Monday 19 September 2016

એચ.આઈ.વી અને એઇડ્સ વિશે ની ગેરમાન્યતા અને સત્ય હકીકત

(૧) માન્યતા: એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) એકજ છે.

સત્ય: બંને અલગ-અલગ છે.

એચ.આઈ.વી (HIV) એ એક પ્રકાર નો વાયરસ છે જે ચેપ માટે કારણભૂત છે. જેનો અર્થ હ્યુમન ઈમ્યુનોડેફીસીયંસી વાયરસ થાય છે.

એઇડ્સ (AIDS) એ એચ.આઈ.વી (HIV) ચેપ લાગ્યા પછી ની બીમારી નો અંતિમ તબક્કો છે. જે સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ચેપ લાગવા ના  ૮-૧૦ વર્ષ પછી જોવા મળે છે. જેનો અર્થ  એકવાયાર્ડ ઈમ્યુનો ડેફીસીયંસી સિન્ડ્રોમ થાય છે.

(૨) એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકો સાથે કામ કરવાથી કે રહેવાથી એચ.આઈ.વી (HIV) થઈ શકે છે.

સત્ય: એચ.આઈ.વી (HIV) સામાન્ય સામાજીક સંપર્ક થી નથી થતો.

નીચે જણાવેલી બાબતો થી એચ.આઈ.વી (HIV) ફેલાતો નથી

·         એચ.આઈ.વી (HIV) સ્પર્શ, આંસુ, પરસેવો કે લાળ દ્વારા ફેલાતો નથી.
·         એકજ વાતાવરણ માં શ્વાસ લેવાથી
·         ટોઇલેટ કે બાથરૂમ નો ઉપયોગ કરવાથી
·         એક જ વાસણ માં સાથે ભોજન લેવાથી કે પાણી પીવાથી.
·         સામાન્ય ચુંબન કે હાથ મીલાવવાથી.
·         એચ.આઈ.વી (HIV) ફક્ત ચેપગ્રસ્ત લોહી, વીર્ય, યોનિમાર્ગ ના પ્રવાહી અને ધાવણ દ્વારા ફેલાય છે.

(૩) માન્યતા: જો પતિ-પત્ની બંને ને એચ.આઈ.વી (HIV) હોય તો તેમની વચ્ચે શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડોમ (CONDOM) વાપરવો જરૂરી નથી.
સત્ય: વાયરસ ના જીવાણું  એચ.આઈ.વી (HIV)-૧ અને એચ.આઈ.વી (HIV)-૨ પ્રકાર ના હોય છે. પતિ-પત્ની બે જુદા જુદા વાયરસ ગ્રસ્ત હોય શકે છે. જો કોન્ડોમ (CONDOM) વાપરવા માં ના આવે તો બીજા અલગ પ્રકાર ના વાયરસ નો ચેપ લાગવાની શક્યતા રહેલ છે. બની શકે કે કોઈ એક પ્રકાર ના વાયરસ પર દવા (MEDICINE) ની અસર ઓછી થતી હોય એટલે ડ્રગ રેસીસ્ટન્ટ હોય તો તેવા સંજોગો માં જો આ ડ્રગ રેસીસ્ટન્ટ વાયરસ નો ચેપ બીજા પાર્ટનર ને લાગી શકે છે. આમ આવા સંજોગો માં પણ કોન્ડોમ (CONDOM) વાપરવો જરૂરી છે.

(૪) માન્યતાએચ.આઈ.વી (HIV) નો ચેપ મોટા ભાગે સેકસ વર્કસ ને થઈ છે. સામાન્ય વ્યક્તિ માં જોવા નથી મળતો.

સત્ય: ૧૯૮૦ અને ૧૯૯૦ નાં દાયકા માં એચ.આઈ.વી (HIV) નું પ્રમાણ સેક્સ વર્કર્સમાં વધારે હતું અને સામાન્ય માણસમાં ઓછું હતું. પરંતુ સરકાર દ્વારા જન જાગૃતિ ના કાર્યક્રમ તથા અનેક બીજી યોજનાને કારણે સેક્સ વર્કર્સમાં પહેલાની સરખામણી કરતા હાલના સમયમાં એચ.આઈ.વી (HIV) માં ૮૦ ટકા જેટલો ઘટાડો જોવા મળેલ છે. જયારે સામાન્ય વ્યક્તિમાં તેનું પ્રમાણ વઘતું જય છે. એચ.આઈ.વી (HIV) કોઈ પણ વ્યક્તિના ઘંઘા, ઉધોગ, જાતિ કે ઘર્મ  સાથે જોડાયેલ નથી

એચ.આઈ.વી (HIV) કોઈ ને પણ થઈ શકે છે. જે નીચે જણાવેલ કોઇપણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય.
·         અસુરક્ષિત જાતીય સંબંઘ ઘરાવતા હોય
·         દુષિત લોહી ચડાવવાથી
·         દુષિત સોય વાપરવાથી
·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત માતા તથા માતા ના ઘાવણથી

(૫) માન્યતા: એચ.આઈ.વી (HIV) પોઝીટીવ રીપોર્ટ એટલે મૃત્યુ

સત્ય: ના. એ હકીકત છે કે એચ.આઈ.વી (HIV) ના વાઈરસ ને વ્યક્તિના શરીર માંથી સંપૂર્ણ પણે નાબૂદ કરી શકાતા નથી. પરંતુ હાલના વિજ્ઞાને એટલી તો જરૂર સિધ્ધ કરી બતાવ્યું છે કે એચ.આઈ.વી (HIV) નાં વાઈરસને દવા (MEDICINE)થી કાબૂ માં રાખી શકાય. યોગ્ય દવા (MEDICINE)થી વ્યક્તિ પોતાનું સંપૂર્ણ જીવન જીવી શકે છે. મૃત્યુને વહેલા આવતા રોકી શકાય છે. હાલની શોધાયેલ ૩૦ કરતા પણ વધારે દવા (MEDICINE) ની મદદ થી વ્યક્તિ જીવન ભર એઇડ્સ (AIDS) મુક્ત રહી શકે છે.

(૬) માન્યતા: વ્યક્તિનો એચ.આઈ.વી (HIV) નો નેગેટીવ રીપોર્ટ એચ.આઈ.વી (HIV) મુક્ત હોવાની સાબિતી છે.

સત્ય: ના. વ્યક્તિનો એચ.આઈ.વિ નો નેગેટીવ રિપોર્ટ હોવા છતા પણ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોય શકે છે. ૧૦૦ ટકા ચોક્કસાઈ કરવા માટે ૩ મહિના પછી ફરીથી એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ કરાવવો જરૂરી છે અને આ સમય દરમિયાન વ્યક્તિ  જોખમી પ્રવૃત્તિ થી દ્દૂર રહેલ હોવી જોઈએ.

(૭) માન્યતા: જે દર્દીઓ એચ.આઈ.વી (HIV) માટે ની દવા (MEDICINE) લઇ રહયા, તેનાથી એચ.આઈ.વી (HIV) ફેલાતો નથી.

સત્ય:.આર ટી (એન્ટી રીટ્રોવાયરલ થેરાપી) ને કારણે શરીર માં એચ.આઈ.વી (HIV) વાયરસ ની સંખ્યા માં મોટા પાયે ઘટાડો થાય છે, પણ તે શુન્ય થઈ શકતા નથી. જેના કારણે એચ.આઈ.વી (HIV) ફેલાવાની શક્યતા બહુ ઓછી રહે છે, પણ શૂન્ય નથી.

(૮) માન્યતા: વિશ્વાસુ અને તંદુરસ્ત બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ થી એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા નથી.

સત્ય: એચ.આઈ.વી (HIV) વાયરસ નો શરીર માં પ્રવેશ અને લક્ષણો ની શરૂઆત વચ્ચે સામાન્ય રીતે ૮-૧૦ વર્ષ જેટલો સમય લાગતો હોય છે.

એચ.આઈ.વી (HIV) ફક્ત શારીરિક સંબંધ થી જ ફેલાય છે તેવું નથી, તે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોહી અથવા સોય થી પણ ફેલાય શકે છે.

આવી જ રીતે વિશ્વાસુ અને તંદુરસ્ત બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે અશુરક્ષિત જાતીય સંબંધ થી એચ.આઈ.વી (HIV) થઈ શકે છે.

(૯) માન્યતા: મુખ મૈથુનથી એચ.આઈ.વી (HIV) ફેલાતો નથી.

સત્ય: મુખ મૈથુનથી પણ એચ.આઈ.વી (HIV) ફેલાવા ની શક્યતા છે. એચ.આઈ.વી (HIV) મુખ્યત્વે વીર્ય, યોનિમાર્ગ પ્રવાહી, માતાનું ધાવણ અને લોહી મારફતે પ્રસરે છે. જયારે મો માં ચાંદુ, કાપા, પેઢા માં સોજો, મોઢામાં કે ગાળા માં ચેપ હોય ત્યારે વીર્ય માં રહેલ એચ.આઈ.વી (HIV) ના વાયરસ, સામેની વ્યક્તિમાં, ઉપર જણાવેલ માર્ગ દ્વરા લોહી માં ભળવાની શક્યતા રહે છે. જેથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા વધતી હોય છે.

(૧૦) માન્યતા: આર્યુવેદિક દવા (MEDICINE) કે દેશી દવા (MEDICINE) થી એચ.આઈ.વી (HIV) મટી શકે છે.

સત્ય: આજ સુધી કોઈ પણ વ્યક્તિનો એચ.આઈ.વી (HIV) ચેપ કોઈ પણ પ્રકાર ની સરવાર થી મટી શક્યો નથી. એચ.આઈ.વી (HIV) ના દર્દી કે કોઈ પણ લાંબી માંદગી ના દર્દી, લાંબા સમયગાળા ની બીમારી ને કારણે થોડા પ્રમાણ માં શારીરક, માનસિક, કે આર્થિક રીતે થાકેલ હોય શકે છે. આજ વસ્તુઓ ના લાભ અમુક ધુતારાઓ લઈને, તેમને ખોટી ખોટી ગેરેન્ટીઓ આપી દર્દીના જીવન સાથે ચેડા કરતા હોય છે અને પોતાના ખિસ્સા પૈસા થી ભરતા હોય છે. દરેક દર્દીઓ ને નમ્ર વિનંતી કે આવી ખોટી લાલચ માં આવી ક્યારેય પણ તમારા સ્વાસ્થ સાથે કોઈ પણ વ્યક્તિ ને ચેડા કરવાની પરવાનગી આપશો નહી. આવી ખોટી લાલચ થી દર્દીને શારીરિક અને આર્થિક નુકશાન જ થવાનું છે બીજું કશુ જ નહિ.

(૧૧) માન્યતા: ચુંબન કરવાથી એચ.આઈ.વી (HIV) થાય છે.

સત્ય: આનો જવાબ હા અને ના એમ બંને છે. જો કે ચેપ નો ફેલાવો ચુંબન ના પ્રકાર પર આધારિત છે. ગાલ પર ચુંબન કરવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો નથી. ફેંચ કિસ કે ઓપન મોઉથ કિસ થી ચેપ લાગવાની શક્યતા છે. પણ તેનું પ્રમાણ પણ ખુબ જ ઓછુ હોય છે, જે ના બરાબર હોય છે. જો બંને વ્યક્તિ ના મો માં ચાંદા, કાપા, પેઢાંમાં સોજા કે લોહી નીકળવું,  મોં ક ગાળા માં અન્ય ચેપ લાગેલ હોય તેવા સંજોગો માં એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા હોય છે, પણ તે નહીવત છે.

(૧૨) માન્યતા: ગર્ભ નિરોધક ગોળી લેનાર ને એચ.આઈ.વી (HIV) નો ચેપ ના લાગી શકે અથવા આવા વ્યક્તિઓને કોન્ડોમ (CONDOM) વાપરવાની જરૂર નથી.

સત્ય: આ એક ગેરસમજ છે. ગર્ભ નિરોધક ગોળી ની અસર અન્ડપીંડ માં થાય છે અને અંડકોષ નું નિર્માણ અટકાળે છે. જયારે એચ.આઈ.વી (HIV) ના વાયરસ યોનિમાર્ગ દ્વારા શરીર માં પ્રવેશે છે. જયારે કોન્ડોમ (CONDOM) વીર્ય ને યોની ના સંપર્ક માં આવતું અટકાવે છે. આમ કોન્ડોમ (CONDOM) ગર્ભ નિરોધક તરીકે અને એચ.આઈ.વી (HIV) અટકાવવા નું કામ કરે છે. જયારે ગર્ભ નિરોધક ગોળી ફક્ત ગર્ભ ને અટકાવી શકે છે પણ એચ.આઈ.વી (HIV) ને અટકાવી શક્તી નથી

(૧૩) માન્યતા: મને એક સાથે એક કરતા વધારે ગુપ્ત રોગ ના થઈ શકે.

સત્ય: વ્યક્તિ ને એક સાથે એક કરતા વધારે ગુપ્ત રોગ થઈ શકે છે. જો વ્યક્તિએ ગુપ્ત રોગ ની સારવાર (TREATMENT) ના લીધી હોય તો એચ.આઈ.વી (HIV) ચેપ લાગવાની શક્યતા ૬-૧૦ વધી જાય છે. જો ગુપ્ત રોગ ના કારણે  ચાંદુ પડ્યું હોય તો એચ.આઈ.વી (HIV) ચેપ લાગવાની શક્યતા ૧૦-૩૦૦ ગણી વધી જાય છે.

(૧૪) માન્યતા: જો પતિ-પત્ની માં એક ને એચ.આઈ.વી (HIV) છે અને બીજા ને નથી તો તેમના વચ્ચે સુરક્ષિત સેક્સ શક્ય નથી એટલે આવા પતિ-પત્ની ઓએ શારીરિક સંબંધ રાખવા જોઈએ નહિ.

સત્ય: શારીરિક સંબંધ એ કોઈ પણ લગ્ન જીવન નો પતિ-પત્ની વચ્ચે નો એક અભિન્ન અંગ છે. આ શારીરિક સંબંધ ને સુરક્ષિત બનાવવું તથા બીન એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત પતિ-પત્ની ને એચ.આઈ.વી (HIV) ના થાય એ માટે આવા સંબંધ માં સુરક્ષિત જાતીય સંબંધ ની આવશ્યકતા ઉભી થાય છે. આ જરૂરિયાત  કોન્ડોમ (CONDOM) ની મદદ થી પૂરી કરી શકાઈ છે. આમ આવા પતિ-પત્ની વચ્ચે પણ કોન્ડોમ (CONDOM) ની સાથે સુરક્ષિત જાતીય સંબંધ બાંધી શકાય છે
.
(૧૫) માન્યતા: એચ.આઈ.વી (HIV) નો ટેસ્ટ (TEST) ના કરાવો જોઈએ, જો રીપોર્ટ પોઝીટીવ આવે તો શું?
સત્ય: વહેલા એચ.આઈ.વી (HIV) ના પોઝીટીવ ના રીપોર્ટ જાણવા થી વ્યક્તિ પોતાની સારવાર (TREATMENT) સમયસર ચાલુ કરી શકે, જેથી એ.આર.ટી દવા (MEDICINE) થી દર્દી પોતાનું સંપૂર્ણ જીવન સ્વસ્થ રીતે જીવી શકે છે. એચ.આઈ.વી (HIV) નો ટેસ્ટ (TEST) કરવા સમયે કરવામાં આવતું કોઉન્સેલીંગ માં એચ.આઈ.વી (HIV) તથા અન્ય ગુપ્ત બીમારી વિશે સમજાવામાં આવે છે. જે આપને આપના સ્વસ્થ જીવન માટે કાળજી લેવા માટે પ્રેરણા પૂરી પાડશે.

(૧૬) માન્યતા: મચ્છર કરડવાથી પણ એચ.આઈ.વી (HIV) થઈ શકે.

સત્ય: એચ.આઈ.વી (HIV) ના વાયરસ માનવ શરીર ની બહાર બહુ ટુંકા સમય (એક મિનીટ કરતા પણ ઓછા સમયમાં) મૃત્યુ પામે છે. આમ પણ મચ્છર જયારે માણસ ને કરડે છે ત્યારે મચ્છર આપણા શરીર માંથી લોહી ચૂસે છે.આમ મચ્છર કરડવા થી એચ.આઈ.વી (HIV) થવા ની કોઈ શક્યતા નથી.

(૧૭) માન્યતા: એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત મહિલા એ બાળક ને જન્મ ન આપવો જોઈએ, કારણ કે આવનાર બાળક એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત જ આવશે.

સત્ય: જ્યારે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત માહિલા કોઈ પ્રકારની સારવાર (TREATMENT) હેઠળ ન હોય તો તેમના દ્વારા જન્મનાર બાળક ને એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા ૩૦-૪૫% જેટ્લી રહેલી છે. પણ જો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત મહિલા ને એ.આર.ટી આપવામાં આવે આવે, આવનાર બાળક ની પ્રસુતિ સીઝેરિયન સેક્શન થી કરવામાં આવે અને બાળક ને આપવામાં આવતા માતા ના દૂધ માં ડોક્ટર ની સલાહ મુજબ ફેરફાર કરીને તથા નવા બાળક ને જન્મ ના ૬ થી ૧૨ અઠવાડિયા માટે દવા (MEDICINE) આપી ને  આવનાર બાળક માં એચ.આઈ.વી (HIV) ના ચેપ જોખમ  ૩૦-૪૫% માંથી ૨% કરતા પણ ઓછું કરી શકાય છે. આમ યોગ્ય સારવાર (TREATMENT) ની મદદ થી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત મહિલા ને એચ.આઈ.વી (HIV) મુક્ત સ્વસ્થ બાળક આવવાની શક્યતા ૯૮% કરતા પણ વધારે રહેલ છે.

(૧૮) માન્યતા: કુમાશીકા સાથે શારીરિક સંબંધ રાખવાથી એચ.આઈ.વી (HIV) મટી શકે છે.

સત્ય: આપણા દેશમાં સામાન્ય રીતે આવી માન્યતા જોવા નથી મળતી, પરંતુ આફ્રિકા ખંડ ના ઘણા દેશોમાં આ પ્રકાર ની ગૈરમાન્યતા પ્રવર્તે છે. આ માન્યતા નો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આવું થવું શક્ય નથી. ઉલ્ટાનું આવું કરવાથી કુમારિકાઓ ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. અને એચ.આઈ.વી (HIV) મટી  જવા ની કોઈ શક્યતા નથી.

(૧૯) માન્યતા: પ્રાણી સાથે શારીરિક સંબંધ રાખવાથી એચ.આઈ.વી (HIV) મટી શકે છે.

સત્ય: આપણા દેશ માં આવી માન્યતા જોવા નથી મળતી, પરંતુ આફ્રિકા ખંડ ના ઘણા દેશો માં આવી ગૈરમાન્યતાઓ પ્રવતે છે. જે વૈજ્ઞાનિક રીતે કોઈ પણ સંજોગો માં શક્ય નથી. આમ પ્રાણી સાથે શારીરિક સંબંધ રાખવાથી એચ.આઈ.વી (HIV) મટી શકે તેવું શક્ય નથી.

(૨૦) માન્યતા: એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) અત્યંત મોંઘી હોય છે જે મધ્યમ વર્ગ ના માણસ ને ન પરવડી શકે.

સત્ય: આજ ના સમય માં માર્કેટ માં અનેક કંપનીઓ એચ.આઈ.વી (HIV) દવા (MEDICINE) બનાવે છે. જેના કારણે દવા (MEDICINE) ની કિમંત માં ઘણો ઘટાડો થયેલ છે. જેના કારણે એક મહિના ની દવા (MEDICINE) ની કિમંત ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા માં શક્ય બનેલ છે.

(૨૧) માન્યતા: એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ચાલુ કરવાથી દવા (MEDICINE)ની આડઅસર ને કારણે તકલીફ વધી જાય છે.

સત્ય: આ સત્ય નથી.
હા એ હકીકત છે ક એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ની આડઅસર હોય છે. પરંતુ દરેક આડઅસર દરેક દવા (MEDICINE) સાથે થતી નથી હોતી અને દરેક આડઅસર દરેક દર્દી ને થશે જ એવું પણ નથી. સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ચાલુ કર્યા પછી અમુક દર્દીઓ ને ટૂંક સમય માટે અંદાજે ૫ દિવસ થી ૩૦ દિવસ સુધી સામાન્ય તકલીફો જોવા મળી શકે છે. પણ જેમ જેમ સમય પસાર થશે તેમ અંદાજે એકાદ મહિના ના સમય ગાળા માં ૯૮ ટકા દર્દીઓ ને મોટા ભાગ ની આડઅસર દૂર થતી જોવા મળે છે. જો તકલીફ વધારે હોય તો દવા (MEDICINE) ની આડઅસર માટે ડોક્ટર ની સલાહ પ્રમાણે જરૂરી ફેર-ફાર કરીને અને  યોગ્ય દવા (MEDICINE) આપી ને તકલીફ માં ઘટાડો કરી શકાઈ છે. અમુક જુજ કિસ્સાઓ માં જો આડઅસર ગંભીર હોય તો દવા (MEDICINE) બંધ કરીને તેના બદલી અન્ય યોગ્ય દવા (MEDICINE) ચાલુ કરવામાં આવતી હોય છે. આમ જયારે પણ કોઈ દર્દીને દવા (MEDICINE) ને કારણે આડઅસર થાય તો દર્દીએ ક્યારેય પોતાની દવા (MEDICINE) જાતે દવા (MEDICINE) બંધ કરવી જોઈએ નહિ કે દવા (MEDICINE) માં ફેરફાર કરવો જોઈએ નહિ. આવા સંજોગો માં દર્દીએ પોતાની તકલીફ ડોક્ટર ને જણાવવી જોઈએ. જેના આધારે ડોક્ટર દવા (MEDICINE)માં જરૂરી ફેરફાર કરીને તથા અન્ય દવા (MEDICINE) આપી ને દર્દીની તકલીફ માં ઘટાડો કરવામાં મદદરૂપ થશે. પણ કોઈપણ સંજોગો માં દર્દીએ જાતે દવા (MEDICINE) બંધ કરવી નહિ.

૨૨. માન્યતા: એચ.આઈ.વી (HIV) વાળી સોય થીયેટરની સીટ માં લગાડી ને એચ.આઈ.વી (HIV) ફેલાવાવમાં આવે છે.

સત્ય: આવી આફવાઓ ઈન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઈ-મેઈલ કે વોટ્સેપ દ્વારા આવા સમાચારો અનેક વખતે જોવા મળે છે. જે ફક્ત અફવા ને અફવા જ છે. આવી રીતે એચ.આઈ.વી (HIV) ફેલાતો નથી કારણ કે એચ.આઈ.વી (HIV) ના વાયરસ શરીર ની બહાર બહુ ટૂંક સમય માટે જ જીવિત રહી શકે છે. આમ લોકો એ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહિ. જાણતા અજાણતા આવા મેસેજ ઈ-મેઈલ કે વોટ્સેપ જેવા માધ્યમ દ્વારા લોકો ને મોકલવા ના જોઈએ.

૨૩. માન્યતા: કોલ્ડડ્રીંક્સ માં એચ.આઈ.વી (HIV) ભેળવીને એચ.આઈ.વી (HIV) ફેલાવામાં આવે છે.

સાત્ય: આ એક તદ્દન ખોટી અફવા છે, જે ખુબ સરળતાથી વોટ્સેપ કે ઈ-મેઈલ દ્વારા લોકો માં ફેલાવવામાં આવે છે. એચ.આઈ.વી (HIV) ના વાયરસ ખુબ સંવેદનશીલ હોય છેએચ.આઈ.વી (HIV) ના વાયરસ ફક્ત માનવ શરીર, લોહી અને અન્ય અમુક માણસ શરીર ના પ્રવાહી માં જ જીવિત રહી શકે છે. આ વાયરસ માનવ પ્રવાહી ની બહાર ખુબ ટૂંક સમય (૧ મિનીટ કરતા ઓછા સમય) માં મૃત્યુ પામે છે. આમ કોલ્ડડ્રીંક્સ કે અન્ય ખાદ્ય પ્રદાર્થો દ્વરા ફેલાઈ તેવું શક્ય નથી. લોકો એ સત્ય હકીકત ધ્યાન માં રાખી ને આની ડરામણી અફવાઓ પર ધ્યાન ન આપવું, આવા સંદેશા ઈન્ટરનેટ દ્વ્રારા ફેલાવવા નહિ.

(૨૪) માન્યતા: એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE)ઓ  એક ચોક્કસ સમયે ( જેમ કે રાત્રે ૧૦ વાગે) લેવી પડે છે. મારાથી આટલું ચોક્કસ પણે કામ ના થઈ શકે તેથી મારે દવા (MEDICINE) નથી  લેવી.

સત્ય: ચોક્કસ સમયે દવા (MEDICINE) લેવાથી આપણા લોહી માં દવા (MEDICINE) ની જરૂરી માત્ર જળવાઈ રહે છે. જે દવા (MEDICINE) ની યોગ્ય અસર મેળવવા માટે દવા (MEDICINE) ના પ્રકાર પ્રમાણે દર ૨, , ૧૨ કે ૨૪ કલાક ના ચોક્કસ સમયાંતરે લેવાનું કહેવામાં આવે છે.
એટલા માટે જ દર્દીઓ ડોક્ટર ની સલાહ અનુસાર ચોક્કસ સમય ના અંતરે લેવી જોઈએ. જો કોઈ કારણસર સમય માં ફેરફાર થાય તો એના ડર ને કારણે દવા (MEDICINE) ચાલુ ના કરવી તે યોગ્ય નથી.

(૨૫) માન્યતા: ટી.બી અને એચ.આઈ.વી (HIV) બંને થી પીડાતા દર્દીઓ એ ટી.બી ની સારવાર (TREATMENT) પૂરી થયા પછી એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) ચાલુ કરવી જોઈએ.

સત્ય: હકીકત માં ટી.બી ની સારવાર (TREATMENT) શરુ કરવાના ૨ થી ૮ અઠવાડિયા ના સમય ગાળા પછી એચ.આઈ.વી (HIV) માટે ની એ.આર.ટી દવા (MEDICINE) ચાલુ કરવામાં આવતી હોય છે. આનું કારણ એ છે કે એક પ્રકાર ની બીમારી ની દવા (MEDICINE) થી દર્દીનું શરીર અનુકુળ બને, જો દર્દી ને કોઈ આડઅસર થાય તો તેનો યોગ્ય રીતે ઈલાજ થાય.આથી દર્દી ના શરીર માં રહેલ ટી.બી ના બેક્ટેરિયા ની સંખ્યા માં ઘટાડો થાય જેથી એ.આર.ટી દવા (MEDICINE) ચાલુ કર્યા પછી તેના કારણે રીએકશન આવવાની શક્યતા ઘટાડી શકાય. પણ આ માટે ટી.બી ની દવા (MEDICINE) ના સંપૂર્ણ કોર્સ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. જો ટી.બી ની દવા (MEDICINE) ના ચાલુ કર્યાના ૨ થી ૮ અઠવાડિયા માં એચ.આઈ.વી (HIV) ની એ.આર.ટી દવા (MEDICINE) ચાલું કરવામાં ના આવે તો ટી.બી ની દવા (MEDICINE) ની યોગ્ય અસર આવતી નથી અને ટી.બી ને મટાડવો કે કાબુ માં લાવવો શક્ય નથી બનતું.સમયસર એ.આર.ટી ની દવા (MEDICINE) ચાલુ કરવામાં ના આવે તો શરીર ની રોગપ્રતિકારક શક્તિ સતત ઘટતી જવાનો ખતરો રહે છે. જેના કારણે દર્દી ને ટી.બી સારો થવા ની શક્યતા ઘટી જાય છે. આમ જો શરૂઆત માં ટી.બી અને એચ.આઈ.વી (HIV) બંને નું એક સાથે નીદાન થાય તો સૌપ્રથમ ટી.બી ની દવા (MEDICINE) ચાલુ કરવામાં આવે છે અને પછી ૨-૮ અઠવાડિયા માં એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ચાલુ કરવી અત્યંત જરૂરી છે.
(૨૬) માન્યતા: હૂં અમુક વખત દવા (MEDICINE) ના ખાવ કે ભૂલી જાવ તો તેના થી કોઈ નુકશાન નથી.

સત્ય: એચ.આઈ.વી (HIV)  એક વાયરસ ને કારણે થાય  છે. આ રોગ કાબુ માં રાખવા આપના શરીર માં દવા (MEDICINE)નું ચોક્કસ પ્રમાણ કાયમ માટે હોવું અત્યંત જરૂરી છે. આ ચોક્કસ દવા (MEDICINE) ના પ્રમાણ ને કારણે જ આપણા શરીર માં એચ.આઈ.વી (HIV) વાયરસ ની વૃધ્ધી અટકેલી હોય છે. જો દર્દી એક દિવસ ની દવા (MEDICINE) નો ડોસ લેવાનું ભૂલી જાય તો શરીર માં રહેલા વાયરસ ની સંખ્યા ખુબ ઝડપ થી વધવા લાગે છે. જો લાંબા સમય સુધી વારંવાર દર્દી દવા (MEDICINE) લેવાનું ચુકી જાય તો શક્યતા છે કે આપણા શરીર માં રહેલા વાયરસ પર એ.આર.ટી દવા (MEDICINE) ની અસર થતી બંધ થઈ જશે અને બીમારી કાબુ ની બહાર થઈ જશે. જો આ રીતે વાયરસ પર દવા (MEDICINE)ની અસર બંધ થાય તો દવા (MEDICINE) બદલવાની પરિસ્થિતિ ઉભી થાય છે. નવી દવા (MEDICINE) અત્યંત ખર્ચાળ પણ હોય છે. અને તેની આડઅસર શરૂઆત ની દવા (MEDICINE) કરતા અનેક ગણી વધારે હોય છે.
આમ દર્દીએ ક્યાર્ય પણ એક પણ ડોઝ દવા (MEDICINE) નો ના ભુલાઈ તેના માટે પ્રયત્નશીલ રેહવું જોઈએ. જેથી બીમારીને લાંબા સમય સુધી કાબુ માં રાખી શકાઈ અને સ્વસ્થ જીવન જીવી શકાય.

(૨૭) માન્યતા: મને એચ.આઈ.વી (HIV) છે પણ  જો મને કોઈ પણ તકલીફ ના હોય તો મારે દવા (MEDICINE) ચાલુ કરવાની જરૂર નથી.

સત્ય: દર્દી ને ચેપ લાગવો અને શરીર માં લક્ષણો ઉત્પન્ન થવા વચ્ચે સરેરાશ ૮ થી ૧૦ વર્ષ જેટલો સમય લાગે છે. એચ.આઈ.વી (HIV) શરીર માં રહેલી રોગપ્રતિકારક શક્તિ માટે ના સી.ડી. ૪ કણ ની સંખ્યા માં ધરખમ ઘટાડો કરે છે. જેની સંખ્યા સરેરાશ ૪૦૦-૧૫૦૦ જેટલી હોય છે. પણ એચ.આઈ.વી (HIV) ના વાયરસ ના કારણે તેની સંખ્યા ૮ થી ૧૦ વર્ષ માં ઘટી ને ૨૦૦ કરતા ઓછી થઈ જાય છે. જયારે આ સી.ડી. ૪ કણ ઘટતા હોય છે ત્યારે  શરીર માં એચ.આઈ.વી (HIV) વાયરસ દ્વારા આપણા શરીર ના દરેક અંગો ને નુકશાન કરવાનું શરુ જ હોય છે. બની શકે કે દર્દી ને બહાર થી કોઈ પણ પ્રકાર ની બીમારી ના દેખાતી હોય અથવા કોઈ પણ પ્રકાર ના લક્ષાણો ના દેખાતા હોય તો પણ એચ.આઈ.વી (HIV) ના વાયરસ દ્વારા શરીર ના દરેક અંગ પર નુકશાન કરવા નું શરૂ જ રહે છે. આમ જ્યારે દર્દી નું એચ.આઈ.વી (HIV) નું નિદાન થાય એટલે તુરંત જ એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) માટે ની એ.આર.ટી ની દવા (MEDICINE) શરુ કરવી જોઈએ. જો દર્દી ને કોઈ પણ પ્રકારના લક્ષણો કે બાર્હ્ય બીમારી ના જણાતી હોય તો પણ આર.ટી ની દવા (MEDICINE) ચાલુ કરી લેવી જોઈએ.

(૨૮) માન્યતા: એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ દ્વારા અસુરક્ષિત જાતીય સંબંધ દ્વારા ૧૦૦% શક્યતા છે કે દરેક વખતે એચ.આઈ.વી (HIV) ફેલાશે.

સત્ય: આ એક સર્વ સામાન્ય દરેક વર્ગ માં જોવા મળતી ગેરમાન્યતા છે. જો શારીરિક સંબંધ દ્વારા જોડાયેલ બે વ્યક્તિ માં એક વ્યક્તિને એચ.આઈ.વી (HIV) હોય અને બીજા વ્યક્તિને એચ.આઈ.વી (HIV) ના  હોય અને આ બંને વ્યક્તિ વચ્ચે એક વખત શારીરિક સંબંધ રાખવા માં આવે તો એચ.આઈ.વી (HIV) રહિત વ્યક્તિને એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા અંદાજે ૧% જેટલી હોય છે. જેમ જેમ આવા વ્યક્તિઓ વચ્ચે વધારે ને વધારે વખત અસુરક્ષિત જાતીય સંબંધ રાખવા માં આવે તેમ તેમ એચ.આઈ.વી (HIV) રહિત સ્વસ્થ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાની શક્યતા વધતી જાય છે. આ વાત ને સરળતા થી સમજવા માટે ઉદાહરણ તરીકે જો આવા એચ.આઈ.વી (HIV) રહિત અને એચ.આઈ.વી (HIV) યુક્ત યુગલ વચ્ચે ૧૦૦ વખત નિરોધ વગર જાતીય સંબંધ રાખવામાં આવે તો એક વખત એચ.આઈ.વી (HIV) રહિત સ્વસ્થ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવા ની શક્યતા રહેલી છે. વધુ સરળ ભાષામાં કહું તો જેમ દરેક જાતીય સંબંધ થી દરેક વખતે પ્રેગ્નન્સી (સ્ત્રી ના ગર્ભ માં બાળક) ના રહે તેવી જ રીતે દરેક અસુરક્ષીત જાતીય સંબંધ દ્વારા એચ.આઈ.વી (HIV) થવા ની શક્યતા ફક્ત ૧% જેટલી હોય છે.

(૨૯) માન્યતા: જો દર્દી ને એચ.આઈ.વી (HIV) હોય તો તે લગ્ન ના કરી શકે.

સત્ય: આ પણ એક  ભૂલ ભરેલી માન્યાતા છે.
એચ.આઈ.વી (HIV) ના દર્દી પણ પોતાનું દંપતીય જીવન સ્વસ્થ રીતે જીવી શકે છે. તે પોતાના કોઇપણ વ્યવસાય સાથે જોડાયેલ તો તે પણ લગ્ન કરી શકે છે. એચ.આઈ.વી (HIV) દર્દી સ્વસ્થ રીતે પોતાનું દંપતીય જીવન શરૂ કરી શકે છે કે જીવી શકે છે. પણ આ માટે અમુક ચોક્કસ કાળજી રાખવી પડે છે. જે એચ.આઈ.વી (HIV) ધરાવતા દર્દી ની નૈતિક જવાબદારી. સમાજ પ્રત્યે કે તેમના દ્વારા સમાજ માં કોઈ પણ વ્યક્તિ ને જાણતા અજાણતા ચેપ ના લાગે. સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ અન્ય એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ સાથે લગ્ન કરવાનું પસંદ કરતા હોય છે. પણ અમુક જુજ  કિસ્સા માં એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ અને એચ.આઈ.વી (HIV) રહિત સ્વસ્થ વ્યક્તિઓ વચ્ચે પણ લગ્ન થતા જોવા મળે છે. પણ હાં આવા કિસ્સામાં એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિની નૈતિક જવાબદારી બને છે. તેમના  સામેના જીવનસાથી ને પોતાને એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોવાની જાણ કરવી જોઈએ. સામેની વ્યક્તિ એચ.આઈ.વી (HIV) બીમારી વિશે સમજી શકે તેવી પરિસ્થિતિ માં હોય અને તેની સાથે જોડાયેલ જીવન, સારવાર (TREATMENT) અને જરૂરી કાળજીઓ વિશે વાકેફ હોય. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ એ ક્યારેય પણ પોતાનું એચ.આઈ.વી (HIV) નું નિદાન છુપાવી ને લગ્ન કરવા માટે ના પ્રયત્નો કરવા જોઈએ નહિ. આના કારણે સામે ની નિર્દોષ સ્વસ્થ વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) ની બીમારી થવાનું જોખમ ખુબ વધારે છે. આવા કિસ્સામાં છુપાયેલ વિગતો ટુંક સમય માં બહાર આવી જતી હોય છે. જેથી લગ્ન જીવન માં પણ ભંગાણ થતા જોવા મળે છે. આમ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ એ લગ્ન પેહલા હંમેશા ડોક્ટર કે કોઉન્સીલિંગ લેવું અત્યંત જરૂરી અને ફાયદાકારક છે.

(૩૦) માન્યતા: દવા (MEDICINE)ની કંપનીઓ એ એચ.આઈ.વી (HIV) ને નાબુદ કરવાની દવા (MEDICINE) શોધી લીધી છે પણ પૈસા કમાવા માટે કંપની દવા (MEDICINE) આપતી નથી.

સત્ય: દુનિયા માં એક એવો પણ વર્ગ છે જ ઉપર ની માન્યતા માં વિશ્વાસ કરે છે. હાલ માં એચ.આઈ.વી (HIV) બીમારી ને કાબુ માં રાખવા પાછળ જેટલો નફો દવા (MEDICINE)ની કંપની ને થાય છે, તેના કરતા એચ.આઈ.વી (HIV) ને નાબુદ કરતી દવા (MEDICINE) પાછળ અનેક ગણો ફાયદો થઈ શકે છે. આમ આવી ગેરમાન્યતા નો કોઈ તથ્ય નથી.

(૩૧) માન્યતા: દાઢી કરવાની બ્લેડ થી કે  ટૂથ બ્રશ થી એચ.આઈ.વી (HIV) ફેલાય છે.

સત્ય: આજ સુધી એવો એક પણ એચ.આઈ.વી (HIV) નો કેસ નોંધાયો નથી કે દાઢી કરવાની બ્લેડ થી કે  ટૂથ બ્રશ ને કારણે કોઈ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત બનેલ હોય. દાઢી કરવા ની બ્લેડ કે ટુથ બ્રશ થી એચ.આઈ.વી (HIV) ફેલાતો નથી. હા પણ આ નો બિલકુલ એવો અર્થ  નથી કે વ્યક્તિ એ દાઢી કરવાની બ્લેડ કે ટૂથ બ્રશ એક બીજા સાથે અદલા બદલી કરી ને વાપરી શકે કારણ કે બ્લેડ કે ટૂથ બ્રશ એકબીજા ની સાથે વહેંચવાથી એચ.આઈ.વી (HIV) તો નથી ફેલાતો પણ બીજી અનેક પ્રકાર ની બીમારી ના ચેપ એકબીજાને લાગવાની શક્યતા રહેલી છે.

(૩૨) માન્યતા: ફીશ પેડીક્યોર થી પણ એચ.આઈ.વી (HIV) ફેલાઈ શકે છે.

સત્ય: એચ.આઈ.વી (HIV) ના વાયરસ બાહ્ય વાતાવરણ માં જેમ કે પાણી, ફીશ પેડીક્યોર માટેનું પાણી કે તરણ કુંડ માં  જીવિત રહી શકતા નથી. આમ આ પ્રકારની પ્રવૃત્તિ થી એચ.આઈ.વી (HIV) ના ચેપ ફેલાવાની કોઈ શક્યતા નથી. લોકો એ આ પ્રકારનો  કોઈ પણ ડર રાખવાની જરૂર નથી.

(૩૩) માન્યતા: હું એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવીશ તો લોકો ને ખબર પડી જશે, લેબોરેટરી (LABORATORY) કે હોસ્પિટલ દ્વારા.

સત્ય: ઘણા વ્યક્તિઓ જાણતા હોય છે કે પોતે એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે તેવી પ્રવ્રત્તિઓ માં ભૂતકાળ કે વર્તમાન માં જોડાયેલ છે. આવા વ્યક્તિઓ ઘણી વખત માહિતગાર પણ હોય છે કે તેમને એચ.આઈ.વી (HIV) થવા ની શક્યતા રહેલ છે. આમાંના અમુક વ્યક્તિઓ એચ.આઈ.વી (HIV) માટે ની લેબોરેટરી (LABORATORY) તપાસ (TEST) કરાવવા માંગતા હોય છે. પણ એમને એવો ડર હોય છે કે જો એચ.આઈ.વી (HIV) રીપોર્ટ કરાવીશ ને જો પોઝીટીવ આવશે તો હોસ્પિટલ કે લેબોરેટરી (LABORATORY) દ્વારા તેમના સગા સંબંધી મિત્રો કે અન્ય લોકો ને ખબર પડી જશે. લોકોએ આવા કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી કારણ કે લેબોરેટરી (LABORATORY) કે હોસ્પિટલ માં કામ કરતા દરેક ટેક્નીસિયન કે ડોક્ટર આ બાબતે ખુબ ગંભીર હોય છે. તેઓના દ્વારા પુરતી તકેદારી અને ચોકસાઈ રાખતી હોય છે. આપના એચ.આઈ.વી (HIV) નું પરિણામ આપના સિવાય બીજા કોઈ ને પણ જણાવવા માં આવતું નથી.
આપની દરેક વિગતો ગુપ્ત રાખવામાં આવે છે. આપની પરવાનગી વગર કોઈને કોઈ પણ જાણ કરવમાં આવતી નથી. આમ જે લોકો આવા ડર ના કારણે એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરવાનું ટાળતા હોય છે તેવા વ્યક્તિઓએ પોતાનો ડર છોડી ને પોતાના સ્વસ્થ જીવન માટે આગળ આવીને નિસંકોચ એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) કરાવવી જોઈએ.

(૩૪) માન્યતા: દરેક એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ ને એઇડ્સ (AIDS) થાય જ છે.

સત્ય: હાલ દુનિયા માં પહેલી વખત એચ.આઈ.વી (HIV) બીમારી ની શોધ થઈ તેના ૩૩ કરતા પણ વધારે વર્ષ થઈ ચુક્યા છે. આ બીમારી શોધાયા ની શરૂઆત ના વર્ષો માં એવું હતું કે દરેક એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ એઇડ્સ (AIDS) નો ભોગ બનતો હતો. પણ હાલ સમય બદલાઈ ગયો છે. વિજ્ઞાન આ બીમારીના સંદર્ભમાં અનેક દવા (MEDICINE)ઓ ની શોધ કરેલ છે. હાલ દુનિયા માં ૩૦ જેટલી એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE)ઓ શોધાયેલ છે જેમાં ૧૫ જેટલી દવા (MEDICINE)ઓ ભારત માં ઉપલબ્ધ છે. આમ હાલ માં એચ.આઈ.વી (HIV) દર્દીઓને ત્રણ દવા (MEDICINE)ના મિશ્રણ વાણી એક ગોળી દર્દીએ સામાન્ય રીતે લેવાની હોય છે. પહેલા ના સમય માં એક  દિવસ માં દર્દીઓ એ બત્રીસ જેટલી ગોળીઓ લેવી પડતી હતી પણ આજે વિજ્ઞાન ની સફળતાઓને કારણે મોટા ભાગના દર્દીઓને દિવસ માં એકજ ગોળી લેવી પડે છે. આ એ.આર.ટી દવા (MEDICINE) શરીર માં રહેલ એચ.આઈ.વી (HIV) ને સંપૂર્ણ મારીને નાબુદ તો નથી કરી શકતી પરંતુ તે આ એચ.આઈ.વી (HIV) વાયરસ ની વૃદ્ધી અટકાવીને શરીર માં એચ.આઈ.વી (HIV) વાયરસ ની સંખ્યા માં ૯૯% જેટલો ઘટાડો કરી શકે છે. પરંતુ તેને ૧૦૦% ઘટાડો ના કરી શક્તિ હોવાથી દર્દીએ જીવનભર દવા (MEDICINE) લેવી પડે છે. જો દર્દી નું એચ.આઈ.વી (HIV) નું સમયસર નિદાન થઈ જાય અને વહેલી તકે તેની દવા (MEDICINE) ચાલુ કરવામાં આવે, નિયમિત દવા (MEDICINE) લેવામાં આવે, ડોક્ટર ની સલાહ મુજબ લેબોરેટરી (LABORATORY) ના રીપોર્ટ કરવામાં આવે અને નિયમિત ડોક્ટર ની મુલાકાત લેવામાં આવે તો જીવન ભર એચ.આઈ.વી (HIV) ના દર્દી ને એઇડ્સ (AIDS) થતો અટકાવી શકાય છે. આમ એચ.આઈ.વી (HIV) ના દર્દી ને એઇડ્સ (AIDS) થશે કે નહિ તેનો આધાર દર્દીનું એચ.આઈ.વી (HIV) નિદાન નો સમયગાળો, કેટલા સી.ડી.૪ કણ એ એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ચાલુ કરેલી છે, નિયમિત લેબોરેટરી (LABORATORY) ના રીપોર્ટ તથા એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોકટરો ની દેખરેખ હેઠણ રહેલ છે.

(૩૫) માન્યતા: એચ.આઈ.વી (HIV) ફક્ત ગરીબ લોકોમાં કે અમુક જાતી વર્ગની જ બીમારી છે.   

સત્ય: આ તદ્દન ભૂલ ભરેલી માન્યતા છે. એચ.આઈ.વી (HIV) સમાજ ના કોઈ પણ વર્ગમાં, જાતી માં કે વ્યવસાય ના વ્યક્તિ ને થઈ શકે છે. એચ.આઈ.વી (HIV) અહીં જણાવેલ કારણોસર થાય છે:
·         અશુરક્ષીત જાતીય સંબંધ રાખવાથી.
·         એચ.આઈ.વી (HIV) ચેપ ગ્રસ્ત સોયનો ઉપયોગ કરવાથી
·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ નું લોહી ચડાવવાથી
·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત મહિલાથી આવનાર બાળક માં

આમ એચ.આઈ.વી (HIV) થવો તે કોઈ સામાજિક કે આર્થિક રીતે કોઈ વર્ગ ને થાય કે ના થાય તેવું નથી. કોઈ વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) થશે કે નહી તે વ્યક્તિ ઉપરોક્ત જણાવેલ જોખમી પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે કે નહિ તેના આધારે નક્કી થાય છે. કોઈ જાતી કે વર્ગ કે આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલ નથી.

(૩૬) માન્યતા: એચ.આઈ.વી (HIV) ફક્ત અસુરક્ષીત જાતીય સંબંધ દ્વારા જ થાય છે.

સત્ય: જયારે પણ કોઈ વ્યક્તિ ને જાણવામાં આવે છે કે કોઈ વ્યક્તિ ને  એચ.આઈ.વી (HIV) છે, ત્યારે સામાન્ય લોકો મોટા ભાગે તેમના વ્યક્તિત્વ પર શંકા કરે છે. મનમાં ને મન માં એવુ જ માની બેઠા હોય છે કે આ વ્યક્તિ ને અનૈતીક અશુરક્ષિત જાતીય સંબંધ રાખેલ હશે એટલે એમને એચ.આઈ.વી (HIV)  થયો, પણ હકીકત માં દરેક કિસ્સા માં આવું નથી હોતું. ઘણી વખત દર્દી ને એચ.આઈ.વી (HIV) યુક્ત લોહી ચડાવવાથી કે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત સોય નો ઉપયોગ કરવાથી પણ થયેલ હોય શકે જેમાં દર્દી નો કોઈ દોષ હોતો નથી. ભારત માં જેટલી મહિલાઓ માં એચ.આઈ.વી (HIV) જોવા મળે છે તેમાં ૮૫% મહિલાઓ ની પોતાની કોઈ જોખમી પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ આવા કિસ્સાઓ માં તેમના પતિ દ્વારા વૈવાહિક જીવન ની બહાર કરવામાં આવતા, અનૈતિક અશુરક્ષિત જાતીય સંબંધ જવાબદાર હોય છે. આવા સંબંધ દ્વારા પતિ સમાજમાં એચ.આઈ.વી (HIV) ના ચેપ નો ભોગ બને છે. આ એચ.આઈ.વી (HIV) નો ચેપ તેના પતિ દ્વારા તેમની પત્ની સાથે ના લગ્ન જીવન ના શારીરિક સંબંધ દ્વારા પત્ની ને લાગતો હોય છે. આ રીતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત મહિલાઓ માં ૮૫% કિસ્સામાં એચ.આઈ.વી (HIV) નો ચેપ તેમના પતિ દ્વારા જ લાગતો હોય છે. આમ ક્યારેય પણ કોઈ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત દર્દી વિશે કોઈ પણ શંકા કુશંકા ના કરવી જોઈએ. દરેકે-દરેક દર્દીઓને સમ્માન ની નજરે જ જોવું જોઈએ. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિને હુંફ, પ્રેમ અને લાગણી ની જરૂર છે.

(૩૭) માન્યતા: જો એક વ્યક્તિ બીજા વ્યક્તિમાં ફક્ત સોય બદલે અને સિરીંજ ના બદલે તો પણ ચાલે, ફક્ત સોય બદલવાથી પણ એચ.આઈ.વી (HIV) ફેલાતો અટકાવી શકાઈ.
સત્ય: આવી માન્યતા અમુક ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ માં જોવા મળતી હોય છે. જે કોઈ પણ સંજોગો માં યોગ્ય નથી. દરેક નવા દર્દીમાં સોય અને સિરીંજ બેન્ને જ બદલવી જરૂરી છે. ફક્ત સોય બદલીએ અને સિરીંજ ના બદલીએ તો તેના થી પણ એચ.આઈ.વી (HIV) ફેલાવાનું જોખમ રહે છે.

(૩૮) માન્યતા: એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ હંમેશા બીમારી ના લક્ષણો વાળી હશે કે તેમાં આયુષ્ય બહુ ટૂંકું હોય છે.

સત્ય: ના આ સત્ય નથી.
સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ના દર્દી ને એચ.આઈ.વી (HIV) વાયરસ શરીર માં દાખલ થવાના ૮ થી ૧૦ વર્ષ સુધી કોઈ પણ પ્રકાર ની બીમારી કે લક્ષણો જોવા મળતા નથી. પરંતુ આ ૮ થી ૧૦ વર્ષ દરમ્યાન માનવ શરીર ના વિવિધ અંગો ને એચ.આઈ.વી (HIV) વાયરસ  નુકશાન કરતું હોય છે. જયારે આ નુકશાન નું પ્રમાણ વધી જાય છે ત્યારે શરીર ના બાર્હ્ય રીતે બીમારી કે લક્ષણો દેખાય છે. એચ.આઈ.વી (HIV) ના દર્દી નું જે સમયે નિદાન કરવામાં આવે અને એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર (TREATMENT) લેવામાં આવે તો દર્દી પોતાનું પૂરેપૂરું આયુષ્ય બિલકુલ સ્વાસ્થ્ય રીતે જીવી શકે છે. પણ દર્દી એ યાદ રાખવાનું છે કે દવા (MEDICINE) દરરોજ નિયમિત અને જીવનભર લેવાની છે.

(૩૯) માન્યતા: એચ.આઈ.વી (HIV) એ જુવાન લોકો ની બીમારી છે, મોટી ઉંમર ના લોકો ને ના થઈ શકે.

સત્ય: એચ.આઈ.વી (HIV) કોઈ પણ ઉંમર ને થઈ શકે છે. જો મોટી ઉંમર ના લોકો એચ.આઈ.વી (HIV) થવાની કોઈ પણ પ્રકાર ની જોખમી પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તેમને પણ એચ.આઈ.વી (HIV) થઈ શકે છે. સમાજ માં એક એવી પણ ગેરમાન્યતા છે કે મોટી ઉંમર ના લોકો જાતીય સુખની જરૂર હોતી નથી અને જાતીય સંબંધ નથી રાખતા પરંતુ એવું નથી હોતું. હા એવું બની શકે કે આ સંબંધ ધરાવતા મોટી ઉંમર ના લોકો ની સંખ્યા ઓછી હોય શકે.

(૪૦) માન્યતા: એચ.આઈ.વી (HIV) માં મૃત્યુ નક્કી જ છે, જેથી દવા (MEDICINE) કે સારવાર (TREATMENT) ના લેવી જોઈએ.
સત્ય: આજ ના વિજ્ઞાન ની પ્રગતિને કારણે શોધાયેલ ૩૦ કરતા પણ વધારે દવા (MEDICINE)ઓ ની મદદ થી વ્યક્તિ પોતાનું સંપૂણ આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે છે. આવી વ્યક્તિઓ હકારત્મક વિચારો સાથે એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર ની દેખરેખ હેઠળ સમયસર દવા (MEDICINE) ચાલુ કરવી દર્દી ના હિત માં છે. દર્દી ના સ્વસ્થ અને સંપૂર્ણ આયુષ્ય માટે તે અત્યંત જરૂરી છે.

(૪૧) માન્યતા: એકજ સ્વીમીંગ પુલ માં સ્નાન કરવા થી એચ.આઈ.વી (HIV) ફેલાઈ શકે છે.

સત્ય: એચ.આઈ.વી (HIV) ના વાયરસ અત્યંત નાજુક હોય છે. જે આપણા શરીર ની બહાર ના વાતાવરણ માં જીવી શકતા નથી. આ સ્વીમીંગ પૂલ ના પાણી માં પણ એચ.આઈ.વી (HIV) ના વાયરસ આવશે, તો તે તરત જ મરી જશે. અને આ મૃત્યુ પામેલા એચ.આઈ.વી (HIV) વાયરસ થી બીજી કોઈ વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવા ની કોઈ શક્યતા નથી.     

No comments:

Post a Comment