Monday 19 September 2016

એચ.આઈ.વી ની સાથે સ્વસ્થ રહેવા માટે જોખમ ને ઓળખો

એચ.આઈ.વી (HIV) સાથેનાં અન્ય રોગો
(૧) કેન્સર

એચ.આઈ.વી (HIV) ના વાયરસ સીધી રીતે કેન્સર નથી કરતાં પરંતુ એચ.આઈ.વી (HIV) ને કારણે કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
       
એચ.આઈ.વી (HIV) ને કારણે રોગ પ્રતિ કારક શક્તિ ઓછી થઇ જવાને કારણે બીજા તકવાદી  ચેપો જેવા કે ટી.બી. નું અને કેન્સર માટે નું પ્રમાણ વધારે ગંભીર અને વધારે પ્રમાણ માં જોવા મળે છે.

એચ.આઈ.વી (HIV) સબંધિત કેન્સર માં લીમ્ફોમાં (Lymphoma), કાપોસીસ સારકોમા( Kaposi’s Sarcoma) અને યોની માર્ગ તથા ગુદા માર્ગ નું કેન્સર થવાની શક્યતા વધારે જોવા મળે છે. સી.ડી.૪ ની સંખ્યા ઓછી હોવી એ કેન્સર થવા માટેનું સૌથી મોટું જોખમ છે. આ ઉપરાંત એચ.પી.વી. નામના વાયરસના ચેપ ને કારણે પણ કેન્સર થવાનું જોખમ છે.

(૨) લીમ્ફોમાં (Lymphoma)
       
સામાન્ય રીતે જે દર્દીઓ માં સી.ડી.૪ ની સંખ્યા ૧૦૦ કરતાં ઓછી હોય તેને લીમ્ફોમા નામનું કેન્સર થવાનું જોખમ વધારે રહેલું છે. આ દર્દીઓ માં નીચે મુજબ નાં લક્ષણો જોવા મળે છે.
દુખાવા વગરની ગળામાં, છાતીમાં, બગલમાં કે સાથળમાં ગાંઠો થવી

1.      રાત્રે પરસેવો થવો
2.      તાવ આવવો
3.      ભૂખ ઓછી લાગવી
4.      વજનમાં ઘટાડો થવો

કેન્સરની તપાસ (TEST)માં અનેક તપાસ (TEST)ની જરૂર પડે છે. જેમ કે ડોક્ટર દ્વારા શારિરીક તપાસ (TEST), લેબોરેટરી (LABORATORY), એક્સ-રે, એમ.આર.આઈ. કે સી.ટી. સ્કેન ની જરૂર પડે છે. આં પરિસ્થિતિની સારવાર (TREATMENT) મુશ્કેલ હોય છે.



મગજ કે કરોડરજ્જુ નું લીમ્ફોમા કેન્સર

મગજ અને કરોડરજ્જુ શરીર નાં દરેક ભાગનું નિયંત્રણ કરે છે. એચ.આઈ.વી (HIV) થી મગજ અને કરોડરજ્જુ ને ચેપ લાગી શકે છે અને તેને નુકશાન પણ કરી શકે છે.

આ કેન્સર સામાન્ય રીતે જેમને સી.ડી ની સંખ્યા ૫૦ કરતા ઓછી હોય તેને જોવા મળે છે.

માથા માં દુખાવો થવો
યાદશક્તિ માં ઘટાડો થવો

રેડીયેશન થેરાપી આને માટે સૌથી સફળ સારવાર (TREATMENT) છે.

(૩) કપોસીસ સારકોમા

        જે એચ.પી.વી. ૮ નામ નાં વાયરસ થી થાય છે. જે દર્દીઓ માં સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતાં ઓછી હોય તેમાં થવાની શક્યતા વધારે હોય છે. ભારત માં આ કેન્સર ના કેસ બહુ ઓછુ જોવા મળે છે. આ કેન્સરની શરૂઆત ચામડી અને મોઢામાં જાંબુડીયા રંગ નાં ડાઘથી થતી હોય છે. આ કેન્સર શરીરના કોઈ પણ અંગો ને નુકશાન કરી શકે છે. આ કેન્સર માટે કીમો થેરાપી સૌથી અસરકારક ઈલાજ છે.

(૪) ગુદા માર્ગ નું કેન્સર

આ કેન્સર એચ.પી.વી. નામના વાયરસ થી થાય છે. સામાન્ય રીતે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકોમાં ગુદા માર્ગનું કેન્સર સામાન્ય લોકોની સરખામણી એ વધારે જોવા મળે છે.
       
આ કેન્સર સામાન્ય રીતે સમલેંગીકપુરુષો ” (બે પુરુષો વચ્ચે શારિરીક સબંધ બાંધતા હોય ) તેમાં જોવા મળતું હોય છે. પરંતુ જો સમલેંગીક પુરુષોને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ હોય તો તેને આ કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે. આ કેન્સર માં નીચે મુજબ નાં લક્ષણો જોવા મળે છે.

·         ગુદા માર્ગ માંથી લોહી નીકળવું
·         દુખાવો થવો
·         ખંજવાળ આવવી કે પરુ નીકળવું
·         ગાંઠ થવી
·         કબજીયાત કે ઝાડા થવા

(૫) ગર્ભાશયના મુખનું કેન્સર

આ કેન્સર એચ.પી.વી.નામના વાયરસ થી થાય છે. આ કેન્સર બહુ ધીમે આગળ વધે છે. શરૂઆતમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. ગર્ભાશય નાં મુખનું કેન્સર એઇડ્સ (AIDS) સબંધીત કેન્સર છે.

શરૂઆત નાં તબક્કામાં કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. આ તબક્કા માં સારવાર (TREATMENT)ની અસર ખુબ સારા પ્રમાણ માં જોવા મળે છે. પાછલા તબક્કામાં દર્દીઓને નીચે મુજબનાં લક્ષણો જોવા મળે છે.

·         લોહી પડવું
·         દુખાવો થવો

આ કેન્સર નું વહેલું નિદાન કરાવવું ખુબજ જરૂરી છે. આથી દર ૬ મહીને પેપ ટેસ્ટ (TEST) કરાવવો ખુબ જ જરૂરી છે. જો શરૂઆત નાં તબક્કામાં જ પેપ ટેસ્ટ (TEST) દ્વારા નિદાન કરવામાં આવે તો લગભગ ૧૦૦% કિસ્સાઓ માં કેન્સરથી બચી શકાય છે.

        આ કેન્સર ની સારવાર (TREATMENT)માં સર્જરી, રેડીયેશન થેરાપી અથવા કીમો થેરાપી માંથી કોઈ પણ નો ઉપયોગ કરી શકાય છે.

(૬) એચ.આઈ.વી (HIV) અને હૃદય રોગ નું જોખમ

નીચે જણાવેલ પરીબળો થી હૃદય રોગ થવાનું જોખમ વધી જાય છે.

·         વધારે કોલેસ્ટ્રોલ
·         ઉચું બ્લડ પ્રેશર
·         ડાયાબીટીસ
·         તમાકુ નું વ્યસન
·         વધારે મીઠું અને ચરબી યુક્ત ખોરાક
·         શારિરીક શ્રમનો અભાવ
·         વધારે વજન
·         દારૂનું બંધાણ
·         પરિવાર માં કોઈ ને હૃદય રોગ હોવો

પરંતુ એચ.આઈ.વી (HIV) ને કારણે પણ હૃદય રોગ થવાનું જોખમ રહેલ છે.

એચ.આઈ.વી (HIV) ની સીધી હૃદય પર અસર થાય છે.

એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT)માં વપરાતી દવા (MEDICINE)ઓને કારણે લોહીમાં સુગર કે કોલેસ્ટ્રોલ માં વધારો

એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિઓ માં હૃદય હુમલાનું જોખમ ૭0 થી ૮૦ ટકા જેટલું વધારે હોય છે. પરંતુ તમે નીચે જણાવેલા જોખમો અવશ્ય ઓછા કરી શકો છો.

1.      ધુમ્રપાન છોડવું
2.      સ્વસ્થ આહાર લેવો
3.      નિયમિત કસરત કરવી

(૭) એચ.આઈ.વી (HIV) અને યાદ શક્તિમાં ઘટાડો

        એચ.આઈ.વી (HIV) નાં વાયરસ મગજ અને કરોડરજ્જુની અંદર દાખલ થઇ મગજ અને કરોડરજ્જુને નુકશાન પહોચાડવા માટે સક્ષમ છે. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ ની વિચાર શક્તિમાં ઘટાડો કરી શકે છે. જો કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) સાથે જોડાયેલ યાદ શક્તિમાં ઘટાડો જણાય તો તે એઇડ્સ (AIDS) દર્શાવતીપરિસ્થતિ છે. યોગ્ય સારવાર (TREATMENT)થી એચ.આઈ.વી (HIV) ને કારણે થતી યાદ શક્તિ માં બદલાવ અટકાવી શકાય છે.

        આ નિદાન કરવું ઘણું મુશ્કેલ હોય છે. કારણ કે, એચ.આઈ.વી (HIV) ની બીમારી સિવાય પણ અન્ય પરિબળો જેમ કે તકવાદી ચેપ, હતાશા, અન્ય માનસિક બીમારી, દવા (MEDICINE) અને ઉંમર ને કારણે પણ યાદ શક્તિમાં અને વિચાર શક્તિ માં ઘટાડો જોવા મળી શકે છે.

        આની ગંભીરતા જુદા જુદા પ્રમાણ સામાન્ય થી લઈ ને ગંભીર પરિસ્થિતિઓ પણ જોવા મળે છે. જેના લક્ષણો નીચે મુજબના છે.

1.      કામમાં એકાગ્રતા ન રાખવી
2.      ભૂલી જવું
3.      હલન ચલન અને કામ ધીમા થઇ જવા
4.      વ્યક્તિમાં બદલાવ આવવો
5.      વિવિધ અંગો વચ્ચે તાલ મેલ ન રાખી શકવો

(૮) એ.ડી.સી.

        ADC ( Aids Dementia Complex ) કે જે એચ.આઈ.વી (HIV) ના અંતિમ તબક્કામાં એટલે કે એઇડ્સ (AIDS) માં જોવા મળે છે. જેના લક્ષણો નીચે મુજબ ના છે.

·         એકાગ્રતાનો અભાવ
·         વિચાર શક્તિમાં ઘટાડો
·         નવી વસ્તુ શીખવામાં તકલીફ પડવી
·         વર્તન માં બદલાવ
·         યાદ શક્તિમાં ઘટાડો
·         હતાશા
·         કોઈ વસ્તુમાં રસ ન લાગવો
·         પોતાની જાતને લોકોથી અલગ રાખવી

નીચે મુજબના ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે

·         બોલવા માં તકલીફ પડવી
·         શારીરનું સંતુલન રાખવામાં તકલીફ પડવી
·         સ્નાયુઓ માં નબળાઈ આવવી
·         આંખેથી ઓછુ દેખાવું
·         પેશાબ અને ઝાડા પર નિયંત્રણ ખોરવાવું.

આ બીમારીના નિદાન માટે નીચે જણાવેલ મુદ્દાઓ ને ધ્યાનમાં રાખવા

·         એચ.આઈ.વી (HIV) ની બીમારી નો તબક્કો
·         શારિરીક પરિસ્થિતિ
·         માનસિક પરિસ્થિતિ
·         રોજીંદા કામ કેટલા અંશે કરી શકો છો
·         ઈલાજ
        મગજની અંદર સારી રીતે પ્રવેશી શકતી એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) થી તકલીફ માં ઘટાડો થઇ શકે છે. અન્ય માનસિક તકલીફો અને માનસિક બીમારી માટે ઉપયોગી સારવાર (TREATMENT) પણ લાભદાયક થઇ શકે છે.

(૯) એચ.આઈ.વી (HIV) અને ડાયાબીટીસ નું જોખમ
       
ડાયાબીટીસ માં લોહીની અંદર સુગર નું પ્રમાણ વધી જાય છે. આ સુગર નો ઉપયોગ શરીર યોગ્ય રીતે કરી શકતું નથી. લોહી માં રહેલ વધારે સુગર નાં કારણે શરીરના અનેક અંગો પર ગંભીર નુકશાન થઇ શકે છે. અન્ય ગંભીર બીમારી જેમકે હૃદયની બીમારી, વધારે બ્લડ પ્રેશર, પક્ષઘાત નો આંચકો, કિડનીની તકલીફ, આંખ અને મગજ ને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

ડાયાબીટીસ ના લક્ષણો અને ચિન્હો

·         વધારે પડતી તરસ લાગવી
·         વધારે ભૂખ લાગવી
·         વારંવાર પેશાબ કરવા માટે જવું
·         વજન માં ઘટાડો
·         થાક લાગવો
·         જોવામાં તકલીફ થવી

એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT)માં વપરાતી અમુક દવા (MEDICINE)ઓને કારણે ડાયાબીટીસ થવાનું જોખમ રહેલ છે. પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે વ્યક્તિએ એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE)ઓ બંધ કરી દેવી જોઈએ કે શરુ જ ના કરવી. એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ઉપરાંત નીચે મુજબના જોખમી પરિબળો કે જેને કારણે ડાયાબીટીસ થવાનું જોખમ રહેલું છે.

·         હીપેટાઈટીસસી ( કમળો )
·         વારસાગત (પરિવારમાં કોઈ ને ડાયાબીટીસ હોવી )
·         વધારે વજન
·         બેઠારુ જીવન
·         કસરત નો અભાવ
·         લોહીનું ઊંચુ દબાણ
·         વધારે કોલેસ્ટ્રોલ
·         ધુમ્રપાન
·         દારૂનું વ્યસન
·         હાલમાં ગર્ભાવસ્થા

જો એચ.આઈ.વી (HIV) નાં નિદાન પહેલા જ ડાયાબીટીસ હોય તો

        ડાયાબીટીસ ને કાબુમાં લેવા માટે વધારે કાળજી લેવી જોઈએ. કારણ કે આવા કિસ્સાઓ માં હૃદય રોગ નું જોખમ વધારે પ્રમાણ માં જોવા મળે છે.

(૧૦) એચ.આઈ.વી (HIV) અને કમળો

        કમળામાં લીવર ઉપર સોજો જોવા મળે છે. મોટા ભાગે તે વાયરસ ને કારણે થતો હોય છે. જેમાં મુખ્યત્વે હિપેટાઈટીસ એ, બી, અને સી નો સમાવેશ થાય છે. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકોમાં આ વાયરસ નું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે આ વાયરસ ની  ફેલાવાની રીત એચ.આઈ.વી (HIV) ના વાયરસની  ફેલાવાની રીત જેવી જ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) અને કમળો એમ બંને વાયરસનો ચેપ લાગેલ હોય ત્યારે તેને કો-ઇન્ફેક્ટેડ ( Co-Infected ) કહેવામાં આવે છે.

હિપેટાઈટીસ એ અને એચ.આઈ.વી (HIV)

        હિપેટાઈટીસ એ ને રોકવા માટે રસી ઉપલબ્ધ છે અને આ રસી દરેક એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિઓ એ લેવી જોઈએ. હિપેટાઈટીસ એ માટે કોઈ ચોક્કસ દવા (MEDICINE) ઉપલબ્ધ નથી. પરંતુ મોટા ભાગના લોકોને હિપેટાઈટીસ એ જાતેજ સારો થઈ જાય છે. હિપેટાઈટીસ એ દુષિત પાણી અને ખોરાક થી ફેલાતો ટૂંકા સમય માટે લીવર ની બીમારી કરતો ચેપ છે. જેમાં વ્યક્તિ ને તાવ આવવો, ચામડી, આંખ, અને પેશાબ પીળો થવો, જેવા લક્ષણો જોવા મળે છે. જે લોકોને હિપેટાઈટીસ એ ની સાથે સાથે હિપેટાઈટીસ બી કે સી નો પણ ચેપ લાગેલ હોય તેમને વધુ ગંભીર બીમારીઓ જોવા મળે છે.

રસી

        હિપેટાઈટીસ એ નાં ચેપને રોકવા માટે રસી ઉપલબ્ધ છે. દરેક એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત લોકો એ હિપેટાઈટીસ એ ને રોકવા માટે ની રસી લેવી જરૂરી છે.


સારવાર (TREATMENT)

        હિપેટાઈટીસ એ ના વાયરસ ને મારી શકે એવી કોઈપણ પ્રકારની ચોક્કસ દવા (MEDICINE) ઉપલબ્ધ નથી. મોટાભાગના લોકોને આ રોગ જાતેજ સારો થઈ જાય છે. પરંતુ દર્દી ઓ માં થોડા દિવસ સુધી લક્ષણો જોવા મળે છે.

હિપેટાઈટીસ બી અને એચ.આઈ.વી (HIV)

        એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત દરેક લોકોએ હિપેટાઈટીસબી ની તપાસ (TEST) કરાવવી જોઈએ. જો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકોને હિપેટાઈટીસ બી નો પણ ચેપ લાગેલ હોય તો તેમને લીવર ની ગંભીર બીમારીઓ થવા ની શક્યતા વધારે રહે છે. આ બંને ચેપ હોવાને કારણે એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) માં પણ તકલીફ પડી શકે છે. હિપેટાઈટીસ બી ને રોકવા માટે રસી ઉપલબ્ધ છે. જે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકોને હિપેટાઈટીસ બી ની બીમારી ન હોય તેમને હિપેટાઈટીસ બી નાં ચેપની સામે રક્ષણ આપી તેમના થી બચાવતી રસી અવશ્ય લેવી જોઈએ.

        આ બીમારી હિપેટાઈટીસ બી નામના વાયરસ થી ફેલાય છે. જેમાં લક્ષણો સામાન્ય થી લઇ અને ખુબ ગંભીર પણ હોય શકે છે. ૯૦ થી ૯૫% કિસ્સાઓમાં હિપેટાઈટીસ બી કોઈ પણ પ્રકાર ની દવા (MEDICINE)ઓ વગર જ શરીરમાં થી નાબુદ થઈ જતો હોય છે. પરંતુ ૫ થી ૧૦% કીસ્સોમાં આ વાયરસ કાયમ માટે શરીર માં રહી જતા હોય છે. આવા કિસ્સાઓમાં તેમની સારવાર (TREATMENT) કરવાની જરૂરીયાત ઉભી થઈ શકે છે. આ લાંબા ગાળા સુધી ચાલતા ચેપ ને કરણે વ્યક્તિ ના લીવરને ગંભીર બીમારી, લીવર ફેલ્યર કે લીવર નું કેન્સર પણ થઇ શકે છે. દુનિયામાં હિપેટાઈટીસ બી ને કારણે સૌથી વધારે લીવર ની બીમારી જોવા મળે છે.


ચેપ

હિપેટાઈટીસબી નો ચેપ એચ.આઈ.વી (HIV) ના વાયરસની માફક લોહી, યોની સ્ત્રાવ અને વીર્ય દ્વારા ફેલાય છે. જો કોઈ સ્ત્રીને હિપેટાઈટીસ બી નો ચેપ હોય તો તેનાથી જન્મનાર બાળકને પણ હિપેટાઈટીસબી નો ચેપ લાગી શકે છે.

તપાસ (TEST)

        કોઈ વ્યક્તિને આ બીમારીના કોઈ પણ પ્રકાર નાં લક્ષણો ન હોય તો પણ એ વ્યક્તિને આ  બીમારી હોય શકે છે. ફક્ત લેબોરેટરી (LABORATORY) તપાસ (TEST) થી ખબર પડી શકે કે તમને હિપેટાઈટીસ બી નો ચેપ લાગેલ છે કે નહિ.કોઈ વ્યક્તિને ચેપ લાગેલ ન હોય તો આની રસી લેવાની જરૂર છે. જેથી વ્યક્તિને ભવિષ્યમાં આ ચેપ સામે રક્ષણ મળે.

સારવાર (TREATMENT)

        જો કોઈ વ્યક્તિને હિપેટાઈટીસ બી નો ચેપ લાગેલ હોય તો તેની સારવાર (TREATMENT) માટે ઉપલબ્ધ વિકલ્પો વિષે ડોક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ. અમુક એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE) હિપેટાઈટીસ બી નામના વાયરસ સામે પણ કામ કરે છે. સારવાર (TREATMENT) થી લીવર ઉપર થતું નુકશાન ઘટાડી શકાય છે. લીવર ને નુકશાન કરતા વ્યસન, દારૂ અને અન્ય નશીલા પદાર્થો થી દ્દુર રહેવું જોઈએ.

ચેપ નો ફેલાવો અટકાવવો

હંમેશા નિરોધ નો ઉપયોગ કરવાથી, સોય, સિરીંજ, રેઝર કે ટુથબ્રસ ની આપ-લે ટાળવાથી ચેપનો ફેલાવો થતો અટકાવી શકાય છે.

હિપેટાઈટીસ સી અને એચ.આઈ.વી (HIV)

એચ.આઈ.વી (HIV)ની સાથે હિપેટાઈટીસ સી ની બીમારી હોય તો લીવરની બીમારી, લીવર ફેલ્યર કે તેના કારણે મૃત્યુ થવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે.
બંને વાયરસ નો ચેપ એક સાથે લાગવાથી એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) માં મુશ્કેલી ઉભી થઈ શકે છે.
દરેક એચ.આઈ.વી (HIV)ગ્રસ્ત વ્યક્તિઓ એ હિપેટાઈટીસ સી ની તપાસ (TEST) કરાવવી જોઈએ.
હિપેટાઈટીસ સી માટે કોઈ પણ પ્રકારની રસી ઉપલબ્ધ નથી, પણ તેના માટેની સારવાર (TREATMENT) ઉપલબ્ધ છે.
હિપેટાઈટીસ સી ની સારવાર (TREATMENT) થી ચેપ સારો થઈ શકે છે .

(૧૧) એચ.આઈ.વી (HIV) અને કિડની ની બીમારી નું જોખમ

        કિડનીની નું મુખ્ય કામ શરીરમાં ઉત્પન્ન થતા કચરાને શરીર માંથી દુર કરીને લોહી ને શુદ્ધ કરવાનું છે. એચ.આઈ.વી (HIV) ને કારણે કિડનીની બીમારી થવાનું જોખમ વધી જાય છે. એચ.આઈ.વી (HIV) સાથે જીવતા લોકો માં ઘણા લોકોને કિડની ની બીમારી હોય છે.
કિડનીની બીમારી થવાની કોને શક્યતા વધારે હોય

·         ડાયાબીટીસ
·         વધારે બ્લડ પ્રેસર
·         મોટી ઉમર
·         ૨૦૦ કરતા ઓછા સી.ડી.
·         વધારે વાયરલ લોડ
·         હિપેટાઈટીસ બી કે સી નો ચેપ ઘરાવતા હોય

લક્ષણો અને ચિન્હો
       
કમ નસીબે કિડની ની બીમારીના શરૂઆતના તબક્કા માં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. આથી કિડની ની બીમારી નું નિદાન મોડું થાવાની શક્યતાઓ રહેલી છે. આથી જ ડોકટરો વ્યક્તિને કોઈપણ તકલીફ ન હોય  તો પણ સમયાંતરે  કિડની ને સબંધિત લોહી અને પેશાબ નાં રીપોર્ટ કરવા માટેનું સુચન આપતા હોય છે.

એચ.આઈ.વી (HIV) કિડની ની બીમારી માં કઈ રીતે ભાગ ભજવે છે ?

        ઘણા એચ.આઈ.વી (HIV) ના દર્દીઓ માં કિડની ને સબંધિત બીમારીઓ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે જે દર્દીઓ માં સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી જોવા મળતી હોય છે તેને કિડની ની બીમારી થવાની શક્યતાઓ વધારે હોય છે. કોઈ વ્યક્તિના વાયરલ લોડ ની સંખ્યા ૫૦ કરતા ઓછી હશે તો તેમને એચ.આઈ.વી (HIV) ને  કારણેકિડની માં નુકશાન થવાનું જોખમ નથી.

        અમુક કિસ્સાઓમાં એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT)માં વપરાતી દવા (MEDICINE)ને કારણે પણ કિડની ની કામગીરી માં ખામી ઉદ્દભવે છે. આવા કિસ્સાઓમાં સારવાર (TREATMENT) માટે વપરાતી દવા (MEDICINE)ઓમાં અથવા તેના ડોઝમાં ફેરફાર કરવાની જરૂરીયાત ઉભી થાય છે.

        જે લોકોને એચ.આઈ.વી (HIV) હોય છે તેમને બ્લડ પ્રેશરની બીમારી થવાની શક્યતાઓ પણ વધારે હોય છે. એચ.આઈ.વી (HIV) હોય તેમને ડાયાબીટીસ ની બીમારી થવાની શક્યતાઓ ચાર ગણી વધારે હોય છે. ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ની બીમારી ને કારણે કિડની ની બીમારી થવાની શક્યતા વધારે હોય છે.

(૧૧) તકવાદી ચેપો

        સામાન્ય વ્યક્તિઓ પણ પોતાના રોજીંદા જીવન માં અનેક પ્રકારના બેક્ટેરિયા, વાયરસ કે અન્ય સુક્ષ્મ જીવાણુંઓ ના સંપર્ક માં આવતા હોય છે. આ જીવાણુઓ સામે વ્યક્તિના શરીર ની રોગપ્રતિકારક શક્તિ લડી ને અન્ય બીમારીઓ થી બચાવે છે.  જેને એચ.આઈ.વી (HIV) હોય તેની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે એચ.આઈ.વી (HIV) ના દર્દીઓ ને આ સુક્ષ્મ જીવાણુઓ નો ચેપ ઝડપથી અને ગંભીર રીતે લાગી જાય છે. જે તકવાદી ચેપ તરીકે ઓળખાય છે. જે વ્યક્તિ માં સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી હોય છે તે લોકોને આવા તકવાદી ચેપો લાગવાનું જોખમ વધારે હોય છે.

        ૨૦ કરતા વધારે પ્રકારનાં વાયરસો ની હાજરીને એઇડ્સ (AIDS) સૂચક પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. આ તકવાદી ચેપો ઘણી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે આ તકવાદી ચેપોના લક્ષણો, ચિન્હો, રોકવા માટે ના ઉપાયો અને તેની સારવાર (TREATMENT) વિષે જાણવું જરૂરી છે.

શું તકવાદી ચેપો થતા અટકાવી શકાય છે ?

        એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) ના ઘણા લક્ષ્ય માંથી એક લક્ષ્ય એ છે કે વ્યક્તિને થતા તકવાદી ચેપો અટકાવવા એન્ટી રીટ્રોવાયરલ દવા (MEDICINE) કે જે વાયરસની સંખ્યા ઘટાડી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે સી.ડી.૪ ની સંખ્યા વધારી વ્યક્તિને તકવાદી ચેપો સામે રક્ષણ આપવું.

        તકવાદી ચેપો વ્યક્તિના શરીર નાં કોઈપણ ભાગો કે અંગોને અસર કરી શકે છે. તે વ્યક્તિઓને  તકવાદી ચેપો લાગશે કે નહિ અને લાગશે તો ક્યા પ્રકારના ચેપ લાગશે તેનો મુખ્ય આધાર સી.ડી. ૪ ની સંખ્યા પર રહેલો હોય છે.

જો સી.ડી.૪ ની સંખ્યા ૫૦૦ કરતા વધારે હોય તો

        સામાન્ય રીતે જો સી.ડી.૪ ની સંખ્યા ૫૦૦ કરતા વધારે હોય તો તકવાદી ચેપો લાગવાનું જોખમ જોવા મળતું નથી. પરંતુ સી.ડી.૪ ની સંખ્યા માં થતા સામાન્ય ઉતાર ચડાવ ને કારણે ફૂગ નો ચેપ લાગી શકે છે.

જો સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ થી ૫૦૦ ની વચ્ચે હોય તો

(૧૨) ફૂગ નો ચેપ

ફૂગનો ચેપ ચામડીમાં, મોમાં, યોની માર્ગ કે ગુપ્તાંગ પર લાગી શકે છે. જે ફૂગની સામે વપરાતી દવા (MEDICINE)ની મદદ થી ચેપ પર કાબુ મેળવી શકાય છે. આ તકવાદી ચેપો માં મુખ્યત્વે નીચેની બીમારીઓ નો સમાવેશ થાય છે.
candidiasis of bronchi, trachea, esophagus or lungs
Invasive cervical cancer

(૧૩) એચ.આઈ.વી (HIV) અને મોની બીમારી

સ્વસ્થ દાંત અને પેઢા સ્વસ્થ જીવન માટે જરૂરી છે. દાંત અને પેઢાની બીમારીને કારણે યોગ્ય ખોરાક લેવામાં તકલીફ થાય છે. જેમને ચાવવામાં કે ગળામાં દુખાવો થતો હશે તો તેમની તંદુરસ્તી માટે જરૂરી ખોરાક નહિ લઇ શકે. આ વ્યક્તિને દવા (MEDICINE) લેવામાં પણ બાધારૂપ થઈ શકે છે. શરીર માં કોઈ પણ પ્રકારનો ચેપ એચ.આઈ.વી (HIV) ના વાયરસની સંખ્યામાં વધારો કરશે. અને સી.ડી.૪ ની સંખ્યામાં ઘટાડો કરશે.

        ઘણા દર્દીઓ માં એચ.આઈ.વી (HIV) સબંધિત લક્ષણો કે ચિન્હો સૌ પ્રથમ મોં માં જોવા મળે છે. મોં માં જોવા મળતા તકવાદી ચેપો જેવા કે મોં માં ફૂગ નો ચેપ એચ.આઈ.વી (HIV) માટેનું પહેલું લક્ષણ કે ચિહ્નહોય શકે. મોંની સ્વસ્થતા એચ.આઈ.વી (HIV) પરનો કાબુ દર્શાવશે. કોઈ પણ વ્યક્તિ ને મોંની બીમારી થઇ શકે છે પરંતુ એચ.આઈ.વી (HIV) ના દર્દીઓ ને તેમની શક્યતા વધારે જોવા મળે છે.

. મોંમાં મસા કે જે આગળ વધી ને કેન્સરનું રૂપ પણ લઇ શકે છે.
. મોં માં ચાંદા પાડવા
. દાંતની બીમારી
. પેઢા સંબંધિત વિવિધ બીમારી

        દાંત માં થતા બેકટેરિયાનો ચેપ જો સારવાર (TREATMENT) થી યોગ્ય રીતે કાબુમાં લેવામાં ન આવે તો તે લોહીમાં ભળી શરીરમાં અન્ય મહત્વના અંગો ને નુકશાન કરે છે. એચ.આઈ.વી (HIV)ના દર્દી માટે આ બહુ ગંભીર સાબિત થઈ શકે છે. કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય  છે.
એચ.આઈ.વી (HIV)ના દર્દીઓમોનું વારંવાર સુકાવાની તકલીફ થી પીડાતા હોયશકે છે. એચ.આઈ.વી (HIV) ની અમુક દવા (MEDICINE)થી આ તકલીફ ઉદ્દભવી શકે છે. સુકા મો અને દાંત ના સડા ને કારણે તેમને ચાવવામાં, ખાવામાં,ગળવામાં કે બોલવા માં તકલીફ થઈ શકે છે.
આ તકલીફ ન થાઇ તે માટે જરૂરી છે કે

·         નિયમિત દાંત નાં ડોકટરની મુલાકાત લઈને તપાસ (TEST) કરાવવી જોઈએ.
·         દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ.
·         બે દાંત વચ્ચેની જગ્યા ને ડેન્ટલ ફ્લોસ થી સાફ કરવા
·         જે વ્યક્તિને એચ.આઈ.વી (HIV)ની દવા (MEDICINE)થી મોં સુકાઈ જતું હોય તેમણે ડોક્ટરને જાણ કરવી જોઈએ.

(૧૪) ટીબી

ટીબી એક પ્રકારના બેક્ટેરિયાથી થતો રોગ છે. ટીબી સામાન્ય રીતે ફેફસામાં જોવા મળે છે. પરંતુ ફેફસા ઉપરાંત મગજ, હાડકાં, કિડની, આંતરડા અને અન્ય અંગોમાં પણ થઈ શકે છે. જો ટીબી ની સારવાર (TREATMENT) ન કરવામાં આવે તો ગંભીર પરિસ્થિતિ ઉદ્દભવી શકે છે.
જો ટીબી અને એચ.આઈ.વી (HIV) બંને બિમારી એક સાથે હોયતો વ્યક્તિ ને ગંભીર પરિસ્થિતિ ઉદ્દભવી શકે છે. દુનિયામાં એચ.આઈ.વી (HIV) નાં દર્દીઓમાં મૃત્યુ માટે સૌથી મોટું જવાબદાર કારણ ટીબી છે.

આથી એચ.આઈ.વી (HIV)ના નિદાન થયેલ દરેક વ્યક્તિએ ટીબી ની બીમારી છે કે નહિ તેની તે માટે તપાસ (TEST) કરાવવી જોઈએ

ટીબી કેવી રીતે ફેલાઈ  છે?

ટીવી હવા મારફતે ફેલાતો રોગ છે. જયારે ટીબીના દર્દી ખાંસે, છીંકે કે બોલે છે ત્યારે ટીબી નાં
બેક્ટેરિયા હવામાં ભળે છે. આ બેક્ટેરિયા કલાકો સુધી હવામાં રહી શકે છે. જો આ બેક્ટેરિયા બીજા વ્યક્તિને શ્વાસ દ્વારા ફેફસામાં પહોંચે તો આ અન્ય વ્યકિત ને ટીબી થવાની શક્યતા રહેલી  છે.

ટીબી આ રીતે ફેલાતો નથી

·         હાથ મિલાવવાથી
·         એક સાથે જમવાથી કે પાણી પીવાથી
·         એક જ સોફા કે ટોઇલેટ વાપરવાથી
·         ચુંબનથી

ટીબીના ચેપની બે પ્રકાર હોય  છે

નિષ્ક્રીય / સક્રિય

નિષ્ક્રિય ચેપના દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણ કે ચિન્હો જોવા મળતા નથી. તેમનાથી બીજા વ્યક્તિનેચેપ લાગવાની શક્યતા નથી હોતી. પરંતુ આ લોકોમાં ભવિષ્યમાં ટીબીની બિમારી થવાની શક્યતા રહેલી છે. જે વ્યક્તિને એચ.આઈ.વી (HIV)હોયએમને ટીબી ની બિમારી થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. નિષ્ક્રિય ટીબી માટે પણ દવા (MEDICINE)ઓ ઉપલબ્ધ છે. જે લેવાથી સક્રિય ટીબી ની બીમારી થતી અટકાવી શકાય છે.
       
જયારે ટીબી ના ચેપના કારણે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેમને સક્રિય ટીબી છે તેમ કહેવાય છે. સક્રિય ટીબી માં એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને ચેપ લાગી શકે છે. ટીબી માટે ઉપલબ્ધ દવા (MEDICINE)ઓની મદદથી ટીબીને સંપૂણ મટાડી શકાય છે.

લક્ષણો

        બે વ્યક્તિમાં જુદા-જુદા લક્ષણો હોય શકે છે. જે વ્યક્તિને નિષ્ક્રિય ટીબી હોય તેમને કોઈ લક્ષણો જોવા મળતા નથી. સક્રિય ટીબી તેમને લાંબા સમયથી ખાંસી  હોવી ( ૧૪ દિવસ કરતા વધારે ), ગળફામાં લોહી આવવું, રાત્રે પરસેવો થવો, તાવ આવવો, વજન ઓછું  થવું, ભૂખ ઓછી લાગાવી, અશક્તિ કે કમજોરી લાગાવી. આમાંથી કોઈને કોઈ એકકે તેથી વધારે લક્ષણહોયતો તેમણેડોક્ટરની સલાહ લેવી જોઈએ.

તપાસ (TEST) 

·         લોહી
·         ગળફા
·         એક્ક્ષ-રે
·         સિટી સ્કેન / એમ.આર.આઈ

ટીબી માટેની તપાસ (TEST) કેટલી વખત કરાવવી જોઈએ?

જયારે પણ કોઈ દર્દીને એચ.આઈ.વી (HIV)નું નિદાન થાય છે ત્યારે તેમને ટીબી ની બીમારી છે કે નહિ તેની તપાસ (TEST) કરાવવી જોઈએ.
જે લોકો એચ.આઈ.વી (HIV) સાથે જીવતા હોયઅને ટીબી થવાનું જોખમ હોય તેમણે દર વર્ષે ટીબી માટેની ક્લિનીકલ તપાસ (TEST) કરાવવી જોઈએ.

જે દર્દીઓને હમણાં જ એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) શરૂ કરેલ હોય તેમણે ટૂંકા સમયમાં ફરીથી ટીબીની તપાસ (TEST) કરાવવાની જરૂરિયાત ઉભી થઈ શકે છે.

સારવાર (TREATMENT)

હાલમાં સક્રિય અને નિષ્ક્રિય એમ બંને પ્રકારની ટીબી ની સારવાર (TREATMENT) માટેના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

ટીબીની સારવાર (TREATMENT) પ્રથમ તબક્કામાં ૬ મહિનાથી ૧૨ મહિના સુધી લેવાની હોય  છે.

ટીબીની સારવાર (TREATMENT) પણ એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) જેમ જ પડકાર જનક હોય  છે.

ટીબીની સારવાર (TREATMENT) થી લીવર પર આડ અસર થવાની શક્યતા રહેલી છે.

જે વ્યક્તિનીએચ.આઈ.વી (HIV)અને ટીબી એમ બંને દવા (MEDICINE) ચાલતી હોયતો તેમણે  ડોક્ટરની દર મહીને ઓછામાંઓછી એક વખત મુલાકાત લઈ જરૂરિયાત પ્રમાણે લેબોરેટરી (LABORATORY)ની તપાસ (TEST) કરાવવી અત્યંત જરૂરી છે કે જેથી આ દવા (MEDICINE)થી કોઈ આડ-અસર થાય તો તે શરૂઆતના તબક્કામાં જ જાણી દવા (MEDICINE)માં જરૂરી ફેરફારો કરી એ વ્યક્તિને સંભવિત ગંભીર નુકસાનથી બચાવી શકાય છે.

ટી.બી. ની દવા (MEDICINE) શરૂ કરવામાં આવે તો તે દવા (MEDICINE) પોતાના ડોકટરની સલાહ પ્રમાણે નિયમિત લેવી જોઈએ. અને એક પણ ડોઝ છોડવો ન જોઈએ.
એચ.આઈ.વી (HIV) ની દવા (MEDICINE) ની જેમ જ  ટી.બી.ની દવા (MEDICINE) નિયમિત ન લેવામાં આવે તો ટી.બી.ની દવા (MEDICINE)ની અસર કારકતા ઘટી કે બંધ થઇ જવાનું જોખમ રહેલ છે.





ટી.બી. ની દવા (MEDICINE) કામ ન કરવી

જયારે દવા (MEDICINE) બીમારીના જીવાણું પર કામ નથી કરી શકતી તેમને ડ્રગ રેસીસટન્ટ ” (દવા (MEDICINE)નું કામ ન કરવું ) કહેવામાં આવે છે. આ ડ્રગ રેસિસસ્ટન્ટ નીચે જણાવેલ લોકોમાં વધારે પ્રમાણ માં જોવા મળે છે.

·         જે લોકો ટી.બી. ની દવા (MEDICINE) ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિત લેતા નથી
·         ટી.બી. ની અમુક દવા (MEDICINE) લેવી અને અમુક છોડી દેવી.
·         ભૂતકાળ માં ટી.બી.ની સારવાર (TREATMENT) લેવા છતાં ફરીથી ટી.બી. થવો.
·         ભૌગોલીક  વિસ્તાર કે જ્યાં ડ્રગ રેસિસટન્સ ટી.બી.નું પ્રમાણ વધારે લોકો માં જોવા મળતું હોય.
·         બીજા ટી.બી.નાં ડ્રગ રેસિસ્ટન્ટ નાં દર્દીઓ સાથે લાંબો સમય સાથે રહેવાથી.


ડ્રગ રેસિસ્ટન્સ ટી.બી. ની સારવાર (TREATMENT) ૧૮ થી ૨૪ મહિના સુધી ચાલી શકે છે. જેની સફળતા પ્રથમ તબક્કાની સરખામણી માં ઓછી હોય છે.

No comments:

Post a Comment