા પ્રમાણ માં દવા (MEDICINE) ચોકસાઈ પ્રમાણે લેવી વધારે શક્ય બનશે.

·         હંમેશા પોતાની દવા (MEDICINE) પૂરી થવાની હોય તેના પહેલા ઓછામાં ઓછા બે દિવસ અગાવ ડોક્ટરની મુલાકાત લઈ પોતાની દવા (MEDICINE)ઓ લઇ લેવી જોઈએ.

·         કોઈ વ્યક્તિને દારૂ અથવા નશીલી દવા (MEDICINE)ઓનું વ્યસન હોય તો તે દવા (MEDICINE)ની નિયમિતતા માં બાધા રૂપ થશે. આથી વ્યક્તિએ દારૂ અથવા અન્ય નશીલી દવા (MEDICINE)ઓનું વ્યસણ છોડવું જરૂરી છે.

·         પોતાના મિત્રો કે પરિવારજનોની મદદ લેવી કે જેથી તમારી દવા (MEDICINE) લેવા માટે તમને નિયમિત રીતે યાદ કરાવે અને તેમાં મદદ કરે.

·         કોઈ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) ના ડોકટરે આપેલી દવા (MEDICINE) સિવાય અન્ય કોઈ પણ પ્રકારની દવા (MEDICINE) લેતા હોય તો એચ.આઈ.વી (HIV) નાં ડોક્ટરને એ વિષે અચૂક જાણ કરવી જોઈએકારણ કે તેનાથી આડ-અસર થવાની અથવા બે માંથી કોઈ એક દવા (MEDICINE) ની અસર ઓછી થવા ની શક્યતાઓ વધી જાય છે.

(૧૩) દવા (MEDICINE)એ જ સારવાર (TREATMENT) નથી

        સારવાર (TREATMENT)માં દવા (MEDICINE)ની નિયમિતતા સાથે તમારા ડોક્ટરની નિયમિત મુલાકાત અને લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST)નો પણ સમાવેશ થાય છે.
        ઘણા લોકો સારવાર (TREATMENT) છોડી દેવાના મુખ્ય કારણો માં દવા (MEDICINE) નિયમિત ન લઇ શકવાનું કારણ મુખ્ય હોય છે. જેમ કે પ્રવાસ, કામ, સ્કુલ, મિત્ર, પરિવાર, વ્યસન, માનસિક બીમારી, અસ્થાયી રહેઠાણ અને જીવનના અન્ય પ્રસંગો કે જે વ્યક્તિને દવા (MEDICINE) નિયમિત રીતે લેવામાં અડચણ રૂપ થઈ શકે છે.

         ડોક્ટર જાણે છે કે જીવન માં દરેક લોકો માટે ૧૦૦% ચોક્કસ કામ કરવું શક્ય નથી. દરેક લોકોમાં દવા (MEDICINE) કે અપોઇન્મેન્ટ ચુકી જવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ આમાં જેટલી ચોક્કસાઈ પૂર્વક આપ કાળજી રખો તેટલી યોગ્ય રીતે સારવાર (TREATMENT) ચાલશે અને તેટલા પ્રમાણ માં આપ સ્વસ્થ રહી શકશો.

(૧૭) સ્રીઓ નું સ્વાસ્થ્ય

        એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત પુરુષો ને જે સમાસ્યા નો સામનો કરવો પડે છે તે સ્ત્રીઓ તો
કરે જ છે. પરંતુ સ્ત્રીઓ ને આ ઉપરાંત અન્ય અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છેજેમ કે પરિવારની કાળજી રાખવી, ઉપલબ્ધ સારવાર (TREATMENT) શોધવી અને તેનો ઉપયોગ કરવો. આ ઉપરાંત સ્ત્રી રોગો સાથે સંકળાયેલ બીમારીઓનો ઈલાજ કરાવવો.

સ્ત્રી રોગ સબંધિત સારવાર (TREATMENT)
કોઈ પણ સ્ત્રી માટે સ્ત્રી રોગ સબંધિત સારવાર (TREATMENT) તેમના સ્વસ્થ જીવન માટે ખુબજ ઉપયોગી છે. એચ.આઈ.વી (HIV) ને કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેને કારણે નીચે જણાવેલ સ્ત્રી રોગોની સમાસ્યાઓ ઉભી થાય છે.
ગર્ભાશય નાં મુખનું કેન્સર

·         હર્પીસ
·         યોનીમાં ચેપ
·         ગુપ્તાંગ માં મસા થવા

દરેક સ્ત્રીને ગર્ભાશય નાં મુખનું કેન્સર થવાનીં શક્યતાઓ વધારે રહેલી છે. પરંતુ જે સ્ત્રીઓને એચ.આઈ.વી (HIV) ની બીમારી હોય છે તેમને ગર્ભાશય નાં મુખ નું કેન્સર થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાથી કેન્સર કરતા વાયરસો સામે યોગ્ય રીતે લડી શક્તિ નથી. કેન્સરના શરૂઆતના તબક્કા માં સ્ત્રીઓને કોઈપણ લક્ષણ દેખાતા નથી. જો સ્ત્રીઓ ને કોઈ પણ પ્રકારના લક્ષણ ન દેખાતા હોય તો પણ દરેક એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત સ્ત્રીએ પેપ ટેસ્ટ (TEST) નામની તપાસ (TEST) કરાવવી ખુબજ જરૂરી છે. આથી કેન્સરને તેના શરૂઆતના તબક્કામાં જ જાણી અને તેની યોગ્ય સારવાર (TREATMENT) કરાવી કેન્સર થતું અટકાવી શકાઈ અથવા કેન્સર સારું કરી શકાય છે.

(૧૮) ગર્ભાવસ્થા અને બાળકને જન્મ

        કોઈ સ્ત્રીને ગર્ભાવસ્થા દરમ્યાન એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવાની જાણ થાય તો તેનીસમયસર દવા (MEDICINE) શરૂ કરી, સિઝરિયન સેક્શન દ્વારા જ પ્રસૃતિ કરાવી,બાળકને માતાના દુધની જગ્યાપર ઉપરનો ખોરાક આપવાથી અને બાળકને થોડા સમય માટે જરૂરી દવા (MEDICINE)ઓ આપવાથી બાળક ને એચ.આઈ.વી (HIV) ની શક્યતા ૪૦% થી ઘટાડી ને ૨ % કરતાં ઓછી કરી શકાય છે. આથી દરેક સગર્ભા સ્ત્રીઓ એ ઓછામાં ઓછી બે વખત એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ. પ્રથમ ૧ થી ૩ મહિના દરમ્યાન  અને બીજી વખત ૬ થી ૯ મહિના દરમિયાન. સૌથી ઉતમ તો એ છે કે ગર્ભવસ્થાના ત્રીજા મહિનામાં સ્ત્રી ની દવા (MEDICINE) શરૂ કરી દેવામાં આવે જેને કારણે બાળકને એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા નહીવત રહે છે.

(૧૯) સામાજિક આધાર

        જો કોઈ એચ.આઈ.વી (HIV) સાથે જીવતા હોય તો શારિરીક તકલીફ ની સાથે સાથે નીચે નાં પડકારો નો સામનો પણ કરવો પડતો હોય છે.

·         બાળકનો ઉછેર
·         યોગ્ય સારવાર (TREATMENT) આપતા ડોક્ટરની શોધ કરવી
·         પોતાના જીવન સાથી સાથે સબંધો ની જાળવણી
·         સમાજ માં સપોર્ટ ગ્રુપ ની શોધ કરવી

આ પડકારો વધી જાય છે જો કોઈ વ્યક્તિ

·         ગરીબ
·         અલ્પ સંખ્યામાં આવતા
·         વીમો ન હોવો
·         પોતે કે પોતાના સાથી નશીલી દવા (MEDICINE)ઓના બંધાણી હોય


કોઈ વ્યક્તિ આ પડકારો નો સામનો કરી રહ્યા હોય તો તે પોતાના ડોક્ટર, પરિવાર કે મિત્રની મદદ માંગી શકે  છે.

No comments:

Post a Comment