Monday 19 September 2016

એચ.આઈ.વી વિશે વારંવાર પૂછાતા સવાલો:

            એચ.આઈ.વી (HIV) એક વાયરસ નું નામ છે. જે શરીર નાં જુદા જુદા પ્રવાહી જેવાકે લોહી, વીર્ય કે યોનીસ્ત્રાવ અને માતાના દુધથી ફેલાય શકે છે. આ વાયરસ આપની રોગ પ્રતિકારક શક્તિ ઉપર હુમલો કરી આપના શરીરના રોગ પ્રતિકારક શક્તિ નાં કણો ( સૈનિકો ) સી.ડી.૪ ની સંખ્યા માં ઘટાડો કરે છે.

આ રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાના કારણે શરીરમાં અન્ય બીમારીના જીવાણુંઓ હુમલો કરે છે. જેને તકવાદી ચેપ તરીકે ઓળખવામાં આવે છે. જો સમયસર દવા (MEDICINE) શરૂ કરવામાં ન આવે તો એચ.આઈ.વી (HIV) ના ચેપ નો અંતિમ તબક્કો કે જે એઇડ્સ (AIDS) તરીકે ઓળખાય છે અનેએડ્સ ના તબક્કા માં પહોંચી જાય છે.

(૧) એચ.આઈ.વી (HIV) શું છે ?

        એચ.આઈ.વી (HIV) એક વાયરસ છે જો તેની સારવાર (TREATMENT) કરવામાં ન આવે તો વ્યક્તિ એચ.આઈ.વી (HIV) ચેપ ના અંતિમ અને ઘણી ગંભીર પરિસ્થિતિ એઇડ્સ (AIDS) નો ભોગ બને છે. બીજા પણ અમુક વાયરસની જેમ વ્યક્તિનું શરીર એચ.આઈ.વી (HIV) ના વાયરસ ની સામે સંપૂર્ણ રીતે લડી શકતું નથી. આથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગ્યા પછી તેને શરીર માંથી સંપૂર્ણ રીતે નાબુદ કરી શકાય તેવી હાલ દુનિયામાં એક પણ પદ્ધતિ કે દવા (MEDICINE) ઉપલબ્ધ નથી. પરંતુ ખુબ મોટી સંખ્યા માં દુનીયાના વિવિધ દેશ ના વૈજ્ઞાનિકો આનો સંપૂર્ણ ઈલાજ શોધવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને આશા છે કે એક દિવસ આ બીમારીની પણ અન્ય બીમારી ની જેમજ સંપૂર્ણ મટાડી શકવા માટે ની દવા (MEDICINE) શોધાય જાય. ત્યાં સુધી હાલમાં જીવનભર લેવામાં આવતી દવા (MEDICINE)ની મદદ થી એચ.આઈ.વી (HIV) ના વાયરસને સંપૂર્ણ રીતે કાબુ માં રાખવા શક્ય છે. આ માટેની સારવાર (TREATMENT).આર.ટી. એટલે કે એન્ટી રીટ્રોવાયરલ થેરાપી તરીકે ઓળખાય છે. દવા (MEDICINE) ની મદદ થી વ્યક્તિ પોતાનું સંપૂર્ણ આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે છે અને તેનાથી અન્ય વ્યક્તિ ને ચેપ ફેલાવાની શક્યતા પણ નહીવત્ત કરી શકાય છે. જે લોકો સમયસર દવા (MEDICINE) નથી લેતા તેવા લોકો એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગ્યાના ૮ થી ૧૦ વર્ષો માં એઇડ્સ (AIDS) ના તબક્કા માં પહોંચી જાય છે. જો વ્યક્તિ એઇડ્સ (AIDS) ના તબક્કા માં પહોંચ્યા પછી પણ સારવાર (TREATMENT) ન કરાવે તો તે વ્યક્તિ નું ૧ થી ૨ વર્ષ માં મૃત્યુ નક્કી જ છે.
       
એચ.આઈ.વી (HIV) શરીરના ચોક્કસ કણ જેમ કે સી.ડી.૪ પર હુમલો કરી તેનો નાશ કરે છે. ૮ થી ૧૦ વર્ષ માં સી.ડી.૪ ની સંખ્યા જે સામાન્ય વ્યક્તિ ની ૪૦૦ થી ૧૫૦૦ ની હોય છે તેને ઘટાડી ને ૨૦૦ કરતા ઓછી કરી નાખે છે. આ ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે ટી.બી. જેવી અન્ય ૫૦ કરતા પણ વધારે તકવાદી ચેપ લાગવાનો ભય રહે છે. જેને કારણે એઇડ્સ (AIDS) ની પરિસ્થિતિ ઉદ્દભવે છે.

(૨) એચ.આઈ.વી ના વાયરસ માનવ શરીર માં ક્યાંથી આવ્યા?

·         પશ્ચિમઆફ્રિકા માં જોવા મળતા એક પ્રકારના ચિમ્પાનજી માંથી માનવ માં એચ.આઈ.વી (HIV) નાં વાયરસ આવ્યા હોવાનું માનવામાં આવે છે.

·         જયારે માનવે આ પ્રકારના ચીમ્પાનજી નો શિકાર કરી તેનું માંસ ખાધું ત્યારે આ વાયરસ માનવ માં દાખલ થયા એમ કહેવામાં આવે છે.

·         દુનિયામાં સૌ પ્રથમ એચ.આઈ.વી (HIV) ની ઓળખ અમેરીકા માં ૧૯૮૧ માં કરવામાં આવી હતી. અને ભારતમાં ૧૯૮૬ માં ચેન્નાઈ ની અંદર સૌપ્રથમ એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) માં જાણવા મળેલ છે.

(૩) એચ. આઈ.વી. ના ક્યાં ક્યાં અને કેટલા સ્ટેજ હોય છે. ?

એચ.આઈ.વી (HIV) ની બીમારી સમયની સાથે ધીમે ધીમે આગળ વધે છે. કમનસીબે જો એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) ન કરવામાં આવે તો તે ધીમે ધીમે શરીરની રોગ પ્રતિકારક શક્તિના સી.ડી.૪ ના કણો માં ઘટાડો કરી એચ.આઈ.વી (HIV) ના અંતિમ તબક્કો એટલે કે એઇડ્સ (AIDS) માં પહોંચી જાય છે. એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) દરેક સ્ટેજ માં ઉપયોગી થાય છે. યોગ્ય સારવાર (TREATMENT) થી એક તબક્કા માંથી બીજા તબક્કા માં જવાની પ્રક્રિયા ઓછી કે બંધ કરી શકાય છે. કોઈપણ સ્ટેજ માં એચ.આઈ.વી (HIV) નો ચેપ બીજાને લાગી શકે છે.

સ્ટેજ ૧ : એક્યુટ ઇન્ફેકશન

·         એચ.આઈ.વી (HIV) નાં ચેપ લાગ્યાના ૨ થી ૪ અઠવાડિયામાં વાયરસ  નાં તાવના લક્ષણો જોવા મળે છે. જેને એક્યુટ રીટ્રોવાયરલ સિંડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.

·         દરેક લોકોને આ તબક્કા માં લક્ષણો દેખાતા નથી.
·         આ તબક્કામાં લક્ષણો બહુ ટુકા સમયમાં ૨ થી ૫ દિવસ માટે સામાન્ય વાયરલ તાવ નાં લક્ષણો જેવા હોવાથી આ તબક્કા માં એચ.આઈ.વી (HIV) ની શંકા થતી નથી. જેને કારણે આ તબક્કા માં મોટા ભાગ નાં લોકોનું નિદાન થતું નથી.

·         આ તબક્કા માં વાયરસની સંખ્યા લાખોમાં હોય છે. જે સી.ડી.૪ નાં કણો માં દાખલ થઇ પોતાની સંખ્યા વધારે અને રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરે છે.

·         આ તબક્કા માં એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિને ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે. કારણ કે વાયરસ ની સંખ્યા આ સમયે સૌથી વધારે હોય છે.

સ્ટેજ ૨ : કલીનીક (CLINIC)લ લેટેન્સી

આ તબક્કામાં વ્યક્તિ ને કોઈ પણ પ્રકાર નાં લક્ષણો જોવા મળતા નથી. આ તબક્કો ૭૦% કિસ્સાઓમાં ૮ થી ૧૦ વર્ષ સુધી ચાલે છે. આ તબક્કામાં પણ વ્યક્તિ ના શરીર માં એચ.આઈ.વી (HIV) ના વાયરસ સક્રિય હોય છે. પરંતુ તે બહુ ધીમા હોય છે. આ તબક્કા માં વ્યક્તિ ને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. જો વ્યક્તિ ને આ તબક્કા માં દવા (MEDICINE) શરૂ કરી દેવા માં આવે તો વ્યક્તિ દાયકાઓ સુધી પણ કોઈ પણ પ્રકાર ના લક્ષણો કે તકલીફ વગર સ્વસ્થ રહી શકે છે. જે લોકો આ તબક્કા માં દવા (MEDICINE) શરૂ નથી કરતા તેમના માટે આ તબક્કો સામાન્ય રીતે ૮ થી ૧૦ વર્ષ સુધી ચાલે છે. અમુક લોકોમાં બીમારી વધારે ઝડપ થી આગળ વધતી જોવા મળે છે. આ લક્ષણો વગરનો બીજો તબક્કો ૨ થી ૩ વર્ષ જેટલો ટૂંકો પણ હોય શકે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે આ તબક્કામાં વાયરસની સંખ્યા બહુ ઓછી હોવા છતાં અથવા દવા (MEDICINE)ને કારણે વાયરસની સંખ્યા બહુ ઓછી હોય તો પણ બીજા વ્યક્તિઓ ને ચેપ લાગવાની શક્યતા રહેલી છે. પરંતુ હા તે પહેલા તબક્કા કરતા ઓછી હોય છે. બીજા સ્ટેજ ના અંતિમ ભાગમાં વાયરસની સંખ્યામાં વધારો થવા લાગે છે. જેને કારણે સી.ડી.૪ ની સંખ્યામાં ઝડપ થી ઘટાડો થવાની શક્યતા રહેલી છે. અને લક્ષણો કે તકલીફો દેખાવાની શરૂઆત થાય છે.

સ્ટેજ ૩ : એઇડ્સ (AIDS)

        આ એચ.આઈ.વી (HIV) ની બીમારીનો અંતિમ તબક્કો છે. આ તબક્કા માં વાયરસની સંખ્યા ફરીથી ખુબજ વધી જાય છે. અને સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી થવાને કારણે ગંભીર તકવાદી ચેપો લાગવાની શક્યતાઓ વધી જાય છે. જો આ તબક્કામાં સારવાર (TREATMENT) શરૂ કરવામાં ન આવે તો વ્યક્તિ નું ૧ થી ૨ વર્ષ માં મૃત્યુ પણ થઈ શકે છે. આ તબક્કામાં પણ સારવાર (TREATMENT) શરૂ કરી દેવાથી મૃત્યુ અટકાવી શકાય છે.

(૪) એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ છે કે નહિ તે કઈ રીતે ખાતરી કરી શકાય

ક્યારેય પણ કોઈ પણ પ્રકારના લક્ષણો ને આધારે એચ.આઈ.વી (HIV) નો ચેપ છે તેમ ૧૦૦% ખાતરી પૂર્વક કહી ન શકાય. ૧૦૦% ખાત્રી પૂર્વક એચ.આઈ.વી (HIV) ની જાણ માટે લેબોરેટરી (LABORATORY)માં રીપોર્ટ કરાવવો જરૂરી છે.
કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ પ્રકાર ની તકલીફ કે લક્ષણો ન હોય તો એવું ક્યારેય પણ ન કહી શકાય કે તેને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલો નથી. કારણકે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ર્ત વ્યક્તિ પણ ૮ થી ૧૦ વર્ષ કોઈ પણ પ્રકારના લક્ષણો વગર જીવી શકે છે. આમ કોઈને એચ.આઈ.વી (HIV) નથી એમ કહેવા માટે પણ લેબોરેટરી (LABORATORY)માં રીપોર્ટ કરાવવો જરૂરી બને છે.
કોઈ પણ વ્યક્તિની એચ.આઈ.વી (HIV) વિશેની માહિતી જે તે વ્યક્તિની મંજુરી વગર ડોક્ટર કે લેબોરેટરી (LABORATORY) દ્વારા ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ ને આપવામાં આવતી નથી.
કોઈ વ્યક્તિનો એચ.આઈ.વી (HIV) નો રીપોર્ટ પોઝીટીવ આવે તો એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) ના નિષ્ણાંત ડોક્ટર દ્વારા તે વ્યક્તિની સારવાર (TREATMENT) ડોક્ટરની સલાહ પ્રમાણે તુરંત શરૂ કરી દેવી જોઈએ.

(૫) શું એચ.આઈ.વી (HIV) ને કાયમ માટે મટાડી શકાય છે ?


        આનો જવાબ છે ના. દુનિયા માં એવી કોઈ પણ પ્રકાર ની દવા (MEDICINE) કે સારવાર (TREATMENT) ઉપલબ્ધ નથી કે જેને કારણે એચ.આઈ.વી (HIV) સંપૂર્ણ પણે મટી શકે છે પણ હા, જો એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) સમયસર શરૂ કરી દવા (MEDICINE) નિયમિત લેવામાં આવે, ૧ થી ૩ મહીને ડોક્ટરની મુલાકાત લેવામાં આવે અને ૩ થી ૬ મહીને જરૂરી રીપોર્ટ કરાવવામાં આવે તો વ્યક્તિ ને વાયરસની સંખ્યા ખુબ જ ઓછી જેમ કે લાખો માંથી ઘટાડી ને ૫૦ કરતા પણ ઓછી કરી શકાય છે. સી.ડી.૪ ની સંખ્યા સામાન્ય રીતે ૪૦૦ થી ૧૫૦૦ રાખી શરીરમાં તકવાદી ચેપોના પ્રવેશ રોકી સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકાય છે પણ આના માટે જરૂરી છે કે સમયસર એચ.આઈ.વી (HIV) ના નિદાન માટે રીપોર્ટ કરાવવા, બીમારીની જાણ કરી તુરંત એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) શરૂ કરી દેવામાં આવે તે જરૂરી છે.

No comments:

Post a Comment