Monday 19 September 2016

એચ.આઈ.વી નું નવું નિદાન થયેલ વ્યક્તિ અને તમારી મદદ

નવા એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત નિદાન થયેલ લોકોને મદદ કરવી


        આ વ્યક્તિ કોઈ પણ હોય શકે છે. એ કોઈ પણ પરિવારના સભ્ય, પતી કે પત્ની, ભવિષ્યના જીવનસાથી. એચ.આઈ.વી (HIV)નુ નિદાન શરૂઆત માં પોતાને અને પોતાના પરિવાર નાં સભ્યો માટે ચિંતા નો વિષય બની શકે છે. વ્યક્તિએ પોતાના મિત્ર, પરિવારના સભ્યો, પ્રેમી, પ્રેમિકા ને કે જેમને એચ.આઈ.વી (HIV)નુ હાલમાં જ નિદાન થયેલું છે અને એમની મદદ કરવી હશે તો સૌ પ્રથમ તો એ વ્યક્તિએ પણ એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) સબંધિત પ્રાથમિક માહિતી લેવી અત્યંત જરૂરી છે. એચ.આઈ.વી (HIV)કઈ રીતે ફેલાય છે, કઈ રીતે નથી ફેલાતો, તેની સારવાર (TREATMENT) નાં વિકલ્પો વગેરે. બની શકે કે કોઈ વ્યક્તિ માટે એચ.આઈ.વી (HIV)નું નિદાન વ્યક્તિ માં ડીપ્રેશન  લાવનાર, ચિંતા ઉપજાવનાર, જીવન પ્રત્યે નિરાશા જગાડનારી હોય શકે. આજ લાગણી આપના શુભ ચિંતકો માં પણ હોય શકે છે. જો એચ.આઈ.વી (HIV)ને બરોબર સમજવામાં આવે અને એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) સાથે સ્વસ્થ જીવન નાં વિકલ્પો પર યોગ્ય વિચાર કરીને આગળ વધવામાં આવે તો આ નકારાત્મક લાગણીઓ માંથી બહાર આવી શકાય છેએચ.આઈ.વી (HIV)ની યોગ્ય સારવાર (TREATMENT), સકારાત્મક વિચારસરણી અને યોગ્ય જીવન શૈલી સાથે સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકાય છે. જયારે પણ જરૂર જણાય ત્યારે તમે તમારા ડોક્ટર, કાઉન્સેલર, લોકલ એચ.આઈ.વી (HIV)સપોર્ટ ગ્રુપ, એન.જી.., મિત્રો કે પરિવાર નાં સભ્યો કે પોતાનાજીવનસાથીસાથે ચર્ચા કરી તમારા પ્રશ્નો નું નિરાકરણ કરી જીવન માં આગળ વધી શકાય છે. અને વધવું જ જોઈએ.

No comments:

Post a Comment